આવું પહેલી વખત બન્યું નથી કે જ્યારે અમિતાભે ખેડૂતોની મદદ કરી હોય. ગત વર્ષે એમને ઉત્તર પ્રદેશના એક હજારથી વધારે ખેડૂતોની લોન ચુકવી હતી.
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન બિહારના 2 હજારથી વધારે ખેડૂતોની લોન ચુકવી દીધી છે. આ વાતની જાણકારી એમને પોતાના બ્લોગ દ્વારા આપી છે.
અમિતાભે લખ્યું, 'વચનને પૂરું કરવામાં આવ્યું છે. બિહારના ખેડૂતો જેમની લોન બાકી હતી. એમાંથી 2100ને પસંદ કર્યા અને ઓટીએસ (વન ટાઇમ સેટલમેન્ટ)ની સાથે રકમની ચુકવણી કરી. એમાંથી કેટલાક લોકોને જનક પર બોલાવ્યા અને શ્વેતા અને અભિશેકના હાથથી એમને આ વ્યક્તિગત રીતે આપવામાં આવ્યું.'
જણાવી દઇએ કે 'જનક' અમિતાભના બંગલાનું નામ છે. આ પહેલા બિગ બી એ લખ્યું હતું, 'આ એ લોકો માટે ભેટ છે જે લોનની ચુકવણી કરવામાં અસમર્થ છે. એ હવે બિહાર રાજ્યથી હશે.'
76 વર્ષના અમિતાભે બ્લોગમાં એવું પણ લખ્યું, 'એક બીજા વાયદો પણ પૂરો કરવાનો છે. બહાદુર દિલો જેમને દેશ માટે પુલવામામાં પોતાનો જીવ ગુમાવ્યો, એમના પરિવાર અને પત્નીઓને આર્થિક મદદ. સાચા શહીદ. '