બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad airport gujsail director captain ajay chauhan charge stripped

કાર્યવાહી / ફેમિલી-ફ્રેન્ડ્સને ફેરવવા સરકારી વિમાન વાપર્યુ: 9 વર્ષમાં 100 વખત ઉપયોગ, ગુજસેલના અજયની કરતૂત

Malay

Last Updated: 02:17 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેપ્ટન અજય ચૌહાણ સરકારી હેલિકોપ્ટર અને વિમાનનો ઉપયોગ અંગત સ્વાર્થ ખાતર કરતા હોવાની જાણકારી મળતા તાત્કાલીક ધોરણે કેપ્ટન ચૌહાણ પાસેથી ચાર્જ લઈને ગુજસેલના સીઈઓ તથા નાગરિક ઉડ્ડયન નિયામક તરીકે 2016 બેચના IAS નીતિન સાંગવાનને કામચાલઉ નિમણૂંક સોંપવામાં આવી છે.

  • કેપ્ટન અજય ચૌહાણનો ચાર્જ છીનવાયો
  • મુખ્યમંત્રીએ તપાસ કરાવ્યા બાદ લીધો નિર્ણય
  • સરકારી જેટનો અંગત સ્વાર્થ ખાતર કરતા હતા ઉપયોગ

ગુજસેલના CEO કેપ્ટન અજય ચૌહાણ પર સત્તાના દુરઉપયોગના આરોપ લાગ્યા બાદ હવે તેમની પાસેથી ચાર્જ લઈને ફિશરી વિભાગના IAS નીતિન સાંગવાનને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ચૌહાણ સરકારી વિમાન અને હેલિકોપ્ટર પરિવાર માટે વાપરતા હોવાનું મુખ્યમંત્રીને ધ્યાને આવ્યું હતું. આ માટે તપાસ કરાવ્યા બાદ તેમણે અધિકારીની હકાલપટ્ટીનો હુકમ કર્યો હતો. મહત્વનું છે કે રાજ્ય સરકારને ગુજસેલના ડાયરેક્ટર કેપ્ટન અજય ચૌહાણ અનેકગણી સિદ્ધિ અપાવી ચૂક્યા છે. 

કેપ્ટન અજય ચૌહાણ

સરકારી વિમાનમાં મિત્રોને ફરવા લઈ ગયા
સરકારી વાહનનો ઉપયોગ કરતા હોવાની માહિતીને આધારે તપાસ કરતા કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. કેપ્ટન ચૌહાણ મુખ્યમંત્રી અને રાજ્યપાલ માટે વપરાતા સરકારી વિમાન અને હેલિકોપ્ટરનો પોતાના પરિવારજનો અને મિત્રોને બહાર ફરવા લઈ જવા માટે ઉપયોગ કરતા હતા. એટલું જ નહીં તેઓએ વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરી ફ્યૂઅલ ખર્ચ પણ સરકારી ચોપડે દર્શાવી દીધો છે. અજય ચૌહાણ સરકારી વિમાન અને હેલિકોપ્ટરથી પરિવાર અને મિત્રો સાથે એક કે બે વખત નહીં પણ 9 વર્ષમાં 100 વખત ફરવા ગયા છે. 

2014 પછી શરૂ કર્યો હતો ઉપયોગ
મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવામાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે અજય ચૌહાણે હેલિકોપ્ટર-વિમાનનો અંગત વપરાશ વર્ષ 2014 પછી શરૂ કર્યો હતો. એટલે કે દિલ્હીમાં 26 મે 2024ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યા બાદ તેમણે હેલિકોપ્ટર-વિમાનનો અંગત વપરાશ માટે બેફામ ઉપયોગ શરૂ કર્યો હતો. તેઓએ 9 વર્ષમાં અનેક ટ્રીપ કરી છે. જેમાં ઓપરેટિંગ કોસ્ટ, ફ્યુઅલ સહિત કરોડોનો કરેલો ખર્ચ ફ્લાઇગ રિપોર્ટમાં બતાવવામાં આવ્યો છે. 

ફ્યૂઅલના પૈસા સરકારી ચોપડે નાખી અનેક વાર ભરી ઉડાન
સરકારને ગેરમાર્ગે દોરી ચૌહાણ પાઈલટોની બિનજરૂરી ટ્રેનિંગ ફ્લાઇંગ બતાવી સરકારી હેલિકોપ્ટર અને દુરુપયોગ પોતાની પર્સનલ ટ્રીપમાં કરતા હતા. તેઓ મિત્રોને મળવા જવા, વતનમાં જવા પરિવારજનોને ફરવા લઈ જવા માટે સરકારી વિમાન અને હોલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે. તેઓ આ વિમાન અને હેલિકોપ્ટરમાં મુંબઈ, જયપુર, આબુરોડ, ડુંગરપુર, સિરોહી, ભુજ, માંડવી ફરવા ગયા હતા.    

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ