બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Another major action by NIA in Delhi in Mundra drugs case 3 nabbed including Afghani

એક્શન / મુંદ્રા ડ્રગ્સ કેસમાં NIAની દિલ્હીમાં વધુ એક મોટી કાર્યવાહી, અફઘાની સહિત 3ને દબોચ્યા

Kishor

Last Updated: 11:02 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંદ્રાના ચકચારી  21 હજાર કરોડની કિંમતના ડ્રગ્સ કેસમાં NIA એ સાઉથ દિલ્લીથી અફઘાનિસ્તાનના નાગરિક રાહ મતુલ્લાહ સહીત ત્રણની ધરપકડ કરી છે.

  • મુંદ્રા ડ્રગ્સ કેસમાં NIAની કાર્યવાહી યથાવત
  • મુંદ્રા ડ્રગ્સ કેસમાં NIAએ વધુ ૩ આરોપીની ધરપકડ કરી
  • સાઉથ દિલ્લીથી અફઘાનિસ્તાનના નાગરિક રાહ મતુલ્લાહની ધરપકડ

દેશભરમાં હાહાકાર મચાવનાર મુન્દ્રાના 21 હજાર કરોડના ડ્રગ્સ કાંડ મામલે NIAની  કાર્યવાહી યથાવત રહેવા પામી છે.  આ પ્રકરણમાં NIAએ વધુ ૩ આરોપીને દબોચી લીધા છે. NIAએ  સાઉથ દિલ્લીથી અફઘાનિસ્તાનના નાગરિક રાહ મતુલ્લાહની ધરપકડ કરી લીધી  છે.  જે આરોપી રાહ મતુલ્લાહ ની પુછપરછમાં  8-10 મહિના પહેલા જ ભારત આવ્યો  હોવાનું સામે આવ્યું હતું. વધુમાં હરિયાણા અને દિલ્લીના શખ્સની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.  મહત્વનું છે કે ધરપકડ કરાયેલો હરિયાણાનો ઈશ્વરસિંહ ડ્રગ્સ ડિસ્ટ્રિબ્યુટર હોવાનું ખૂલ્યું છે.

શું હતું સમગ્ર પ્રકરણ ? 
ઑક્ટોબર 2021માં મુન્દ્રા નજીકથી 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જે તપાસ દરમિયાન ત્રણ હજાર કિલો સફેદ પાઉડર અફઘાનિસ્તાનથી થઈને કચ્છના મુન્દ્રા બંદરે પહોચ્યો હોવાનું સામે આવ્યું હતું. ચાર કન્ટેનર્સમાંથી સંદિગ્ધ એવા બે કન્ટેનર્સમાંથી  મોટા પ્રમાણમાં કેફી પદાર્થ જણાતા દેશની તમામ એજન્સીઓ સતર્ક થઇ ગઈ હતી.  ત્યારબાદ NIA ડ્રગ્સને લઈને આંતર રાષ્ટ્રીય કનેક્શનસની ગહનતા પૂર્વક તપાસ કરી હતી. જે તે સમયે 21 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આન્ધ્ર પ્રદેશના વિશાખાપટનમ નાં એક દંપતી સહીત લગભગ 8 શખ્સોની ડ્રગ્સ કાંડમાં ધરપકડ થઇ હતી. 

જે તે સમયે ચેન્નઈથી ડ્રગ્સ આયાતકાર દંપતીની કરાઇ હતી ધરપકડ
મુન્દ્રામાં અદાણી પોર્ટ પરથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જે દરમિયાન  સુરક્ષા એજન્સીઓ ટૂંકા સમયમાં ડ્રગ્સની દુનિયામાં નામ કરી દેનાર કચ્છના શાહિદ સુમરાની એનઆઇએ (નેશનલ સિક્યોરિટી એજન્સી)એ ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી. બીજી તરફ જે તે સમયે આ પ્રકરણમાં ચેન્નઈથી આયાતકાર દંપતી એમ. સુધાકર અને દુર્ગા વૈશાલીની ધરપકડ કરીને ભૂજની જેલ હવાલે કર્યા હતા. આ ઉપરાંત દિલ્હીથી બે અફઘાનિસ્તાની અને અન્ય એક વ્યક્તિની આ પ્રકરણમાં સંડોવણી માટે અટકાયત કરાયાનું સામે આવ્યું હતું.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ