બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Units including ATS will keep a close eye on the activities

એક્શન / વિવાદિત ટિપ્પણી કરનારાઓની હવે ખેર નહીં, ATS સહિતના યુનિટ ગતિવિધિઓ પર રાખશે બાજ નજર

Vishal Khamar

Last Updated: 10:40 AM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં શાંતિ ડહોળાય તેવા વીડિયોને લઈ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે ધાર્મિક કાર્યક્રમો તેમજ નેતાઓનાં ભાષણ પર પોલીસ દ્વારા હવે સતત વોચ રાખવામાં આવશે.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમોમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેને લઈ હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સામાજિક શાંતિ ડહોળાય તેવા વીડિયો પર હવે પોલીસની નજર રહેશે. તેમજ ધાર્મિક સંતો, ડાયરાના કલાકારો, નેતાઓનાં વીડિયો પર હવે પોલીસ વોચ રાખશે. તેમજ એટીએસ, સીઆઈડી ક્રાઈમ, સાયબર ક્રાઈમનાં યુનિટ તમામ ગતિવિધિઓ પર નજર રાખશે. 

થોડા દિવસ પહેલા મૌલવી સલમાન અઝહરી દ્વારા ભડાકાઉ ભાષણ આપતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે મૌલવી સલમાન અઝહરીની પાસે હેઠળ અટકાયત કરી તેને ગત રોજ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ખસેડવામાં આવ્યો છે. મૌલાનાને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવી રહ્યો હોવાની તૈયારીના ભાગરૂપે રાવપુરા પોલીસ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે જેલ બહાર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Maulana Salman who gave an inflammatory speech in Gujarat was detained under the cover

ધાર્મિક વાતાવરણ ન બગડે તે માટે હાઈ સિક્યુરિટીમાં રખાયો
ત્યારે મૌલાનાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યા હોવાના સમાચાર વાયુ વેગે તેમનાં સમર્થકોમાં ફેલાઈ જતા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મૌલાનાનાં સમર્થકોની ભારે ભીડ જામી હતી.  હાલ મૌલાનાને સરકારા ગાઈડલાઈન પ્રમાણે ક્વોરન્ટાઈન બેરેકમાં રાખવામાં આવશે. તેમજ જેલમાં ધાર્મિક વાતાવરણ ન બગડે તે માટે મૌલાનાને હાઈ સિક્યુટિરીમાં રખાયો હતો. 

ગીગા ભમ્મરનો વધુ એક બફાટ
થોડા સમય પહેલા ભાવનગરના કાર્યક્રમમાં ગીગા ભમ્મરે બફાટ કર્યો છે. તેમણે કહ્યું કે, સુરતના રૂપિયાને દાનમાં ન લેવા જોઈએ. ગીગા ભમ્મરના બફાટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા ગીગા ભમ્મરે ચારણ ગઢવી સમાજ પર બફાટ કર્યો હતો. જેનો વિવાદ માંડ માંડ શાંત થયો છે ત્યારે ફરી એકવાર તેમના બફાટનો વીડિયો વાયરલ થયો હતો. 

વધુ વાંચોઃ PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, આવતીકાલે સૌરાષ્ટ્રને આપશે કરોડોના વિકાસકાર્યોની ભેટ

'કોઈ રાજકારણ જાણતા ન હતા ત્યારે હું રાવણ હતો'
વીડિયોમાં ગીગા ભમ્મર જણાવી રહ્યાં છે કે, સુરત પૈસા ખૂબ ખરાબ છે, હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું. સુરતના પૈસા એટલે કે, 15થી 20 ટકાના પૈસા હોય છે. જે તમામ બગાડી દે છે. જે પૈસાના કારણે એકય દીકરીને બાળક નહી થાય. તે પૈસા દેહ વ્યપારના પૈસા હોય છે. યાદ રાખજો સુરતમાં કોઈ રહેવા ન જતા. પાછા આવી જાઓ અહીં બે ભેસ વધારે ચારજો.  તેમણે રાજકારણ મુદ્દે પણ કહ્યું હતું કે, પહેલા કોઈ રાજકારણ જાણતા ન હતા ત્યારે હું રાવણ હતો. ત્યારે DSP પણ મને બદલી માટે પૂછતા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ