બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Annoyed BJP leader shouted, "Don't worry, I am going to fight from all seats."

આત્મશ્લાઘા / નારાજ ગણાતા ભાજપના નેતાનો હૂંકાર, કહ્યું- તમે ચિંતા ન કરો હું જસદણ બેઠકથી લડવાનો છું

Mehul

Last Updated: 07:39 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ કલેકટર કચેરીમાં લાંબા સમય બાદ મળેલી ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં ભાગ લેવા પહોચેલા રાજ્યના પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાએ બેઠક બાદ સૂચક નિવેદન આપ્યું હતું.

  • રાજકોટમાં કુંવરજી બાવળીયા નું સૂચક નિવેદન 
  • જસદણ બેઠક પરથી 'હું જ લડી રહ્યો છું આગામી ચૂંટણી'
  • બાવળીયાનું નિવેદન સમયોચિત ? કે પૂર્વ ધારણા ? 

રાજકોટ કલેકટર કચેરીમાં લાંબા સમય બાદ મળેલી ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં ભાગ લેવા પહોચેલા રાજ્યના પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાએ બેઠક બાદ સૂચક નિવેદન આપતા ગુજરાત ભાજપ અને સામાજિક રાજનીતિમાં ખીલેલા કમળમાં 'ચર્ચારૂપી વમળ'ને અવકાશ આપ્યો છે. બેઠક બાદ બાવળીયાને પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં તેઓએ કઈક એવું કહ્યું કે, ખુદ ભાજપના જ સદસ્યોને આશ્ચર્યનો પાર ના રહે.કુવરજી  બાવળીયાએ કહ્યું કે, 'જસદણની બેઠકની તમે ચિંતા ના કરો,હું જસદણથી ચૂંટણી લડી રહ્યો છુ'. 

કહેવાય છે કે, રૂપાણી સરકારમાં મંત્રી રહેલા બાવળીયા રાજ્યના નવા સરદાર,નવી સરકારની ટીમમાં સામેલ નહોતા. ત્યારથી સમયાંતરે કેટલાક નિવેદનોથી પાર્ટીમાં જ આંતરિક ચર્ચાઓ થતી કે, કુંવરજી નારાજ છે. હજુ હમણાં જ કેટલાક સામાજિક વિવાદોને લઈને બાવળીયા સમાજમાં વર્ચસની લડાઈમાં કેટલીક સ્પષ્ટતા માટે ગાંધીનગર આવ્યા હતા. હવે, બાવળીયાના દાવાનો દમ પણ સમય જ કહેશે. 

રાજકોટ કલેકટર કચેરીમાં ત્રણ મહિના બાદ આજે ફરિયાદ સમિતીની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સૌથી વધુ પ્રશ્નો પુછ્યાં હતાં. જેમાં સૌથી વધુ સ્ટાફની ગેરહાજરીના પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય  છે કે, આ બેઠકમાં લલિત કગથરા, લલિત વસોયા અને મહમદ પીરજાદાએ બેઠકમાં ભાગ લીધો હતો. 

બેઠક બાદ કોંગ્રેસેના ધારાસભ્ય લલિત કગથરાનું નિવેદન

આ બેઠક બાદ કોંગ્રેસના ધારાસભ્યએ લલિત કગથકરાએ નિવેદન આપ્યું હતું કે,  આ બેઠકમાં કુંવરજી બાવળિયા વિરોધપક્ષના સભ્ય હોય તેમ પ્રશ્નો કર્યા હતાં. આ સાથે તેઓએ સૌથી વધુ સ્ટાફની ગેરહાજરીના પ્રશ્નો પૂછ્યા હતાં.તેમજ કુંવરજી બાળળિયાએ સૌથી વધુ 27 મુદ્દા ઉઠાવ્યા હતાં.  ધારાસભ્ય લલિત કગથરા સૂર્યોદય યોજનાને લઈને પ્રશ્ન પૂછયા હતાં.  

મંત્રી પદ ગયા બાદ બાવળિયા અસલી વિપક્ષી મૂડમાં 

ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળિયાએ મંત્રીપદ ગયા બાદ હવે રાજકોટ જિલ્લા ફરિયાદ સમિતિ સમક્ષ પ્રશ્નોનો ખડકલો કરી દેતાં આગામી દિવસોમાં તડાફડી થવાના અણસાર મળી રહ્યાં છે. મહત્વનું છે કે, કુંવરજી બાવળિયાએ ગત બેઠકમાં ધડાધડ 60 થી વધુ પ્રશ્નો રજૂ કરી દીધા છે. તેમાં માર્ગ મકાન વિભાગ હસ્તકના ગેરંટી પિરિયડના માર્ગોને થયેલાં નુકસાન, ગામતળ નીમ કરીને ગરીબોને પ્લોટ ફાળવવામાં ઢીલ, બેરોજગારોને લોનમાં બેંકોની કનડગત, સરકારી દવાખાનામાં હડકવા વિરોધી ઈન્જેકશનોના ખૂટતા સ્ટોક, વીજ તંત્ર દ્વારા પેટા કચેરીની જમીન માટે નાણાં ફાળવવામાં બે વર્ષથી થતી ઢીલ વગેરે મુદ્દા સમાવિષ્ટ છે. કુંવરજી બાવળીયાએ  ચૂંટણી સામે આવતા તંત્ર પર બળાપો કાઢી રહ્યા હોવાનો અંદરખાને આરોપ પણ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ