બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / AMC announces Unlock-1 new guideline Ahmedabad coronavirus

UNLOCK 1 / AMCની નવી ગાઈડલાઈનઃ આવતીકાલથી અમદાવાદના તમામ બ્રિજને ખુલ્લા મુકી દેવાશે, પરંતુ...

Hiren

Last Updated: 07:16 PM, 31 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અનલૉક-1ને લઈ AMCએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં શહેરના લોકોને ઘણી છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે છૂટછાટ આપતા AMCએ નિર્ણય લીધો છે. શહેરમાં કેટલાંક સમયથી બંધ કરી દેવામાં આવલા બ્રિજને પણ ખુલ્લા મુકવાનો નિર્ણય કર્યો છે. શહેરના તમામ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લા થશે.

  • AMCએ બહાર પાડી ગાઈડલાઈન
  • શહેરના તમામ બ્રિજ ખુલ્લા મુકાશે
  • કન્ટેઈનમેન્ટમાં અમૂક છૂટછાટ

ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોનમાં પણ છૂટછાટ આપે તેવી પણ રણનીતિ બનાવી છે. કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરશે. કન્ટેનમેન્ટ વોર્ડમાં સંક્રમિત વિસ્તારોનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે અને ત્યા કોઈ પ્રકારની છૂટ આપવમાં આવશે નહીં. આ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર શાકભાજી, દૂધ અને દવા જ મળશે. અન્ય કોઈ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં.

મહત્વનું છે કે, સમગ્ર રાજ્યમાં બસ સેવા શરૂ થશે. સરકારની સૂચના બાદ અમદાવાદ ડિવિઝન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલથી ST અને AMTS અને BRTS સેવાઓ શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ ડિવિઝનની બસ ચાલુ થાય તે પહેલાં સેનેટાઈઝ કરવામાં આવી છે. તો વર્કશોપમાં બસની સાફ-સફાઈ શરૂ કરાઇ છે. જમાલપુર કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી કઈ રીતે સંચાલન કરવું તેનું આયોજન કરાશે. સરકારના નિયમ પ્રમાણે બસને ચલાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રાલયે લૉકડાઉન 5.0ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. આ અંતર્ગત કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે છૂટ આપવામાં આવશે. તમામ કન્ટેન્મેન્ટ ઝોનની બહાર તમામ છૂટ મળશે. ગાઇડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે. દેશમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચાલું રહેશે. હોટલ, ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ 8 જૂનથી ખોલી દેવામાં આવશે. સરકારે શરતો સાથે હોટલ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી આપી છે. રાજ્યો ઇચ્છી રહ્યા હતા કે મૉલ પણ ખોલવામાં આવે તો તે પણ તબક્કાવાર રીતે ખોલવામાં આવશે. જો કે, મોલમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જરૂરી રહેશે. તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા-આવવાનો પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો છે. રાજ્યમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઇ શકાશે. પરંતુ તેમા પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર હજુ પ્રતિબંધ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ