બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Ambalal Patel made a big prediction of cyclone with Mawtha in Gujarat

હવામાન / અંબાલાલની આગાહી: ગુજરાતમાં માવઠા સાથે વાવાઝોડાની એન્ટ્રી! સૌરાષ્ટ્ર-દક્ષિણમાં પડશે ભારે વરસાદ, જાણો તારીખ

Malay

Last Updated: 03:28 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: મેઘરાજા ખમૈયા કરવાનું નામ જ નહીં લઈ રહ્યા, રાજ્યમાં અપ્રિલ મહિનામાં શ્રાવણ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી મહિનામાં પણ કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

 

  • મે મહિનામાં પણ કમોસમી વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી 
  • દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ આવશેઃ અંબાલાલ

માર્ચ મહિનામાં જ્યાં ઉનાળાની શરુઆત થતી હોય છે પરંતુ ચોમાસાની શરુઆત થઈ હોય તેવું વાતાવરણ રહ્યું હતું, રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. તો એપ્રિલ મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં મે મહિનામાં પણ વાતાવરણમાં મોટા પલટાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આજથી 5 મે સુધી રહેશે વરસાદી માહોલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, એપ્રિલ બાદ મે મહિનામાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી 5 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતાઓ છે.

અરબ સાગરમાં આવશે ચક્રવાત
તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે વચ્ચે ચક્રવાત આવશે. તો 25 મેથી 10 જૂન વચ્ચે આરબ સાગરમાં ચક્રવાત આવશે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડશે. તો 8 જૂને દરીયામાં હલચલ વધશે. 

જુઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કહ્યું?


હવામાન વિભાગે પણ કરી છે આગાહી
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેને લઇ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. 

આજે અહીં ખાબકી શકે છે વરસાદ
આજે એટલે 29 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત,  વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. જેને પગલે આજે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે.

આ જિલ્લાઓમાં આવતીકાલે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે 30 એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ, નર્મદામાં વરસાદની આગાહી છે. તો 1 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠું પડી શકે છે.  કમોસમી વરસાદને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ