બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Ajinkya Rahane is out of Team India and is not getting a chance in the IPL either

IPL 2023 / ટીમ ઈન્ડિયા પછી IPLમાંથી પણ કપાઈ રહ્યું છે પત્તું! કેપ્ટન રહી ચૂકેલ આ ખેલાડીને ધોની નથી આપી રહ્યો તક

Megha

Last Updated: 01:46 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજિંક્ય રહાણે ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે એવામાં IPLની આ સિઝન તેની કારકિર્દી માટે ઘણી મહત્વની છે. પણ રહાણેણએ હાલ IPLમાં પણ નથી મળી રહ્યું સ્થાન.

  • ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે રહાણે 
  • અજિંક્ય રહાણે IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે
  • સિઝનની બીજી મેચમાં પણ પ્લેઇંગ 11માં ન મળ્યું સ્થાન 

ગઇકાલે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈના કેપ્ટન એમએસ ધોનીએ આ મેચમાં પણ તે જ પ્લેઈંગ 11 રમવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા ખેલાડીને IPL 2023માં ફરી એકવાર રમવાની તક મળી  નહતી. 

ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે રહાણે 
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાનો અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. પરંતુ તે સિઝનની બીજી મેચમાં પણ પ્લેઇંગ 11માં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો.  આ ખેલાડી ઘણી વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. 

ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ વર્ષ 2022માં રમાઈ હતી
અજિંક્ય રહાણે પણ હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે એવામાં IPLની આ સિઝન તેની કારકિર્દી માટે ઘણી મહત્વની છે. એવામાં હાલ તે  હવે તે IPLમાં રમવા માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે. રહાણેએ ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ ગયા વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, ત્યારથી તેને ટીમની બહાર રાખવામાં આવી રહ્યો છે. 

વાર્ષિક કરારોની યાદીમાં પણ ન મળ્યું સ્થાન 
નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ વર્ષ 2022-23 માટે વાર્ષિક કરારોની યાદી જાહેર કરી છે. આ વાર્ષિક કરારમાંથી પણ અજિંક્ય રહાણેનેસામે લ્ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં અજિંક્ય રહાણે માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી વધુ મુશ્કેલ લાગી રહી છે. 

ટીમ ઈન્ડિયાના અત્યાર સુધીના આંકડા 
અજિંક્ય રહાણેએ ભારતીય ટીમ માટે 82 ટેસ્ટ મેચોમાં 4931 રન, 90 વનડેમાં 2962 રન અને 20 ટી-20 મેચમાં 375 રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે ઘણી વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન પણ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયામાં 2-1થી શ્રેણી જીતી હતી. તે સમયે ટીમનો કેપ્ટન અજિંક્ય રહાણે હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ