બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / AI video uploader on YouTube Be careful, otherwise you will get trapped

ટેકનોલોજી / YouTube પર AIનો વીડિયો અપલોડ કરતા પહેલાં આટલું ધ્યાન રાખજો, નહીં તો...!

Vishal Khamar

Last Updated: 11:49 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સતત આગળ વધી રહ્યું છે. આવામાં આ કંપની અને પ્લૅટફોર્મ્સ માટે મોટી મુશકેલી ઉભી કરી છે, જે તેનો સીધો સામનો કરે છે. YouTube પણ એક એવી જગ્યા છે જ્યાં AIના વિડિયો ભરપૂર જોવા મળે છે. આનાથી બચવા માટે વિડિયો શેરિંગ પ્લેટફોર્મએ નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સારું છે કે ખરાબ તે બહુ મોટો ચર્ચાનો વિષય છે. દુનિયાભરમાં તે સારા અને ખોટાની ચર્ચા થઈ રહી છે. પણ એક વાત સ્પષ્ટ છે કે આવનારો સામે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે અને તેની ક્ષમતા પર કોઈ શંકા નથી. આ એવી કંપની અને પ્લૅટફોર્મ્સ માટે પડકાર જનક છે જે તેની સાથે સીધો સંબંધ ધરાવે છે. AI થી બનાવેલ વિડિયોથીYouTube ચિંતામાં છે અને આનાથી બચવા માટે કંપનીએ નવા નિયમ જાહેર કર્યા છે, આ નિયમોનું પાલન YouTubeના Creators કરવું પડશે. YouTube પર વિડિયો અપલોડ કરતી વખતે જણાવવું પડશે કે વિડિયો AI થી બનાવવામાં આવ્યો છે. જો કોઈ વાસ્તવિક દેખાય તેવો વિડિયો બનાવવામાં આવ્યો હોય તો YouTubeને જાણ કરવી પડશે. આ પછીYouTube તેના પ્લેટફોર્મ પર વિડિયોને Altered એટલે કે બદલાયેલ રૂપમાં જણાવશે. એટલે હવે થીYouTube પર લખેલું હશે કે કંટૈંટ બનાવટી છે કે તોડ મરોડીને તૈયાર કરવામાં આવ્યું છે. 

AI વિડિયો પર YouTube લેબલ લગાડશે
સોમવારથી YouTubeના Creators માટે વાસ્તવિક દેખાતો વિડિયો બનાવટી છે તે ઉપર લેબલ લગાડવું જરૂરી થશે. આનાથી સરળતાથી ખબર પડશે કે વિડિયો AIના મદદથી બનાવવામાં આવ્યો છે. વિડિયો શેરિંગ પ્લેટફોર્મ પર પારદર્શિતા લાવવા અને લોકોને AIના મદદથી બનેલા કંટૈંટ વિશે જાગૃત કરવા નવી ગાઇડલાઇનસ જાહેર કરી. 

YouTubeનું નવું ફિચર આ રીતે કામ કરશે
જો કોઈ પણ યુઝર સાઇટ પર કોઈ વિડિયો અપલોડ કરશે તો તેની સામે એક ચેકલિસ્ટ આવશે જેમાં પૂછવામાં આવશે કે શું તેમના કન્ટેન્ટમાં કોઈ વાસ્તવિક વ્યક્તિના વિશે એવું કઇંક બતાડવામાં આવે છે જે તેને ખરેખર કર્યું નથી, વાસ્તવિક જગ્યા અથવા ઇવેન્ટના ફૂટેજમાં ફેરફાર કરે છે અથવા વાસ્તવિક લાગે તેવા દ્રશ્યો બનાવે છે. જે વાસ્તવમાં બન્યું ન હતું. 

નવી ગાઇડલાઇનનો હેતુ
નવી ગાઇડલાઇનનો હેતુ AIથી બનેલા કન્ટેન્ટથી ગેરમાર્ગે દોરવામાં આવતા અટકાવવામાં મદદ કરવાનો છે. નવા જનરેટિવ AI ટૂલ્સ દ્વારા, આકર્ષક ટેક્સ્ટ, ફોટા, વીડિયો અને ઑડિયો ઝડપથી અને સરળતાથી બનાવી શકાય છે. આવા કન્ટેન્ટની અધિકૃતતા ઓળખવી ઘણીવાર મુશ્કેલ હોય છે.

AI-જનરેટેડ કન્ટેન્ટનો ફેલાવો ઇન્ટરનેટ પર યુઝરને ગેરમાર્ગે દોરી શકે છે, ખાસ કરીને જ્યારે 2024 માં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણા દેશોમાં ચૂંટણીઓ યોજાવાની છે.

આ બાબતોમાં મળશે રાહત 
YouTubeની પેરેંટ કંપની Googleનવી ગાઇડલાઇન એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે કન્ટેન્ટ તૈયાર કરતી વખતે જુદા પ્રકારના AI-જનરેટેનો ઉપયોગ કરવામાં આવે છે. જો AIનો ઉપયોગ પ્રોડક્ટીવીટી માટે એટલે કે સ્ક્રિપ્ટ, કંટૈંટ, આઇડિયા અથવા ઓટોમૈટિક કેપ્શન માટે થાય તો YouTubeના Creators જાણ કરવાની કોઈ જરૂર નથી. 

જો વિડિયોમાં કોઈ પણ જાતની બનાવટી કે કોઈ ખોટું કરીને બતાવવામાં નથી આવતો તો YouTubeને કોઈ જાણ કરવાની જરૂર નથી. 

આ AI કન્ટેન્ટના વિશે જાણકારી આપવાની જરૂર નથી. 

  • ખોટા કન્ટેન્ટ જેવા કે એનિમેશન અથવા કાલ્પનિક દુનિયાથી સંબંધ રાખતા કંટૈંટ. 
  • કલર એડજસ્ટમેંટ કે લાઇટિંગ ફિલટર્સ 
  •  બેગ્રાઉન્ડ બલૂર કે વિંટેજ ઈફેક્ટ્સ જેવા સ્પેશિયલ ઇફેક્ટ્સ
  • બ્યુટિ ફિલટર્સ કે બીજા વિઝ્યુલને સારા કરવાની પધ્ધતિ 

નવી ગાઇડલાઇનસ હેઠળ, માહિતી ત્યારે જ આપવી જ્યારે AI સાથે કંઈક બનાવવામાં આવે જેમાં વાસ્તવિક વ્યક્તિ કંઈક એવું કરતો જોવા મળે જે તેણે ખરેખર કર્યું ન હતું. આ સિવાય યૂટ્યૂબને કોઈપણ વાસ્તવિક ઘટના કે જગ્યાના ફૂટેજ બદલવા અથવા વાસ્તવિક દેખાય તેવા (જે વાસ્તવમાં બન્યું જ નથી) દ્રશ્ય બનાવવાની માહિતી આપવી પડશે. આ પછી YouTube તે વીડિયોને AI તરીકે લેબલ લગાડશે . 

વધુ વાંચોઃ ઈન્ટરનેટના યુઝર્સે ઓનલાઈન ફ્રોડથી બચવા આટલી ટ્રીક જરૂર અપનાવવી,હેકર્સ તમારી આસપાસ ફરકશે પણ નહીં

જો યૂ ટ્યૂબર આવું નહીં કરે તો યૂ ટ્યૂબ તેની સામે કાર્યવાહી કરશે. આવા યૂ ટ્યૂબર્સને યૂ ટ્યૂબ તેના પાર્ટનર પ્રોગ્રામમાંથી સસ્પેંડ કરી શકે છે. આવા YouTubers ને YouTube ના પાર્ટનર પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી શકાય છે, જેના હેઠળ તેઓ કમાણી કરે છે. આ સિવાય યુટ્યુબ કન્ટેન્ટ દૂર કરવા જેવા પગલાં પણ લઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ