બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Agriculture Minister's order to complete rapid survey work in the state

ગાંધીનગર / કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને કર્યો સ્પષ્ટ આદેશ, આટલા દિવસમાં નુકસાની રિપોર્ટ સોંપી દેવાશે, ટીમો થઈ દોડતી

Vishal Khamar

Last Updated: 06:33 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમોસમી વરસાદથી થયેલા નુકશાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે કૃષિમંત્રીએ તમામ જીલ્લાનાં કલેક્ટરોને સરવે માટે ટીમો બનાવી ઝડપી કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો હતો.

  • કમોસમી વરસાદથી થયેલા નુકશાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો આદેશ
  • કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આપ્યો આદેશ
  • જિલ્લા કલેકટર આ સરવે માટે ટીમ બનાવી ઝડપથી કામગીરી પૂર્ણ કરેઃ કૃષિ મંત્રી

 રાજ્યમાં પડેલ કમોસમી વરસાદથી થયેલા નુકશાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં નુકશાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્ર સમક્ષ મુકાશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો.  જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાનાં ધોરણે સરવે કરવા આદેશ કર્યો હતો. કમોસમી વરસાદથી થયેલા નુકશાન અંગેની સમીક્ષા બેઠકમાં કૃષિમંત્રીએ આદેશ કર્યો હતો. જેમાં તમામ જીલ્લા કલેક્ટર આ સરવે માટે ટીમ બનાવી ઝડપથી કામગીરી પૂર્ણ કરે તેવો આદેશ કૃષિમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. 

112 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયોઃ કૃષિમંત્રી
મહત્વનું છે કે જિલ્લાવાર આજથી સરવેની કામગીરી શરૂ કરવામાં આવશે. 33 ટકા થી વધુ નુકસાન હશે તો જ સહાય મળવા પાત્ર થશે. તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, 2 દિવસમાં 236 તાલુકામાં વરસાદ થયો છે. 112 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. 34 તાલુકામાં 2 ઇંચથી વધુ નોંધાયો જ્યારે 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. કપાસમાં મુખ્ય ફાલ વિણાઈ ગયો છે અને છેલ્લી વીણમાં નુકસાન સામે આવ્યું છે. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. 

ફાઈલ ફોટો

કપાસ,તુવેર અને એરંડા મોટું નુકસાન થયું છેઃ કૃષિમંત્રી
વધુમાં કહ્યું કે, 2 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર છે તેમજ 86 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. કપાસ,તુવેર અને એરંડા મોટું નુકસાન થયું છે. દિવેલાના પાકમાં મોટા ભાગે કાપણી થઈ ગઈ હતી. કપાસ,એરંડા અને તુવેરમાં 20 થી 25 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. મોટા ભાગનો પાક ખેડૂતોએ લઈ લીધો હતો. ત્રણ થી ચાર લાખ હેકટરમાં નુકશાન થયું છે
 

સર્વેની કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચનાઃ ઋષિકેશ પટેલ
ગત રોજ રાજ્ય સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલે રાજ્યમાં પડેલ કમોસમી વરસાદને લઈ જણાવ્યું હતું કે, કૃષિ ખાતા દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓને આજથી જ જિલ્લાવાર પાકની નુકસાનો સર્વે કરવા તથા આ કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી છે.  રવિ સીઝનનીં શરૂઆતમાં  નુકશાનની માત્રા ખૂબ જ ઓછી છે. તેમજ રવિ સીઝનમાં જે ખેડૂતો દ્વારા વહેલું વાવેતર કર્યું છે ત્યાં નુકશાાનની સંભાવનાઓ છે. એકાદ બે દિવસમાં વાદળછાયું વાતાવરણ, વરસાદ અને સાથે સાથે જે પ્રમાણે ધુમ્મસનું વાતાવરણ હતું. તેનાં કારણે રોગો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. પરંતું મોટા ભાગે વધારે પાણી ત્રણ-ચાર દિવસ સુધી ધુમ્મસ જેવું વાતાવરણ રહે તો પાકમાં રોગની સંભાવના રહેતી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ