બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / An incident that shames humanity in Surat

હ્રદયદ્રાવક ઘટના / સુરતમાં મમતા લજવાઈ: નિષ્ઠૂર માતાએ નવજાત બાળકીને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધી, સામે આવ્યું ચોંકાવનારું કારણ

Malay

Last Updated: 12:53 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના મગદલ્લા ગામમાં નવાજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકીને ત્યજી દીધી હોવાનું સામે આવ્યું છે.

  • માનવતાને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે
  • નિષ્ઠુર માતાએ પાપ છૂપાવવા બાળકીને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી
  • પોલીસે એક શંકાસ્પદ યુવતીની પૂછપરછ કરી 
  • પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા 

સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. મગદલ્લા ગામમાં નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી છે. બાળકીને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવાતા માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 

નવજાત મૃત હાલતમાં મળી આવતા ચકચાર 
મગદલ્લા ગામમાં આવેલ એક બિલ્ડિંગના પરિસરમાંથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી. નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને ત્યજી દીધી હોય તેવી ચર્ચાઓ ઉઠી હતી.

પાપ છૂપાવવા બિલ્ડિંગ પરથી નીચે ફેંકી
ઉમરા પોલીસે તપાસ શરૂ કરતા સીસીટીવી કેમેરામાં બિલ્ડીંગ પરથી નવજાતને નીચે ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. માસુમ બાળકીને નીચે ફેંકી દેવાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. આ મામલે પોલીસે એક શંકાસ્પદ યુવતીની પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસે શું ખુલાસો કર્યો?
સુરત DCP સાગર બાગમારે જણાવ્યું કે, માતાએ જ નવજાત બાળકીને બિલ્ડીંગથી નીચે ફેંકી હતી. નવજાત બાળકીની માતા સગીરા છે. રાત્રીના સમયે સગીરાએ બાળકીની હત્યા કરી હતી.  અનૈતિક સંબંધોમાં બાળકીનો જન્મ થયો હતો. સગીરા તેની મિત્રના માધ્યમથી પ્રેમીને મળી હતી. પ્રેમી સાથે સગીરાના સંબંધો બંધાયા હતા. સગીરાનો પ્રેમી તેની મિત્રનો પણ પ્રેમી હોવાનો ખુલાસો તેણે પૂછપરછમાં કર્યો હતો. હાલ સગીરાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ