બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad Crime Branch: Former IPS Sanjeev Bhatt arrested from Banaskantha Jail on transfer warrant

હેરાફેરી / ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે બનાસકાંઠા જેલમાંથી ધરપકડ, જાણો કેસ

Vishnu

Last Updated: 12:16 AM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર બાદ સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે બનાસકાંઠા જેલમાંથી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

  • પૂર્વ IPS સંજીવ ભટ્ટની બનાસકાંઠાથી ધરપકડ
  • ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી ધરપકડ
  • ફંડની હેરાફેરીના કેસમાં થઈ ધરપકડ

ગુજરાત રમખાણ કેસમાં ફંડની હેરાફેરી અને ખોટા દસ્તાવેજને લઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એકની ધરપકડ કરી લીધી છે. પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામા આવી છે.  ક્રાઈમ બ્રાન્ચે બનાસકાંઠા જેલમાંથી સંજીવ ભટ્ટને ટેકઓવર કર્યા છે, આ અગાઉ આર.બી.શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડની ધરપકડ થઇ ચૂકી છે.  

સંજીવ ભટ્ટ પર આરોપ શું?

  • 27-02-2002ના રોજ તત્કાલિન CMના નિવાસે બેઠકમાં સામેલ હોવાનો કર્યો હતો દાવો
  • સંજીવ ભટ્ટ બેઠકમાં સામેલ ન હોવા છતા કર્યો હતો ખોટો દાવો
  • 20-12-2011ના રોજ જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા કમિશનને કર્યો હતો ફેક્સ 
  • SIT પાસેના રેકોર્ડ પર આ ફેક્સ મેસેજ ઉપજાવી કાઢેલાનું પૂરવાર થયું
  • ભટ્ટે બદઈરાદાયુક્ત બનાવટી અને ચેડા કરેલો ફેક્સ કર્યો હતો
  • કાયદાની ગંભીર કલમો હેઠળ વિવિધ વ્યક્તિઓને ખોટી રીતે ફસાવવાનો આરોપ

15 જુલાઇ તિસ્તા સેતલવાડની જામીન અરજીની સુનાવણી
ગુજરાત રમખાણોને લઇ ચર્ચામાં આવેલી તિસ્તા સેતલવાડની અમદાવાદ ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ તિશ્તા શેતલવાડ દ્વારા 8 જુલાઇએ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી.તિશ્તાની જામીન અરજી સામે SITના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટનો હુકમ અને કેસના ક્લોઝર રિપોર્ટના દસ્તાવેજો વધુ હોવાથી સમયની માંગણી કરવામાં આવી હતી. તો સામે તિસ્તા દ્વારા કેસની ઝડપી સુનાવણીમાં માંગ પણ કરવામાં આવી છે. કોર્ટે સમય આપતા વધુ સનાવણી 15 જુલાઇએ થશે.

તિસ્તા સેતલવાડ કેસની SIT કરશે તપાસ
તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP  આર બી કુમારની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે. DIG, ATS દીપન ભદ્રનની અધ્યક્ષતામાં DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક,ATS SP સુનીલ જોશી દ્વારા તિસ્તા સેતલવાડ કેસની તપાસ  થઈ રહી છે. 

સુપ્રીમ કોર્ટ અરજી ફગાવી
આપને જણાવી દઈએ કે 2002ના ગુજરાત રમખાણ કેસમાં ગુલબર્ગ સોસાયટીના મામલે અહસાન જાફરીની મોત થયું હતું. તેમણી પત્ની SITની તપાસ સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. પણ તે તપાસને સાચી ઠેરવતા થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે જે લોકો કાયદા સાથે રમત રમે છે તેમની સામે કાર્યવાહી કરવી જરુંરી બને છે. આ અગાઉ ગુજરાત સરકારે પણ કોર્ટમાં કહ્યું હતું કે એનજીઓની ૨૦૦૭માં જે આર્થિ‌ક સ્થિતિ હતી તેની તુલનાએ ગુલબર્ગ સોસાયટીના મ્યુઝિયમ બનાવવાની પ્રપોઝલ બાદ તે ઘણી ધનવાન બની હતી.

તિસ્તા સેતલવાડ કેસમાં SITની ટીમમાં કોણ?

  • DIG, ATS દીપન ભદ્રન ( અધ્યક્ષ)
  • DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક
  • ATS SP સુનીલ જોશી
  • ASP બી.સી સોલંકી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ