બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / All the schools of Gandhinagar Lok Sabha will become unique smart schools

નિર્ણય / ગાંધીનગર લોકસભાની તમામ શાળા બનશે અનુપમ સ્માર્ટ સ્કૂલો, AMCની બેઠકમાં નિર્ણય

Vishal Khamar

Last Updated: 10:31 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી પ્રાથમિક શાળા સ્માર્ટ કરાશે. સ્માર્ટ શાળાઓને પગલે અંદાજીત 33 હજાર બાળકોને લાભ મળશે. બાકી રહેલી 25 શાળા સ્માર્ટ શાળા બનશે.

લોકસભાની ચૂંટણીને જાહેર થવામાં હવે ગણતરીના દિવસો જ ગણાઈ રહ્યા છે માર્ચના પ્રથમ અથવા તો બીજા અઠવાડિયામાં લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે તમામ સાંસદો દ્વારા પોત પોતાના મત વિસ્તારોમાં વિકાસના કામોના લોકાલ પણ અને નવી જાહેરાતો પણ ચૂંટણી આચારસંહિતા લાગે તે પહેલા જ કરવામાં આવી રહી છે.

ગાંધીનગર લોકસભા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વના નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ હોય અને ત્યાં ગાંધીનગર લોકસભા ની હદ લાગતી હોય તેવી તમામ સરકારી શાળાઓને સ્માર્ટ શાળા બનાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે 37 કરોડના ખર્ચે ૨૫ જેટલી શાળાઓને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવશે અને આ શાળાઓ ફક્ત 10 માર્ચ પહેલા તૈયાર કરી દેવામાં આવશે. હાલમાં અમદાવાદ માં કુલ ૬૭ જેટલી સ્માર્ટ શાળાઓ તૈયાર કરવામાં આવી છે. 

ફાઈલ ફોટો

29 શાળાઓને 29 કરોડનાં ખર્ચે સ્માર્ટ શાળા બનાવવામાં આવી
ભારત સરકારનાં ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહનો મત વિસ્તાર કે જેની અંદર ઘાટલોડિયા વિધાનસભા,  વેજલપુર વિધાનસભા, સાબરમતી વિધાનસભાની અંદર અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત 68 જેટલી સ્કૂલો આવેલી છે. આ સ્કૂલો જે છે. ગુજરાતી મીડિયમ, અંગ્રેજી મીડિયમ, હિન્દી મીડિયમમાં ચલાવવામાં આવે છે. આ જે 68 શાળાઓ આવેલી છે. એમાંથી 48 કરોડનાં ખર્ચે 29 જેટલી સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે. 

વધુ વાંચોઃ ગુજરાત પોલીસમાં નવા 650 IT એક્સપર્ટની નિમણૂક કરશે સરકાર, મહેકમ અંગે પણ હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત

ગાંધીનગર સંસદીય મત વિસ્તારની 25 શાળાઓને અનુપમ સ્માર્ટ શાળા બનશે
આવનારા સમયગાળા દરમ્યાન ગાંધીનગર સંસદીય મત વિસ્તારની બીજી 25 શાળાઓને અનુપમ સ્માર્ટ શાળા બનાવવાનું અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નિર્ણય કર્યો છે. તેમજ તેના માટેની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. પરિણામે 18 હજાર કરતા વધારે જે બાળકો છે. 25 સ્કૂલોમાં ભણતાએ બાળકોને લાભ મળશે. આમ કુલ 33 હજાર જે બાળકો છે. એને અનુપમ પ્રાથમિક શાળા સ્માર્ટ શાળાનો લાભ મળશે. આમ ગાંધીનગરની જે તમામ શાળાઓ છે. એ ટોટલી અનુપમ શાળા એટલે કે સ્માર્ટ શાળા બને તે માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ