બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Ahmedabadi committed scandal that cost the Government of India and network companies millions of rupees

પર્દાફાશ / અમદાવાદીએ એવો કાંડ કર્યો કે ભારત સરકાર અને નેટવર્ક કંપનીઓને લાખો રૂપિયાનું પહોંચાડ્યું નુકસાન

Mehul

Last Updated: 10:59 PM, 6 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલમાં તબદીલ કરી ભારત સરકાર તેમજ નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓને નુકસાન પહોંચાડનાર એક આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ.

  • આંતરરાષ્ટ્રીય કોલિંગ નેટવર્કનો પર્દાફાશ 
  • ગલ્ફના દેશોમાંથી આવતા કોલને લોકલ બનાવતા 
  • 1000 કોલની SIP લાઇનનું સેટ-અપ કર્યું હતું ઉભું 

ગલ્ફ દેશોમાંથી ભારતમાં આવતા ઇન્ટરનેશનલ કોલ ને લોકલ કોલમાં તબદીલ કરી ભારત સરકાર તેમજ નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓને નુકસાન પહોંચાડનાર એક આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી દ્વારા જે નેટવર્ક ચલાવવામાં આવતું હતું તેમાંથી પાકિસ્તાનથી પણ કેટલાક કોલ થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

કેવી રીતે ચાલતું હતું રેકેટ ?

ગલ્ફ દેશોમાંથી ભારતમાં વોઈસ કોલ કરવા પર પ્રતિબંધ છે જેથી ગલ્ફ દેશોમાંથી ભારતમાં કોઈપણ રાજ્યમાં કોલ કરવા માટે લોકલ કોલ કરવો પડે છે જે ખૂબ ખર્ચાળ હોય છે જો કે પકડાયેલ આરોપી દ્વારા ગલ્ફ દેશોમાંથી ભારત ફોન કરવા ઇચ્છતા નાગરિકોને ખર્ચ બચાવવા માટે વિશેષ સોફ્ટવેર બનાવવામાં આવ્યું હતું જેના મારફતે ISD કોલને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યારબાદ VOIP સર્વિસનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કોલને રૂટ કરીને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા જેથી ખૂબ ઓછા ખર્ચે ગલ્ફ દેશોમાંથી ભારત કોલ થતા હતા આ સર્વિસ પુરી પાડવા માટે આરોપીઓ દ્વારા વપરાશકર્તા પાસેથી પેકેજ સ્વરૂપે નાણાં વસુલવામાં આવતા હતા. ગ્રાહકો દ્વારા કોલ કરતી વખતે વેઇટિંગ અથવા કોલ એન્ગેજ ન આવે તે માટે આરોપીઓ દ્વારા 1000 કોલની SIP લાઇન સાથેનું આખું સેટઅપ ઉભું કરવામાં આવ્યું હતું. 

કંપનીને લાખો રૂપિયાનું નુકસાન 

ક્રાઇમબ્રાન્ચએ ઝડપેલા આ 'સ્કેમ'નો  મુખ્ય સૂત્રધાર  પુણેનો રહેવાસી એવો ડવાયન માઈકલ ફેરિરા ઉર્ફે ટોની છે. આખું  સેટઅપ ટોનીએ જ ઉભું કર્યું હતું. આરોપીઓ એ માત્ર 11 દિવસમાં જ 12.46 લાખ જેટલા ફોન કોલ  દુબઈ,ઓમાન અને  પાકિસ્તાન સહિતના દેશોમાંથી રૂટ કરીને ભારતમાં કરાવ્યા હતા.આ પરિણામે, ભારત સરકાર તેમજ GSM નેટવર્ક પ્રોવાઇડ કરનારી કંપનીઓને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ક્રાઇમબ્રાન્ચ એ ઝડપેલો  સરખેજનો રહેવાસી  તબરેઝ કટારીયા, ટોનીના સંપર્કમાં આવ્યો અને અમદાવાદમાં કોલસેન્ટરનો સેટઅપ ઉભો કરવા માટેની જગ્યા  પુરી પૂરી પાડી હતી.

દેશની સુરક્ષા પર ખતરો છે આવા ફોન કોલ 

ક્રાઇમબ્રાન્ચની તપાસમાં પાકિસ્તાનથી પણ ભારતમાં કોલ કરવામાં આવ્યા હોવાનું ફલિત થયું છે. આ પ્રકારના રૂટ કરાયેલા કોલનો  જો કે કોઈ રેકોર્ડ રહેતો નથી પરિણામે,દેશની સુરક્ષા અને સલામતીને પણ આવા ફોન કોલથી  મોટું નુકસાન થવાની શકયતા છે.

હાલ તો ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી ડવાયન માઈકલ ફેરિરા ઉર્ફે ટોની ને શોધવા અલગ અલગ ટિમો બનાવી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ટોનીના ઝડપાયા બાદ કોલ સેન્ટરને અંગે મોટા અને મહત્વના ખુલાસા થાય તો નવાઈ નહિ રહે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ