બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / america said if india seeks america can help with defense supply amid russia ukraine war

રણનીતિ / મહાસત્તાની મોટી વાત: ભારતને રશિયાથી દૂર રાખવા અમેરિકાએ આપી મોટી ઓફર, કહ્યું- રશિયાના ભરોસે ન રહેતા

Pravin

Last Updated: 08:37 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન જંગ વચ્ચે અત્યાર સુધી ભારતનું વલણ તટસ્થ રહ્યું છે. જો કે, દુનિયાના દેશોની નજર ભારત મંડરાયેલી છે કે આખરે ભારત કઈ બાજૂ જશે, જો કે, રશિયા અને અમેરિકા બંને પોતપોતાની રીતે ભારતને પોતાના પક્ષમાં ખેંચવાની કોશિશ કરી રહ્યા છે.

  • રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે જંગ
  • રશિયા ક્રૂડ ઓયલને લઈને આપી છે ઓફર
  • જો કે, હવે અમેરિકા પણ ભારતે આપી રહ્યું છે મોટી ઓફર

યુક્રેન સંકટને લઈને ભારતે પશ્ચિમી દેશોની વારંવારની અપીલ કરવા છતાં પણ રશિયાના હુમલાની નિંદા નથી કરી. ભારતના આ વલણ પાછળ એક મોટુ કારણ છે સૈન્ય હથિયારોને લઈને રશિયા પર નિર્ભરતા પણ છે. અમેરિકા પણ ભારતની આ મજબૂરીને સમજે છે અને તેણે હવે ભારતને એક મોટી ઓેફર આપી છે. 

અમેરિકાએ રશિયા હથિયારોની ટિકા કરતા કહ્યું છે કે, તે ભારતને રક્ષા ક્ષેત્રમાં સહયોગ કરવા માટે ઉત્સુક છે. અમેરિકાએ કહ્યું કે, ભારતે એ વિચારવાની જરૂર છે કે, શું હથિયાર માટે રશિયા પર તેમની નિર્ભરતા બરોબર છે, કારણ કે, રશિયાની લગભગ 60 ટકા મિસાઈલ કરવાની સ્થિતિમાં નથી. અમેરિકાએ ભારતને કહ્યું છે કે, તે જોવે કે, રશિયાના હથિયારો યુદ્ધના મેદાનમાં કેટલું ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે. 

અમેરિકા પણ આપશે ભારતને હથિયાર

રાજકીય મુદ્દા પર અમેરિકાના વિદેશ સચિવ વિક્યોરિયા નુલેંડે બુધવારે જણાવ્યું હતું કે, રશિયા યુક્રેન યુદ્ધને લઈને તેમણે ભારતીય વિદેશ મંત્રી એસ, જયશંકર અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સાથે વાત કરી છે અને અમેરિકા ભારતને રક્ષા હથિયારો માટે રશિયા પર નિર્ભરતા ખતમ કરવામાં મદદ કરવા માટે તૈયાર છે. 

રશિયા અને ચીનની ગોઠડી ભારત-અમેરિકા માટે ઠીક નથી

રશિયા ચીનના સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, યુક્રેન પર હુમલાની વચ્ચે રશિયાએ ચીન પાસેથી મદદ માગી છે. તે ચીનમાંથી પૈસા અને હથિયારોની મદદ માગી રહ્યા છે. તેનાથી રશિયા અને ચીનના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. જે ન અમારા માટે સારી વાત છે અને ન તો ભારત માટે. રશિયા કેમિકલ અને જૈવિક હથિયારોના ઉપયોગને લઈને બેજવાબદારી ભર્યા નિવેદનો આપી રહ્યું છે. આવા સમયે જ્યારે અતિવાદી તાકાતો એક થઈ રહી છે, ત્યારે ભારત અને અમેરિકા જેવા લોકતાંત્રિક દેશો માટે એ જરૂરી છે કે, તેઓ એકસાથે ઉભા રહે.

વિક્ટોરિયા નુલૈંડે કહ્યું કે, અમેરિકા સમજે છે કે, ભારત રશિયા વચ્ચે ઐતિહાસિક સંબંધો રહ્યા છે, પણ એ વાત પણ એટલી જ મહત્વની છે કે, યુક્રેન રશિયા મુદ્દા પર આપણે એકસાથે ઉભા છીએ. તેમણે કહ્યું કે, રક્ષા હથિયારો માટે રશિયા પર ભારતની નિર્ભરતાને અમે પણ સમજીએ છીએ.

તેમણે કહ્યું કે, અમે ભારતના વિદેશ મંત્રી સાથે આ સંબંધમાં વાત કરી છે કે, ભારત સોવિયત સંઘ અને રશિયાની સુરક્ષા સહાયતા તે સમયથી લઈ રહ્યા છે, જ્યારે અમેરિકા અને ભારતના સંબંધો વધારે મજબૂત નહોતા. હવે નિશ્ચિત પણે સમય બદલાયો છે અને અમે ભારત સાથે રક્ષા ક્ષેત્રમાં વધારેમાં વધારે સહોયગ કરવા માટે અતિઉત્સાહી છીએ. અમેરિકા, અમારા યુરોપિય સહયોગી અને ભાગીદાર દેશો પણ આવું કરવા માટે ઉત્સુક છે.

રશિયાના હથિયારો પર સવાલો ઉઠાવ્યા

અમેરિકી વિદેશ સચિવે આગળ કહ્યું કે, અમે આ તથ્ય વિશે પણ વાત કરી છે કે, શું રશિયા વાસ્તવમાં ભારત માટે એક વિશ્વસનિય રક્ષા પુરુ પાડે છે ? શું આપ એવા દેશ પાસેથી રક્ષા હથિયારો ખરીદવા માગશો ? જુઓ કે, યુદ્ધના મેદાનમાં રશિયાના હથિયારો કેટલુ ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે. હવામાં વાર કરનારી લગભગ 60 ટકા મિસાઈલો કામ નથી કરતી. રશિયાને સંઘર્ષમાં આઠલી જલ્દી હથિયારોનું ભારે નુકસાન થયું છે. 

તેમણે એવું પણ કહ્યું કે, તો પછી સવાલ એ થાય છે કે, રશિયા પાસે કોઈને આપવા માટે હથિયાર હશે ? જો અમે રશિયા સાથે લડવા માટે યુક્રેને હથિયાર આપી શકતા હોઈએ તો, શું ભારતને ન આપી શકીએ. શું આપ પુતિન જેવા માણાસ પર નિર્ભર નહીં રહેવા માગતા હોવ ? ત્યારે આવા સમયે વિકલ્પ બનવા માટે અમે ખૂબ ઉત્સાહી છીએ.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, આ પ્રક્રિયામાં તો ઘણો સમય લાગી શકે છે, તો તેમે જવાબ આપ્યો કે, અમે એક પ્રક્રિયાને છોડીને આગળ વધી નથી રહ્યા. પણ અમે કેટલાય તબક્કામાં આના પર ખૂબ જ સારી રીતે વાતચીત કરી રહ્યા છીએ.અને અમે જોઈશું કે, આગળ તેનું શું નિરાકરણ નિકળે છે. પણ આ વાત આપણા મજગમાં છે કે, જો અમે ભારત સાથે મળીને વધારે આગળ વધવા માગીશું તો એક પ્રક્રિયા અંતર્ગત આપણે આગળ વધવાનું રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ