બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Alisbridge of Ahmedabad will be transformed

પ્રોજેક્ટ / રૂ. 27 કરોડના ખર્ચે અમદાવાદના એલિસબ્રિજની કરાશે કાયાપલટ, લોકો બેસી શકે તેવું આયોજન

Vishal Khamar

Last Updated: 12:31 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદને દેશનું હેરિટેજ સીટી તરીકે ગણવામાં આવે છે. પરંતું અમદાવાદ શહેરનાં હેરિેટેજ બ્રિજ એવા એલીસબ્રિજના સ્ટ્રક્ચરને મજબૂત અને રિપેર કરવા માટે એએમસી દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં એલિસબ્રિજનું રીસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરાશે.

અમદાવાદનાં ઐતિહાસિક 130 વર્ષ જૂના હેરિટેજ એલિસબ્રિજને રૂા. 26.78 કરોડનાં ખર્ચે મજબૂત કરવામાં આવશે. એલિસબ્રિજને મજબૂત કર્યા બાદ વચ્ચેનો ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આક્ટિક્ચરલ એલીમેન્ટસ અંતર્ગત બ્રિજ પર ડેકોરેટીવ પ્લાન્ટેશન તથા બેઠક વ્યવસ્થા હશે. હેરિેટેજ સ્થળ તરીકે પણ આ બ્રિજને વિકસાવવામાં આવી રહ્યો છે. 

હાલમાં એલિસ બ્રિજ ની પરિસ્થિતિ જર્જરિત 
મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં એલિસબ્રિજને સ્પેશ્યલ સ્ટ્રેધનિંગ અને રિસ્ટોરેશન કરવા અંગેની દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં 132 વર્ષ જૂના સ્ટીલ સ્ટ્રક્ચરનો બ્રિજ ખૂબ જ જૂનો તેમજ જર્જરિત થયો હોવાથી કન્સલ્ટન્ટનાં રિપોર્ટ બાદ જ બ્રિજને સ્પેશ્યલ સ્ટ્રેધનિંગ અને રિસ્ટોરેશન કરવાની જરૂરીયાત જણાતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 27 કરોડનાં ખર્ચે એલીસબ્રિજ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે. 

બ્રિજને મજબૂત કરવા માટે ગર્ડરના જોઇન્ટ બદલવામાં આવશે 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર 132 વર્ષ પહેલા બનાવેલ સ્ટીલ સ્ટ્રક્ચનો એલિસબ્રિજ રૂા. 4 લાખમાં બનાવવામાં આવ્યો હતો. ત્યારે એલિસબ્રિજની પહોળાઈની 6.25 મીટર જ્યારે લંબાઈ 433.41 મીટર છે.

વધુ વાંચોઃ વિવાદિત ટિપ્પણી કરનારાઓની હવે ખેર નહીં, ATS સહિતના યુનિટ ગતિવિધિઓ પર રાખશે બાજ નજર

એક્ષપર્ટ પાસે રિપોર્ટ તૈયાર કરાવ્યા બાદ નિર્ણય લેવાયો
એલિસબ્રિજને થયેલ નુકસાન અંગેનો રિપોર્ટ એક્ષપર્ટ પાસે તૈયાર કરાવ્યા બાદ કોર્પોરેશન દ્વારા બ્રિજને રીસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રેધનિંગ કામગીરીમાં મુખ્ય ટ્રસનાં જોઈન્ટ રીપેર કરાશે. તેમજ ગર્ડર, સ્ટ્રીન્જર્સ તેમજ જોઈન્ટ બદલવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ