બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Express bus start gujarat unlock 2 coronavirus

Unlock 2 / આવતીકાલથી અમદાવાદમાં એક્સપ્રેસ બસો દોડતી થશે, આવા સ્ટેશન પર નહીં રોકાય બસ

Hiren

Last Updated: 05:48 PM, 30 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અનલૉક 1 બાદ બસ સેવાનું પ્રારંભ કરાયો હતો પરંતુ તે સેવા માત્ર તાલુકાથી તાલુકા પૂરતી હતી. પરંતુ હવે સમગ્ર ગુજરાતમાં એક્સપ્રેસ બસો દોડતી થઇ છે અત્યાર સુધી બે લાખ 75 હજાર લોકો રોજના બસ સેવાનો લાભ લઈ શકતા હતા. પરંતુ એક્સપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે રાજ્યના પાંચ લાખ લોકો બસ સેવાનો લાભ લઈ શકશે.

  • આવતીકાલથી અમદાવાદથી એક્સપ્રેસ બસો શરૂ થશે
  • કાલથી અમદાવાદથી 2325 એક્સપ્રેસ બસો શરૂ થશે
  • આવતીકાલથી એક્સપ્રેસ બસ ઇન્ટરસ્ટેટ નહીં થાય શરૂ

1 જુલાઈથી અમદાવાદ તેમજ રાજ્યમાંથી 2325 એક્સપ્રેસ બસ સેવા શરૂ થશે. જેમાં રોજના 5 લાખ મુસાફરો લાભ લેશે. અત્યાર સુધી માત્ર 30 ટકા બસો ચાલુ હતી તે તાલુકાથી તાલુકામાં મુસાફરી કરતી હતી. પરંતું હવે એક્સપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે રાજ્યભરમાં બસો દોડતી થશે. મહત્વનું છે કે એક્સપ્રેસ બસ મુખ્ય સ્ટેશનથી મુખ્ય સ્ટેશન વચ્ચે ક્યાંય ઊભી રહેશે નહીં જે મોટો ડેપો હશે અને જ્યાં ટેમ્પરેચર ગનની વ્યવસ્થા હશે તેવા સ્ટેશન પર બસ રોકાશે. જેથી આવતીકાલથી રાજ્યમાં 2325 બસના પૈડાંઓ સવારથી જ રાજ્યના ધોરીમાર્ગો પર દોડતા થઈ જશે.

એક્સપ્રેસ બસ અન્ય રાજ્યમાં નહીં જાય

મહત્વનું છે કે એક્સપ્રેસ બસ સેવા ગુજરાત પૂરતી જ રહેશે અન્ય કોઈ રાજ્યમાં જશે નહીં. એક્સપ્રેસ માટે અત્યારથી જ ઓનલાઇન બુકિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે તમામ બસ સ્ટેશન ઉપર સેનેટરાઈઝ તેમજ ટેમ્પરેચર ગનની પણ વ્યવસ્થા કરાઈ છે.

અનલૉક 2ની ગાઇડલાઇન

અનલૉક-2ની ગાઈડલાઈન જાહેર કરી દેવાઈ છે. કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે જે મુજબ દેશભરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. 31 જૂલાઇ સુધી અનલોક-2 રહેશે. દેશભરમાં શાળા કોલેજો હજુ પણ 31 જૂલાઇ સુધી બંધ રહેશે. અનલૉક 2માં કન્ટેઇનમેન્ટ ઝોનમાં લૉકડાઉનનું કડકાઇથી પાલન કરાવામાં આવશે. ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો બંધ રહેશે. મોલ, થિએટર, જીમ, ઓડિટોરિયમ, એન્ટરટેઇમેન્ટ પાર્ક પણ બંધ રહેશે. ડોમેસ્ટિક ફ્લાઇટ અને ટ્રેન મર્યાદિત સંખ્યામાં ચાલુ રહેશે. વંદે ભારત મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ રહેશે. ત્યારે હવે ગુજરાતમાં 1 જુલાઈથી અમદાવાદ તેમજ રાજ્યમાં એક્સપ્રેસ બસ સેવા શરૂ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ