બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / amalaki ekadashi 2024 vrat rules know what to do or what not

ધર્મ / આમલકી એકાદશી એટલે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનું વ્રત, જાણો આ દિવસે કયા મંત્રોનો જાપ નીવડશે ફળદાયી

Arohi

Last Updated: 10:56 AM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amalaki Ekadashi Vrat Rules: બધી એકાદશીની જેમ આમલકી એકાદશી પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે આંબળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્યક્તિને સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વ્રત કરવાના અમુક નિયમ છે જેને ધ્યાનમાં રાખવા ખાસ જરૂરી છે.

હિંદૂ ધર્મમાં એકાદશી તિથિનું ખાસ મહત્વ હોય છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવનાર એકાદશી બધી એકાદશીથી અલગ અને ખાસ હોય છે કારણ કે આ એકમાત્ર એકાદશી છે જેના પર ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.

આ દિવસે ભોલેનાથ માતા પાર્વતીને કાશી લઈને ગયા હતા. ભોલેનાથના કાશી આવવાની ખુશીમાં લોકોએ તેમના પર ફૂલોની વરસાદ કર્યો અને રંગ, ગુલાલ લગાવ્યું હતું. માટે કાશી અને અમુક જગ્યાઓ પર તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે. 

ક્યારે છે આમલકી એકાદશી? 
હિંદૂ પંચાંગ અનુસાર આમલકી એકાદશીનું વ્રત ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ રાખવામાં આવે છે. જે આ વર્ષે 20 માર્ચે છે. આ દિવસે વિધિવત રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને વ્રત કરવામાં આવે છે. એવામાં જાણો આમલકી એકાદશીના દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ. 

આમલકી એકાદશી વ્રતમાં શું ખાવું જોઈએ? 

  • આમલકી એકાદશીના દિવસે આંમળાથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ. આ દિવસે આંમળાનું સેવન કરવાથી વ્યક્તિને અક્ષય ફળોની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે જ સ્વાસ્થ્ય સાથે સંબંધિ મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે. 
  • આમલકી એકાદશીના દિવસે કોળાનું સેવન જરૂર કરવું જોઈએ. માન્યતા છે કે એવું કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. 
  • આમલકી એકાદશીના દિવસે શક્કરીયાનું સેવન કરવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. માટે આ દિવસે આમલકી એકાદશી પર શક્કરીયાનું સેવન કરો. 
  • આમલકી એકાદશીના દિવસે નારિયેળનું સેવન જરૂર કરવું જોઈએ. એવી માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. 
  • આમલકી એકાદશીના દિવસે સાબુદાણા ખાવાથી પણ લાભ થાય છે. જો આમલકી એકાદશીના દિવસે તમે ભોજન બનાવી રહ્યા છો તો તે આંમળાના ઝાડની નીચે બેસીને બનાવીને ખાવું જોઈએ. કહેવાય છે કે તેનાથી બેગણા ફળની પ્રાપ્તિ થઈ શકે છે. 

આમલકી એકાદશીના દિવસે શું ન ખાવું જોઈએ?

  • આમલકી એકાદશીના દિવસે માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે તેનાથી અશુભ પરિણામ મળી શકે છે. આમલકી એકાદશીના દિવસે ડુંગળી, લસણ અને મસૂર દાળનું સેવન ન કરવું જોઈએ.
  • આમલકી એકાદશીના દિવસે શલજમ, કોબી અને પાલક ન ખાવા જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી નુકસાન થઈ શકે છે. 
  • આમલકી એકાદશીના દિવસે મીઠા પાનનું સેવન ન કરવું જોઈએ. એવું કરવાથી વ્યક્તિને શુભ પરિણામ નથી મળતા. 

વધુ વાંચો: શું તમને પણ સપનામાં દેખાય છે આ 5 ચીજ? તો સમજી જવું ખુલી જશે ભાગ્યના દ્વાર

આમલકી એકાદશી પર આ મંત્રોનો કરો જાપ 
આમલકી એકાદશીના દિવસે આંમળાના ઝાડની પૂજા કરતી વખતે આ મંત્રોનો જાપ જરૂર કરો. 

ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।।

ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान। यस्य स्मरेण मात्रेण ह्रतं नष्टं च लभ्यते।।

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ