બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Ambalal forecast: Mavtha will enter Gujarat again, after this date the temperature will rise in the state.

BIG NEWS / અંબાલાલની આગાહી: ફરીવાર ગુજરાતમાં થશે માવઠાની એન્ટ્રી, આ તારીખ બાદ રાજ્યમાં વધશે તાપમાનનો પારો

Vishal Khamar

Last Updated: 03:50 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં તા.22 થી 26 દરમ્યાન માવઠીના આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 13 ફેબ્રુઆરીથી વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થશે તેવી આગાહી કરવામાં આવી છે.

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી
  • 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી
  • 2023નો ઉનાળો આકરો બની રહેશે- અંબાલાલ પટેલ
  • મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા- અંબાલાલ 
વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. 22 થી 26 ફેબ્રુઆરી દરમ્યાન માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમ પવનો વધવાની શક્યતા જોવા મળી રહી છે. 

અંબાલાલ પટેલ

19 અને 20 ફેબ્રુઆરીએ થશે ગરમીમાં વધારો
ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં ગરમીની સીઝન શરૂ થઈ રહી છે. ત્યારે વર્ષ 2023 નો ઉનાળો આકરો બની રહેવાની સંભાવના પણ અંબાલાલે વ્યક્ત કરી છે. તેમજ ગરમી સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ છે. ત્યારે 19 અને 20 ફેબ્રુઆરીથી ગરમીમાં વધારો થશે અને મહત્તમ તાપમાન 37 ડીગ્રી રહેવાની સંભાવના પણ છે. 

લોકોએ આકરો ઉનાળો સહન કરવો પડે તેવી આગાહીઃહવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રવાસીઓએ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. આ સીઝનમાં નાગરિકોને ત્રણ ઋતુનો અનુભવ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવે છે. ભર શિયાળામાં લોકોએ ચોમાસાની ઋતુનો અનુભવ કર્યો છે. ત્યારે હવે હવામાન પલટાતા લોકોએ આકરો ઉનાળો સહન કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધવાની સંભાવનાઓ છે. તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ