બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Mun. Corporation revised budget of Rs.9482 crore

ડ્રાફ્ટ બજેટ રજૂ / જંત્રી ભલે જૂની પણ અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ, લેટિંગ રેટમાં અંશતઃ વધારો, ઈલેક્ટ્રિક વ્હીકલમાં સૌથી મોટી રાહત

Dinesh

Last Updated: 11:47 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુનિસિપલ કમિશનર થેન્નારસને પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટના દરમાં દર વર્ષે સૂચવેલ પાંચ ટકાના વધારાના બદલે તેમાં અંશતઃ વધારો કરીને દર વર્ષે બે ટકાનો વધારો કરાશે.

  • અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું રૂ.9482કરોડનું રિવાઈઝ બજેટ 
  • ભાજપના સત્તાધીશોએ પ્રોપર્ટી કરદાતાઓને ખુશખુશાલ કરી દીધા
  • વાહનવેરાના દર યથાવત્ રાખવામાં આવ્યા છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે આજે સવારે રજૂ કરાયેલા રિવાઈઝ઼્ડ બજેટમાં રાજ્ય સરકારના સ્ટેમ્પ ડ્યૂટી અને મૂલ્યાંકન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી રિવાઈઝ નવી જંત્રીનો અમલ આગામી ત્રણ વર્ષ માટે મોકૂફ રાખવાનો મહત્ત્વનો નીતિવિષયક નિર્ણય લેવામાં આવ્યો છે. આના કારણે અમદાવાદીઓને નવી જંત્રીથી પ્રોપર્ટી ટેક્સના ફેક્ટરમાં થતા વધારાથી તેના બિલની રકમમાં જે પ્રકારે જંગી વધારો થવાની ભીતિ તોળાઈ રહી હતી તે નેસ્તનાબૂદ થતાં મોટી રાહત મળી છે.

રૂ.9482કરોડનું રિવાઈઝ બજેટ રજૂ કરાયું 
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા આજે સવારે રૂ.9482કરોડનું રિવાઈઝ બજેટ રજૂ કરાયું હતું. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના રૂ. 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ચેરમેન બારોટ દ્વારા રૂ.1082 કરોડનો વધારો કરવામાં આવ્યો છે, જેમાં વિકાસનાં કાર્યો પાછળ વધુ રૂ. 474.91 કરોડ ખર્ચાશે, જ્યારે રેવન્યૂ ખર્ચ માટે વધુ રૂ. 607.08 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રહેણાકની મિલકતો માટેના પ્રોપર્ટી ટેક્સનો દર પ્રતિ ચોરસ મીટર રૂ. 16ના બદલે રૂ. 20 કરાયો છે, જેમાં રૂ. 23નો મ્યુનિસિપલ કમિશનરનો સૂચિત દર હતો. આ ઉપરાંત બિનરહેણાકની મિલકતો માટે પ્રોપર્ટી ટેક્સનો દર પ્રતિ ચોરસ મીટર રૂ. 28ના બદલે રૂ.34 કરાયો છે. મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા રૂ. 37ના બદલે રૂ.34 લેવાનું નક્કી કરી શાસકોએ રહેણાક અને બિનરહેણાકના પ્રોપર્ટી ટેક્સમાં અંશતઃ વધારો મંજૂર કર્યો છે.

વાહનવેરાના દર યથાવત્
વાહનવેરાના દર યથાવત્ રાખવામાં આવ્યા છે, તેમાં તમામ ઈલેક્ટ્રિક વાહનો (ઈવી)ને 100 ટકા રાહત આપવામાં આવી છે. કમિશનરના ડોર ટુ ડોર ગાર્બેઝ કલેક્શન પેટે યુઝર્સ ચાર્જમાં જે વધારો સૂચવ્યો હતો તેને ફગાવી દઈને જૂના યુઝર્સ ચાર્જને યથાવત્ રાખવામાં આવ્યો છે. એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમમાં અગાઉ 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તેના બદલે હવે 12 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. ઓનલાઈન એડ્વાન્સ પેમેન્ટ કરનારને વધુ એક ટકા મળીને કુલ 13 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે જે કરદાતાએ અગાઉ સળંગ ત્રણ વર્ષ એડ્વાન્સમાં ટેક્સ ચૂકવ્યો હોય તેમને એડ્વાન્સ ટેક્સ પેટે 12 ટકા વત્તા વધુ બે ટકા મળીને કુલ 14 ટકા રિબેટ આપવામાં આવશે. જો એડ્વાન્સ પેમેન્ટ ઓનલાઈન કરે તો એક ટકા વધુ એમ કુલ 15 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરીને ભાજપના સત્તાધીશોએ પ્રોપર્ટી કરદાતાઓને ખુશખુશાલ કરી દીધા છે.

ચેરમેન હિતેશ બારોટ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં એન્વાયરન્મેન્ટ ઈમ્પ્રૂવમેન્ટ ચાર્જમાં પણ અંશતઃ વધારો કરાયો છે, જેના કારણે હવે જે તે મિલકતના ક્ષેત્રફળ મુજબ રહેણાકમાં રૂ. પાંચથી રૂ.1000 અને બિનરહેણાકમાં રૂ. 75થી રૂ. 3000 લેવાશે. આ વેરામાં રહેણાકમાં મહત્તમ દર રૂ. 3000 અને બિનરહેણાકમાં રૂ. 7000નો દર કમિશનર થેન્નારસને સૂચવ્યો હતો, જેમાં શાસક પક્ષ દ્વારા ખાસ્સો એવો ઘટાડો કરવામાં આવ્યો છે.  

અસારવા-ઓમનગર રેલવે અંડરપાસ બનાવાશે
ફાટકમુક્ત અમદાવાદ અભિયાન હેઠળ અસારવા-ઓમનગર રેલવે અંડરપાસ બનાવવા માટે બજેટમાં રૂ. પાંચ કરોડની ફાળવણી કરાઈ છે. મહિલાઓ માટે ઝોનદીઠ એક યોગ-કમ-મેડિટેશન સેન્ટર બનાવાશે: શહેરના શાસકોએ મહિલાઓના આરોગ્યની પણ કાળજી લીધી છે અને તે માટે ઝોનદીઠ એક યોગ-કમ-મેડિટેશન સેન્ટર બનાવવાનો નિર્ણય લેવાયો છે, જે માટે રૂ. સાત કરોડની ફાળવણી કરાઈ છે.

250 કરોડના ખર્ચે વોર્ડદીઠ બે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાશે
શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી રોડ તૂટી જવાની ગંભીર સમસ્યા ઉદ્ભવે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે આવા વિસ્તારોમાં અદ્યતન ટેક્નોલોજીથી વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા વોર્ડદીઠ બે રોડ માટે રૂ. 250 કરોડની માતબર જોગવાઈ બજેટમાં કરી છે.

નવા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્સમાં આંશિક રાહત અપાઈ
શહેરમાં નવા ભળેલા બોપલ, ઘુમા, ચિલોડા, સનાથલ, વિશલપુર, અસલાલી, કઠવાડા જેવા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્સમાં આંશિક રાહત આપવાની પણ શાસક પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ