બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / amul Dairy launch haldi milk coronavirus gujarat

કોરોના વાયરસ / લૉકડાઉનમાં અવ્વલ અમૂલ હવે કોરોના સામે લડવા માટે આવ્યુ મેદાને, શરૂ કરી આ પ્રોડક્ટ

Hiren

Last Updated: 10:58 PM, 28 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની શાન અને આ દેશનું માન એવી અમૂલ ડેરી એશિયા ખંડની સૌથી મોટી ડેરી છે. કોરોનાને કારણે હાલ દેશમાં લોકડાઉન છે. પરંતુ આ લોકડાઉન વચ્ચે એક પણ દિવસ દૂધનો સપ્લાય રોકાયો નથી. કોઈ વહેલી સવારે ચા વગર રહ્યું નથી. ત્યારે હવે કોરોના સામેની લડાઈ માટે અમુલે નવી પ્રોડક્ટ શરૂ કરી છે.

  • કોરોના સામેની લડાઈ માટે અમુલે શરૂ કરી નવી પ્રોડક્ટ
  • હળદર, કેસર અને બદામ મિશ્રિત હલ્દી દૂધનું થશે વેચાણ 
  • આદુ, તુલસી સહિતના મિશ્રિત પીણાંની શ્રેણી પણ કરશે લોન્ચ

દૂધના શોખીન અને અમૂલના ગ્રાહકો માટે ખુશ ખબર આવી છે. અમુલ દ્વારા હળદર, કેસર અને બદામ મિશ્રિત હલ્દી દૂધ(હળદરવાળું દૂધ)નું વેચાણ થશે. 200mlના રૂ.30 ભાવે અમૂલ હલ્દી દૂધનું વેચાણ કરવામાં આવશે. આ અંગે અમૂલ ડેરી જણાવવામાં આવ્યું છે કે, રોજની 2 લાખ પેક બનાવવાની ક્ષમતા છે. આદુ, તુલસી સહિતના મિશ્રિત પીણાંની શ્રેણી પણ લોન્ચ કરશે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ રૂપ થશે હલ્દી દૂધઃ સોઢી

GCMMFના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે, ‘રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હળદર જાણીતી છે. બીમારીમાં ખાસ કરીને હળદરવાળું દૂધ પીવાનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરાયો છે. હળદરવાળું દૂધ ફક્ત ભારતમાં જ નહીં વિશ્વમાં પણ Turmeric Latte તરીકે ઓળખાય છે. ઘરગથ્થુ સારવાર માટે પણ હળદરનું દૂધ જ વપરાય છે.

અમૂલ ડેરીએ એક પણ દિવસ દૂધની સપ્લાય રોકી નથી

હાલ કોરોના સામે માત્ર પોલીસ, તબીબો કે ઈમરજન્સી સેવાઓના કર્મચારીઓ જ નથી લડી રહ્યા. આ લોકડાઉનના સમયમાં દેશવાસીઓ જ્યારે ઘરમાં જ પુરાઈ રહ્યા છે ત્યારે તેમની સવારની ચા ન બગડે તેનું ધ્યાન આપણું ગુજરાત રાખી રહ્યું છે. હા આપણું ગુજરાત. દેશબંધીમાં બધુ જ બંધ છે અને અનેક વસ્તુઓ ખોરવાઈ ગઈ છે ત્યારે ગુજરાતની અમૂલ ડેરી એક પણ દિવસ દૂધની સપ્લાય રોકી નથી. અમુલના કર્મચારીઓએ સતત 24 કલાક કામ કરીને આ દેશને દૂધ પુરુ પાડ્યું છે.

ઘણી અફવાઓ લોકડાઉન સમયે ઉડી કે દૂધ નહીં મળે. તેના કારણે લોકોએ પહેલા તો પડાપડી કરી દૂધનો સ્ટોક કરી લીધો હતો. પણ આજે બધુ જ સામાન્ય થઈ ગયું છે. અને ક્યારેય દૂધનો સપ્લાય રોકાવાનો નથી. અને ન તો અમૂલની અન્ય કોઈ પ્રોડક્ટનો સપ્લાય. આ પુષ્ટી ખુદ અમૂલના મેનેજિંગ ડાયરેક્ટરે કરી હતી. ત્યારે હવે લોકડાઉન દરમિયાન અમુલે નવી પ્રોડક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ