બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / akshay kumar omg 2 cbfc made changes in masturbation dialogue frontal nudity condom poster

બોલિવૂડ / હસ્તમૈથુનથી લઈને કોન્ડમ સુધી... OMG 2માંથી હટાવાયા આવા સીન, અક્ષય કુમાર નહીં બને શિવ

Arohi

Last Updated: 03:23 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshay Kumar OMG 2: અક્ષય કુમારની ફિલ્મ OMG 2એ ઘણા સમય સુધી સેન્સર બોર્ડ પાસેથી લીલી ઝંડી મળે તેવી રાહ જોઈ હતી. હવે તેના દ્વારા ફિલ્મમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તે ચર્ચામાં છે. મૂવીને A સર્ટિફિકેટ મળ્યું છે.

  • OMG 2માંથી હટાવાયા આ સીન્સ 
  • ફિલ્મમાં હતા હસ્તમૈથુન અને કોન્ડમના સીન 
  • હવે અક્ષય કુમાર નહીં દેખાય શિવજીના પાત્રમાં

અક્ષય કુમારની ફિલ્મ OMG 2ને સેન્સર બોર્ડ પાસેથી 'A' સર્ટિફિકેટ મળી ચુક્યું છે. છેલ્લા ઘણા સમયથી મૂવી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનમાં ફસાયું હોવાના કારણે હેડલાઈન્સમાં હતું. હવે તેમાં કરવામાં આવેલા ફેરફાર ચર્ચામાં છે. જણાવી દઈએ કે અક્ષય કુમારની આ ફિલ્મનું ટીઝર અને ઘણા ગીત લોન્ચ થઈ ચુક્યા છે. 

સીબીએફસી પાસેથી ગ્રીન સિગ્નલ ન મળવાના કારણે ટ્રેલર રોકાયેલું હતું. ફિલ્મમાં 27 ફેરફાર કરવામાં આવ્યા છે. ઘણા સીન્સમાં ચેન્જ છે અને અમુકમાં ડિસક્લેમર પણ નાખવા માટે કહેવામાં આવ્યું છે. આવો જાણીએ કે OMG 2ના પ્લોટ અને સીનમાં શું ફેરફાર થયો છે.

ફ્રંટલ ન્યૂડિટી અને કોન્ડમ સીન કરવામાં આવ્યા દૂર 
અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ OMG 2ને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ છે. લોકો આતુરતાથી ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે સેન્સર બોર્ડે મૂવીમાં જે ફેરફાર કર્યા છે તે ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર જે પહેલા મૂવીમાં શિવ બન્યા હતા તેમનું પાત્ર બદલી નાખવામાં આવ્યું છે. હવે તે શિવ ભક્ત અને તેમના દૂતના રૂપમાં જોવા મળશે. 

ફ્રંટલ ન્યૂડિટીને હટાવી નાગા સાધુઓના વિઝુઅલ્સથી રિપ્લેસ કરવામાં આવી છે. એક જાહેરાત બોર્ડથી કોન્ડમની એડ હટાવવામાં આવી છે. ફિલ્મમાં લિંગ શબ્દ પણ હટાવવામાં આવ્યો છે. જ્યાં જરૂર હોય ત્યાં ફક્ત લિંગ નહીં પરંતુ શિવલિંગ કે શિવના રૂપમાં બોલવામાં આવશે. 

હટાવવામાં આવ્યા આ શબ્દો 
એક યુવકના સેક્સુઅલ એક્ટના વિઝ્યુઅલ બદલવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટમાં જજના સેલ્ફી લેતા સીનને પણ બદલવામાં આવ્યો છે. હસ્તમૈથુન વાળા ડાયલોગમાં હરામ શબ્દને પાપથી રિપ્લેસ કરવામાં આવ્યો છે. અક્ષય કુમારના અને કોર્ટમાં મહિલાઓને લઈને અમુક ડાયલોગ્સ પણ બદલવામાં આવ્યા છે. 

શું છે પ્લોટ? 
OMG 2 કાંતિ શરણ મુદ્ગલની સ્ટોરી છે. તે શિવ ભક્ત, સાધારણ વ્યક્તિ, પ્રેમાળ પિતા છે. જેમના જીવનમાં બધુ ઠીક ચાલી રહ્યું છે પરંતુ એક દિવસ અચાનક તેમના દિકરા પર અનૈતિક વ્યવહાર કરવાનો આરોપ લગાવીને તેને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવે છે. કાંતિને ખબર પડે છે કે તેનો દિકરો ખોટી જાણકારી અને ખોટા ગાયડન્સનો શિકાર થયો છે. કાંતિ તેને બધાને કોર્ટ લઈ જવાનો નિર્ણય કરે છે. ફિલ્મમાં એ આસ્થા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે સત્ય ઈશ્વર જેટલું જ સુંદર હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ