બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Internet users need to adopt this trick to avoid online fraud, hackers will not roam around you
હવે ઈન્ટરનેટ મોટા ભાગના લોકોના દૈનિક જીવનનો હીસ્સો બની ગયુ છે. ઓફીસના કામથી લઈને શિક્ષણ અને મિત્રો સાથેની વાતચીત સુધીમાં ઈન્ટરનેટનો ઉપયોગ થવા લાગ્યો છે. પરંતુ તમારી પાસે જેટલા વધુ ઓનલાઈન એકાઉન્ટ્સ અને ઉપકરણો હોય તેનાથી સાયબર અપરાધીઓને તમારી સાથે ફ્રોડ કરવાનું અને નુકસાન પહોંચાડવાનું મોકળુ મેદાન મળે છે. જેથી મોબાઈલના ઇન્ટરનેટ સંબંધીત કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. આજે ઈન્ટરનેટ યુઝર્સના ડેટા અને ઉપકરણોને નુકસાન પહોંચાડી શકે તેવા રીસ્કથી સુરક્ષિત રહેવાની કેટલીક રીતો અમે તમને જણાવીશું.
ADVERTISEMENT

આપણો ફોન ઑટોમૅટિક રીતે આપણુ લોકેશન ટ્રૅક કરે છે, જેને ફોનના સેટિંગમાં જઈને તમે સરળતાથી બદલી શકો છો. તમે જ્યારે કોઈ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ત્યારે કેટલીક એપ્લિકેશનો લોકેશન એક્સેસ માંગતી હોય છે. કેટલીક એપ્લિકેશનો તેનો દૂરૂપયોગ પણ કરી શકે છે જેથી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી લોકેશન બંધ રાખવું જોઈયે.
ADVERTISEMENT
પાસવર્ડ થોડો મજબત રાખો:-
સાયબર સુરક્ષાની વાત આવે ત્યારે પાસવર્ડ એ મહત્વપૂર્ણ બાબત ગણાય છે. અનેક લોકો એવા પાસવર્ડ પસંદ કરતા હોય છે જે ખોલવા સરળ હોય છે અને તેથી હેકર્સ તેને સરળતાથી ક્રેક કરી નાખે છે. આ સિવાય અનેક સોશિયલ મીડિયા સાઈટ્સ માટે એક જ પાસવર્ડ પણ તમને અને તમારા ડેટાને જોખમમાં મૂકી શકે છે. જેથી
સાયબર સ્કેમર્સ દ્વારા ક્રેક કરવા મુશ્કેલ હોય તેવા મજબૂત પાસવર્ડ્સ બનાવો.

ADVERTISEMENT
App ઈન્સ્ટોલ કરતી વખતે સાવધાની
ઈન્ટરનેટના માર્કેટમાં નવી નવી એપ્સ આવી રહી છે. જેમાં ઘણી એપ્સ તમારી જાણ વગર તમારી અંગત માહિતી અને લોકેશન એક્સેસ લઈ લે છે. તેથી, તમે જે App ડાઉનલોડ કરો છો તેની વિશ્વનીયતા ચેક કર્યા બાદ તેને ઈન્સ્ટોલ કરવી જોઈયે.
ADVERTISEMENT
ઓપરેટિંગ સીસ્ટમ,સોફ્ટવેર અપડેટેડ રાખો
મોબાઈલ ડેવલપર તેમના સાધનોને વધુ સુરક્ષિત બનાવવા તથા સૉફ્ટવેરની નબળાઈઓને ઘટાડવા સતત કામ કરી રહ્યા છે. તમારી ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન્સના નવીનતમ અપડેટનો ઉપયોગ કરીને તમે ફ્રોડ થવાની શક્યતાઓને ઘટાડી શકો છો.
ADVERTISEMENT
Cache Clear કરો
સેવ કરેલ કૂકીઝ, સર્ચ હીસ્ટરી, તમારા ઘરનું સરનામું, પરિવારની માહિતી તથા અન્ય વ્યક્તિગત ડેટાને અનસીક્યોર કરી શકે છે. તેથી તમારી Cache ક્લીયર રાખો.
ADVERTISEMENT
એન્ટિવાયરસ ઉપયોગ કરતા રહો
વાયરસના કારણે તમારી ડીવાઈઝને નુકસાન પહોંચી શકે છે. વાયરસવાળી સાઈટ કે App તમારા માટે ખતરનાક સાબીત થઈ શકે છે તેથી એન્ટિવાયરસ સૉફ્ટવેરનો ઉપયોગ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.