બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / An international cricket betting racket from Ahmedabad was exposed even before the IPL

ક્રિકેટ સટ્ટા રેકેટ / અમદાવાદમાં 1800 કરોડનો સટ્ટો રમાયો: રેડમાં 500 ખાતા, 100 સીમ-મોબાઈલ, ઈન્ટરનેશનલ રેકેટનો થયો પર્દાફાશ

Malay

Last Updated: 04:09 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL પહેલા જ અમદાવાદમાંથી ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો છે. PCBની ટીમે સટ્ટાના પૈસા મેનેજમેન્ટ કરતા ચાર આરોપીઓની પણ ધરપકડ કરી છે.

 

  • ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ
  • સટ્ટો રમાડનારા 4 આરોપીની ધરપકડ
  • 1,800થી વધુ રૂપિયાના વ્યવહાર મળ્યા

આગામી 31 માર્ચથી IPL 2023 શરૂ થવા જઈ રહી છે. ત્યારે આઈપીએલ ટૂર્નામેન્ટ પહેલા મેગાસિટી અમદાવાદમાં સૌથી મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો છે. જેના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે અને સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

દૂધેશ્વરની ખાનગી ઓફિસમાં દરોડો
અમદાવાદના દૂધેશ્વરમાં આવેલી એક ખાનગી ઓફિસમાં દરોડો પાડીને PCBની ટીમે સટ્ટો રમાડનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં 1 હજાર 800 કરોડથી વધારેના રૂપિયાના વ્યવહાર મળી આવ્યા છે. આરોપીઓએ સટ્ટો રમાડવા અને બેંક એકાઉન્ટ મેનેજ કરવા આ ઓફિસ રાખી હોવાનું પણ સામે આવ્યું છે. 

ચાર આરોપીની ધરપકડ 
આ ઓફિસમાંથી ઈન્ટરનેશનલ એકાઉન્ટ મેનેજ કરાતું હોવાનું પણ સામે આવ્યું છે. PCBની તપાસમાં 500થી વધારે એકાઉન્ટ મળી આવ્યા છે. સાથે 100 જેટલા સિમકાર્ડ અને મોબાઈલ પણ મળી આવ્યા છે. IPl સટ્ટાકાંડમાં રેડ દરમિયાન નામચીન બુકીઓના ઓનલાઈન આઈડી મળી આવ્યા છે.  જેમા મહાદેવ બુક, ક્રિષ્ના રેડ્ડી બુકના સટ્ટા એકાઉન્ટ મળી આવ્યા છે. ડાયમંડ એક્સચ નામના અનેક ઓનલાઈન સટ્ટા મળી આવ્યા છે.  PCBની ટીમે સટ્ટાના પૈસા મેનેજમેન્ટ કરતા ચાર આરોપીની ધરપકડ કરી છે.  

સુરતમાં પણ થયો હતો સટ્ટા રેકેટનો પર્દાફાશ
આપને જણાવી દઈએ કે, આ મહિને જ સુરતમાંથી ઓનલાઈન સટ્ટો રમાડતા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના મોટા વરાછા ખાતે આવેલા તુલસી આર્કડમાં ઉતરાણ પોલીસે રેડ કરી ઓનલાઇન સટ્ટો રમી રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન ઉતરાણ પોલીસે સટ્ટા રેકેટ ચલાવતા 11 આરોપીની ધરપકડ કરી હતી અને લાખોનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતો. 

11 આરોપીઓની કરાઈ હતી ધરપકડ
આ તપાસમાં સાયબર ક્રાઇમ પોલીસ પણ જોડાઈ હતી. આ તમામ યુવકો 15 જેટલી એપ્લિકશન્સની માધ્યમથી સટ્ટો રમતા હોય અને રમાડતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ દરમિયાન પોલીસે 15 જેટલા લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ પણ કબ્જે લીધા હતી. પોલીસએ 11ને આરોપીને ઝડપી મુખ્ય આરોપી દિલ્હીના અજયની શોધ ખોળ હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ