બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal Patel's prediction about the rains in Gujarat came out in August

મેઘાની જમાવટ / 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, નદીઓમાં ઘોડાપૂર..., જુઓ શું કહે છે અંબાલાલ પટેલ

Malay

Last Updated: 11:22 AM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે.

  • અંબાલાલની વધુ એક આગાહી 
  • ઓગસ્ટમાં રહેશે વરસાદી માહોલ 
  • મુંબઈમાં ભારે વરસાદની આગાહી 
  • નદીઓમાં ઘોડાપૂરની શક્યતા

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ઠેર-ઠેર મેઘતાંડવ સર્જીને લોકોને રીતસર ત્રાહિમામ પોકારાવી દીધો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરામતાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી. સામાન્ય જનજીવન અસ્તવસ્ત થઈ ગયું હતું અને હજુ પણ કેટલાક સ્થળોએ લોકોની રોજબરોજની જિંદગી પાટા પર ચઢી નથી. ત્યાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ પડશે. 

અરબ સાગરમાં ઊભું થશે ચક્રવાત! અંબાલાલ પટેલે કરી આંધી અને વંટોળની આગાહી, જુઓ  કયા વિસ્તારો માટે ઍલર્ટ | A cyclone will arise in the Arabian Sea! Ambalal  Patel predicted ...

27 જુલાઈથી 5 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશેઃ અંબાલાલ
વરસાદ અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 26 જુલાઈએ એટલે કે આજે ઓરિસ્સાના દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાશે, જેની અસર દેશનાં પશ્ચિમ ભાગમાં થશે. આજે દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થશે. 26, 27 અને 28 તારીખે પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

હજુ પણ ગુજરાતમાં સારો વરસાદ આવશેઃ અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ આવશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવવલીમાં વરસાદ થશે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે નર્મદા અને તાપીના જળસ્તરમાં પણ વધારો થશે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં 100કિમી/ કલાકની ઝડપે પવન ફૂકાશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

હવામાન વિભાગે કરી છે આગાહી
સ્થાનિક હવામાન  વિબાગે કરેલી આગાહી મુજબ ગુજરાત પર હવે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત છે, જોકે વરસાદે પૂરેપૂરી વિદાય લીધી નથી. ત્રીજા રાઉન્ડના વરસાદમાં હજુ પણ કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે.  એક તરફ રાજ્યમાં વરસાદનું જોર ઓછું થવાનું છે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે, બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાંતોએ 27 જુલાઈથી 5 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.  
 
ગુજરાતમાં સિઝનનો 71.67 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો આજદિન સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં 132.37 ટકા, સૌરાષ્ટ્રમાં 105.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 61.02 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57.60 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 55.30 ટકા વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની સરેરાશ 71.67 ટકા જેટલી થઈ ગઈ છે. 


 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ