બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / AMC is continuously working to provide road facilities

સુવિધા / પ્રિ-મોન્સુનનો પ્લાન: અમદાવાદીઓને ચાલુ વર્ષે ચકાચક રસ્તાની ભેટ મળશે, આ વિસ્તારોમાં રસ્તાના સૌથી વધુ થશે કામ

Dinesh

Last Updated: 06:18 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગરિકોને મોટરેબલ રોડ મળી રહે તે માટે અમે સતત જાગૃત હોઈ ચાલુ વર્ષે રૂ. 938 કરોડના ખર્ચે રોડને રી-સરફેસિંગ કરાશે. છેલ્લા નાણાકીય વર્ષમાં રૂ.350 કરોડથી વધુના ખર્ચે રોડને રી-સરફેસ કરાયા હતા.

  • રસ્તાની સુવિધા પૂરી પાડવા AMC સતત કાર્યરત
  • નવા મ્યુનિ. કમિશનર  રોડ રી-સરફેસિંગનાં કામોને વિશેષ મહત્ત્વ આપી રહ્યા છે
  • 2023-24 દરમિયાન રૂ.938 કરોડના ખર્ચે જંગી ખર્ચે 328 રોડને ચકાચક કરવાનું આયોજન 


અમદાવાદના શહેરીજનો માટે સારા રસ્તાની સુવિધા પૂરી પાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ સતત કાર્યરત રહે છે. તેમાં પણ નવા મ્યુનિ. કમિશનર તરીકે જવાબદારી સંભાળવાની સાથે જ એમ. થેન્નારસન ખાસ કરીને રોડ રી-સરફેસિંગનાં કામોને વિશેષ મહત્ત્વ આપી રહ્યા છે. ભાજપના શાસકો પણ આ કામોને અગ્રતા આપી રહ્યા હોઈ વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન રૂ.938 કરોડના ખર્ચે જંગી ખર્ચે 328 રોડને ચકાચક કરવાનું આયોજન ઘડી કઢાયું છે. ખાસ કરીને ચોમાસાના સમયગાળામાં ડામર અને પાણી વચ્ચે વેર હોઈ રસ્તા પર ખાડા પડતા હોય છે. ચોમાસામાં રસ્તા બિસમાર થવાથી સ્વાભાવિકપણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે, પરંતુ રોડના રિપેરિંગની કામગીરી જેવી કે માઇક્રો સરફેસિંગ, રી-સરફેસિંગ વગેરે માટે વરસાદ થંભી જાય તેની રાહ જોવી પડે છે. એટલે કે નવરાત્રીના ઉત્સવની ઉજવણી પતી ગયા બાદ શહેરમાં રોડ રી-સરફેસિંગનાં કામોનો ધમધમાટ શરૂ થાય છે. તંત્ર દિવાળીના સપરમા તહેવારોમાં લોકોને ખાડામુક્ત રોડ મળે તે દિશામાં શક્ય તેટલા પ્રયત્નો કરે છે. 

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજન
રોડ રી-સરફેસિંગનાં કામો પાછળ દર વર્ષે મ્યુનિસિપલ તિજોરીમાંથી આશરે 350 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. આ કામો અગત્યનાં હોઈ તેને દર વર્ષની ૧૫મી જૂન પહેલાં શક્ય તેટલા વધારે પૂર્ણ કરવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ રૂ.937.95 કરોડના ખર્ચે કુલ 328 રોડને રી-સરફેસિંગ કરવાની કામગીરી નક્કી કરી છે. તંત્રના આયોજનને   તપાસતાં જોધપુર, વેજલપુર, સરખેજ અને  મક્તમપુરા વોર્ડનો સમાવેશ ધરાવતા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ.478.17 કરોડના ખર્ચે કુલ 41 રોડને નવા રંગરૂપ અપાશે. ત્યાર બાદ રોડ પ્રોજેક્ટના રૂ.205.83 કરોડના ખર્ચે કુલ 33 રોડને તૈયાર કરાશે. ઝોનવાઇઝ રોડનાં કામ પાછળ ખર્ચાનારી રકમને જોતાં પૂર્વ ઝોનમાં રૂ.76.10 કરોડ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રૂ.53.58 કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂ. 46.87 કરોડ, ઉત્તર ઝોનમાં રૂ.36.14 કરોડ, દક્ષિણ ઝોનમાં રૂ.29.68 કરોડ અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા રૂ. 11.58 કરોડના ખર્ચે રોડનું રી-સરફેસિંગ કરાશે.

દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 68 રોડ બનશે
હવે રોડની સંખ્યા બાબતે તંત્રના આયોજનની વિગત તપાસતાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 68 રોડ, પૂર્વ ઝોનમાં 48, પશ્ચિમ ઝોનમાં 46, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 41-41, ઉત્તર ઝોનમાં 29, રોડ પ્રોજેક્ટના 33 અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા 22 રોડનું આયોજન નક્કી કરાયું છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ ચાલુ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન શહેરના કુલ 204.69 કિલોમીટર લંબાઈના રોડને રી-સરફેસ કરશે, જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 31.855 કિ.મી. રોડ, રોડ પ્રોજેક્ટના 40.377 કિ.મી., પશ્ચિમ ઝોનના 26.755 કિ.મી., ઉત્તર-પશ્ચિમ ઝોનના 25.358 કિ.મી., પૂર્વ ઝોનના 25.270 કિ.મી., ઉત્તર ઝોનના 22.530 કિ.મી. અને મધ્ય ઝોનના સૌથી ઓછા 8.390 કિ.મી. લંબાઈના રોડને તંત્ર દ્વારા રી-સરફેસ કરવામાં આવશે.

નાગરિકોને સારા રોડની ભેટ 
તા. 1 એપ્રિલથી 10 એપ્રિલ - 2023 સુધીનો રોડ રી-સરફેસિંગનો તંત્રનો સત્તાવાર રિપોર્ટ દર્શાવે છે કે શહેરના રોડને સારી ગુણવત્તાવાળા બનાવવા માટે વર્ષના પ્રારંભથી જ ઈજનેર વિભાગે કવાયત આદરી છે,   જેના કારણે રૂ. 47.93 કરોડના ખર્ચે 12 રોડની કામગીરી પૂર્ણ કરાઈ છે.જે હેઠળ દક્ષિણ-પશ્ચિમ ઝોનના છ, પશ્ચિમ ઝોનના ત્રણ, રોડ પ્રોજેક્ટના બે અને ઉત્તર-પશ્ચિમ ઝોનના એક મળીને કુલ 7.940 કિ.મી. લંબાઈના રસ્તા ચકાચક થઈ ગયા છે. 
જ્યારે શહેરના 82 રોડની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે, જેની પાછળ મ્યુનિ. તિજોરીમાંથી રૂ.351.69 કરોડ ખર્ચાશે. આ કામગીરી બાદ શહેરના 73.264 કિ.મી. લંબાઈના રોડ સારા બની જશે. આમ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનની ચીવટના પગલે અત્યારથી તંત્ર નાગરિકોને સારા રોડની ભેટ આપવા જઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા આગામી તા. 31 મે સુધીમાં શહેરના 127 બાકી રોડને રિ-સરફેસ કરવાની તાકીદ કરાતા તંત્ર હરકતમાં આવ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ