બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadites get ready to have fun with family-friends: Tantra gears up for these two events

કવાયત / અમદાવાદીઓ ફેમિલી-ફ્રેન્ડ્સ સાથે મોજ માણવા થઈ જાઓ તૈયાર: આ બે ઈવેન્ટ માટે તંત્રએ કમર કસી

Priyakant

Last Updated: 12:48 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળ દરમ્યાન બંધ રહેલી આ બે ઇવેન્ટમાં હવે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા

  • અમદાવાદ રિવરફ્રન્ટ ફ્લાવર-શૉની તૈયારી શરૂ
  • ફ્લાવર-શૉ માટે ફૂલોનું વાવેતર શરૂ કરાયું
  • અમદાવાદમાં કાંકરિયા ખાતે કાર્નિવલની તૈયારી શરુ
  • કાંકરિયાની આસપાસના રસ્તા અને દિવાલોનું સમારકામ ચાલુ 

અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં દર વર્ષે યોજાતી બે ઇવેન્ટ એક રિવરફ્રન્ટ પર ફ્લાવર-શૉ અને કાંકરિયા ખાતે કાર્નિવલ, આ બંને ઈવેન્ટ માટે તંત્રએ અત્યારથી જ શરૂ કરી દીધી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જાન્યુઆરી મહિનામાં યોજાનાર ફ્લાવર-શૉ માટે ફૂલોનું વાવેતર શરૂ કરાયું છે. આ સાથે કાંકરિયા કાર્નિવલ માટે કાંકરિયાની આસપાસના રસ્તા અને દિવાલોનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. 

રિવરફ્રન્ટ પર ફ્લાવર-શૉ 

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર-શૉ માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વિગતો મુજબ આગામી જાન્યુઆરી મહિનામાં ફ્લાવર-શૉ યોજાશે. આ તરફ જાન્યુઆરીમાં યોજાનારા ફલાવર-ને લઈ ફૂલોનું વાવેતર શરૂ કરાયું છે. મહત્વનું છે કે, અમદાવાદ રિવરફ્રન્ટ પર દરવર્ષે ફ્લાવર-શૉનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો લોકો ફ્લાવર-શૉ જોવા રિવરફ્રન્ટ જાય છે. 

કાંકરિયા કાર્નિવલ

અમદાવાદમાં કાંકરિયા ખાતે કાર્નિવલને લઈને પણ તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે , દર વર્ષે ડિસેમ્બરના અંતમાં કાંકરિયા કાર્નિવલ યોજાય છે.. કોરોના વાયરસના કહેર બાદ આ વર્ષે થતા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. આ તરફ હવે તંત્ર દ્વારા હાલમાં કાંકરિયાની આસપાસના રસ્તા અને દિવાલોનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ