બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Amit Shah will present the bill related to Jammu and Kashmir in the Rajya Sabha today, it has already been passed in the Lok Sabha

શિયાળુ સત્ર / આજે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ, લોકસભામાં થઈ ચૂક્યું છે પસાર

Megha

Last Updated: 09:18 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહીનો છઠ્ઠો દિવસ છે અને ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ રજૂ કરશે.

  • આજે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહીનો છઠ્ઠો દિવસ છે
  • અમિત શાહ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ રજૂ કરશે
  • જમ્મુ-કાશ્મીર સંબંધિત બંને બિલ લોકસભામાં પસાર થઈ ચૂક્યા છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે બપોરે રાજ્યસભામાં જમ્મુ-કશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 રજૂ કરશે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓ પર પણ આજે નિર્ણય આવવાનો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આજે આ અંગે પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે.

Two Kashmiri Pandits and one MLA from PoK.Home Minister Amit Shah will bring an important bill for Jammu and Kashmir in...

આજે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહીનો છઠ્ઠો દિવસ
આજે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહીનો છઠ્ઠો દિવસ છે. શુક્રવારે કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સભ્યતા રદ કરવામાં આવી હતી. લોકસભાની એથિક્સ કમિટીએ તેમનું સભ્યપદ સમાપ્ત કરવાની ભલામણ કરી હતી. મહુઆ મુદ્દે ગૃહમાં વિપક્ષ તરફથી હોબાળો પણ થયો હતો. માનવામાં આવે છે કે આજે પણ આ મુદ્દે સંસદમાં હંગામો થઈ શકે છે. 

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ રજૂ કરશે
આજે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ રજૂ કરશે. નોંધનીય છે કે જમ્મુ-કશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 લોકસભામાં પસાર થઈ ચૂક્યા છે.

આ બિલ દ્વારા સરકાર રાજ્યના વિસ્થાપિત એટલે એક કાશ્મીરી પંડિતો માટે બે બેઠકો જેમાંથી એક મહિલા અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના વિસ્થાપિત વ્યક્તિઓ માટે એક બેઠક અનામત રાખવાની જોગવાઈ કરી છે.

કાશ્મીરમાં 45 હજાર લોકોના મોત માટે કલમ 370 જવાબદાર
સાથે જ જમ્મુ-કાશ્મીર પર કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના હુમલાનો લોકસભામાં જડબાતોડ જવાબ આપતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કાશ્મીરમાં 45 હજાર લોકોના મોત માટે કલમ 370 જવાબદાર છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રદ કરવામાં આવી હતી. 

બીજી તરફ 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું, કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ કુલ 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આજે 5 જજોની બેંચ આ મામલે પોતાનો ચુકાદો આપશે. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ