બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / ahemdabad amaraivadi area building collapse 5 death

અમદાવાદ / અમરાઇવાડીમાં મકાન ધરાશાયી થવાનો મામલો, AMCની ટીમ ઘટનાસ્થળે, મૃત્યુઆંક 5 પર પહોંચ્યો

Hiren

Last Updated: 10:28 AM, 6 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી થવાના મામલે આજરોજ AMCની ટીમ ઘટનાસ્થળની મુલાકાતે પહોંચી છે.  જેને લઇને આજથી ફરી જેસીબી મશીનથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

ગઇકાલે જેસીબી મશીન બંધ થઇ જતાં કામગીરી બંધ કરવામાં આવી હતી. જોકે હવે ફરી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાશે. પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવશે.

જો કે અમરાઇવાડીમાં મકાન ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. અમરાઇવાડી વિસ્તારના બંગલાવાડી ચાલીમાં મકાન ધરાશાયી થયું હતું. જો કે હજુ પણ કેટલાંક લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. 

અમદાવાદમાં અમરાઇવાડી વિસ્તારમાં 100 વર્ષ જૂની 3 માળની બિલ્ડીંગ ધરાશાયી થતાં અનેક લોકો દટાયા હતા. અમરાઇવાડી વિસ્તારના જનતાનગર ટોરેન્ટ પાવરની સામે 100 વર્ષ જૂની બિલ્ડીંગ એકાએક ધરાશાયી થઇ હતી. હાલમાં ફાયર વિભાગની 7 ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું.

અમરાઇવાડી વિસ્તારની આ દુર્ઘટના ઘટનાસ્થળે હાજર ફાયર વિભાગની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં 5થી વધુ લોકોને બચાવી લેવાયા હતા. આ બિલ્ડીંગના કાટમાળમાંથી બહાર કઢાયેલા ઇજાગ્રસ્ત લોકોને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રેસ્ક્યું ઓપરેશન અટકી પડ્યું હતું
અમદાવાદમાં અમરાઇવાડીમાં ધરાશાયી થયેલ મકાનના કાટમાળ નીચે છેલ્લી એક વ્યક્તિ દટાયેલ હતી. ત્યારે રેસ્ક્યું કામગીરી વચ્ચે કોર્પોરેશનનું JCB મશીન બંધ પડતા રેસ્ક્યુ અટક્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતુ
અમરાઈવાડીમાં મકાન ધરાશાયી થવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને દુ:ખ વ્યક્ત કર્યુ હતુ. સીએમ રૂપાણીએ ગઇકાલે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ