બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / amazon pay accepting rs 2000 notes at doorstep know about service

ફાયદાની વાત / ખરેખર! શું ઘરે બેઠાં પણ બદલી શકાશે 2000ની નોટ, જાણો કઇ રીતે

Arohi

Last Updated: 10:56 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amazon Pay: 2000 રૂપિયાની નોટ બદલવા માટે હવે તમારે બેંક સુધી નહીં જવુ પડે. આ રીતે તમે ઘરે બેઠા પણ 2000 રૂપિયાની નોટ બદલી શકો છો. જાણો રીત...

  • ઘરે બેઠા બદલી શકાશે 2000ની નોટ 
  • બેંક સુધી જવાની નહીં રહે જરૂર
  • જાણો કઈ રીતે ઉઠાવશો આ નવી સર્વિસનો લાભ 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત ગયા મહિને કરી હતી. જોકે આ નોટ હાલ પણ લિગલ છે અને યુઝર્સની પાસે તેને એક્સચેન્જ કરવાનો સમય છે. બેંકે યુઝર્સને 30 સપ્ટેમ્બર 2023 સુધી આ નોટને એક્સચેન્જ કરવાનો ઓપ્શન આપ્યો છે. પર્યાપ્ત સમય હોવા છતાં બેંકના ચક્કર લગાવવા ઘણા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે. 

ઘરે બેઠા જમા કરાવી શકો છો નોટ 
એવામાં Amazonએ પોતાના કસ્ટમર્સ માટે એક ખાસ સર્વિસની જાહેરાત કરી છે. Amazon Pay સર્વિસની મદદથી 2000 રૂપિયાની નોટ પોતાના ઘરે બેઠા જમા કરાવી શકાશે. 

એકાઉન્ટમાં થઈ જશે એડ 
આ સર્વિસ હેઠળ યુઝર્સ પોતાની 2000 રૂપિયાની નોટને ડિલીવરી એજન્ટની પાસે જમા કરાવી શકે છે. તેના બદલે પૈસા યુઝર્સના Amazon Pay એકાઉન્ટમાં એડ થઈ જશે. 

કેટલી છે લિમિટ?
ધ્યાન રહે કે Amazonની આ સર્વિસ ફક્ત KYC પુરૂ કરનાર કન્ઝ્યુમર્સ માટે જ ઉપલબ્ધ છે. કંપનીની માનીએ તો યુઝર્સ 50 હજાર રૂપિયા સુધી દર મહિને જમા કરી શકે છે. 

કઈ રીતે કરી શકાય છે એક્સચેન્જ? 
કંપનીએ જણાવ્યું છે કે આ સર્વિસને યુઝ કરવા માટે યુઝર્સને સામાન્ય રીતે સામાન ઓર્ડર કરવાનો રહેશે. તેના બાદ યુઝર્સને કેશ ઓન ડિલીવરીનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 

ડિલીવરી એજન્ટની પાસે જમા કરાવી દો 
ડિલીવરીના ટાઈમ પર તમે પોતાના એડિશનલ કેશ એજન્ટની પાસે જમા કરી શકો છો. આ એકાઉન્ટને પોતાના એકાઉન્ટમાં જોડી શકો છો. આ એકાઉન્ટને તમારા એકાઉન્ટમાં જોડી દેવામાં આવશે. 

ક્યાં કરી શકાય છે યુઝ? 
તેનો ઉપયોગ તમે પેમેન્ટ કે શોપિંગમાં સરળતાથી કરી શકો છો. આ પૈસાનો ઉપયોગ તમે એવી રીતે કરી શકો છો જેમ કે કોઈ અન્ય ડિજિટલ વોલેટ માટે કરો છો. 

ટ્રાન્સફર પણ કરી શકો છો 
તમે આ પૈસાને Amazon UPI IDની મદદથી ટ્રાન્સફર પણ કરી શકો છઓ. કુલ મળીને ફીચર તમને 2000 રૂપિયાની નોટ જમા કરવાની સરળ રીત આપશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ