બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amit Shah inaugurates Oxygen Plant in Godhra

લોકાર્પણ / પંચમહાલ-મહીસાગરના ખેડૂતોને નુકસાન નહીં થવા દઈએ: વિકાસ કામોના લોકાર્પણ બાદ અમિત શાહનું નિવેદન

Khyati

Last Updated: 01:15 PM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલના ગોધરામાં અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં આપી હાજરી.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા ગોધરા
  • પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટનું કર્યુ લોકાર્પણ
  • પંચમહાલની PDC બેંકના બિલ્ડિંગનું કર્યું લોકાર્પણ


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. તેઓ  ગોધરામાં પંચામૃત ડેરીના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.  પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટનું  ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.  આ ઉપરાંત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો. બેન્કના કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા. અહીં તેઓએ પીડીસી બેંકના બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું,. આ ઉપરાંત PDC બેંકની ત્રણ મોબાઈલ ATM વાનને લીલીઝંડી આપી હતી.

 

પંચમહાલ જિલ્લા સાથે જૂનો નાતો- અમિતશાહ 

આ પ્રસંગે અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું કે 1975માં પંચામૃત ડેરીની સ્થાપના થઇ હતી. આ જિલ્લામાં શ્વેત ક્રાંતિનું લક્ષ્ય રાખ્યુ છે. તો ખેડૂતોને સંબોધીને જણાવ્યું કેપંચમહાલ, દાહોદ, મહિસાગરના ખેડૂતોને નુકસાન નહી થવા દઇએ.મોદી સરાકરે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપ્યું  છે.સાથે એમ પણ જણાવ્યુ કે  ખાંડા થતા નફા પર લાગતો ટેક્સ સરકારે દૂર કર્યો. તેમજ  જે બટર ભાડાના સ્ટોરેજમાં રહેતુ હતુ તે હવે પંચમહાલની ડેરીમાં સ્ટોરેજ થાય છે તેમ જણાવીને પંચમહાલના ડેરી ઉદ્યોગની સફળતા ગણાવી હતી. 

 

પંચામૃત ડેરીના અન્ય પ્લાન્ટ્સનું ઇ-લોકાર્પણ

ગોધરામાં પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટની સાથે  પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ, પંચામૃત ડેરી પ્લાન્ટ (માલેગાંવ, મહારાષ્ટ્ર)નું ઈ લોકાર્પણ, મધ્યપ્રદેશના ઉજૈનમાં પંચામૃત ડેરી પ્લાન્ટનો ઈ શિલાન્યાસ કરવામાં આવ્યું. અમિત શાહની સાથે સાથે ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, પરસો્ત્તમ રૂપાલા સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.

 

નડિયાદ ખાતે આવાસોનું લોકાર્પણ

આ કાર્યક્રમ બાદ અમિત શાહ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે જશે. અહીં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બંધાયેલા આવાસોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. . કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ સમારોહ યોજાશે. રાજ્યના 25 જિલ્લાઓમાં 347 કરોડના ખર્ચે બંધાયેલા નવનિર્મિત આવાસોના લોકાર્પણ કાર્યક્રમ નડિયાદ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. લગભગ 58 જેટલી બિલ્ડિંગોનું ઈ લોકાર્પણ નડિયાદ ખાતેથી કરાશે. આ ઉપરાંત  નડિયાદ હેલીપેડ મેદાન ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત આશરે રૂ. 234.54 કરોડના ખર્ચે બનેલા 925 પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે.


આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ સંકુલનું કરશે ભૂમિપૂજન

અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે.  નારણપુરાના વરદાન ટાવરની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેના ભૂમિપૂજન માટે અમિત શાહ 29મેના રોજ અમદાવાદ આવશે.ભૂમિપૂજન કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.  વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે, લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમિત શાહ જાહેર જનતાને સંબોધન પણ કરવાના છે.  

IPLની ફાઈનલ મેચ પણ નિહાળશે

અમદાવાદ શહેરની વચ્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા રહે એ માટે બનશે. જેમાં 300 લોકો રહી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તથા 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા ઊભી કરાશે. જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટની વ્યવસ્થા હશે. આ સુવિધાના ખાતમુહૂર્ત બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ પણ નિહાળશે. જેમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો થશે. આ તકે અમિત શાહ સાથે પ્રદેશ કક્ષાના આગેવાનો પણ મેચમાં હાજરી આપશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ