બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

VTV / Politics / After the relaxation of Rahul Gandhi, Opposition Unity INDIA meeting will be held in Mumbai on 31 august 1 september

મીટિંગ / રાહુલ ગાંધીને સુપ્રીમ રાહત બાદ હવે 'INDIA'ને લઈને મોટા સમાચાર: આ તારીખે થશે બેઠક, શું લેવાશે કોઈ મોટો નિર્ણય?

Vaidehi

Last Updated: 07:45 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઠબંધન I.N.D.I.A. ની ત્રીજી અને મહત્વની બેઠક હવે મુંબઈમાં 31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરનાં રોજ આયોજિત કરવામાં આવી છે.

  • ગઠબંધન I.N.D.I.A. ની ત્રીજી બેઠકની તારીખ જાહેર
  • 31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરનાં રોજ મુંબઈમાં યોજાશે મીટિંગ
  • સંજય રાઉતે બેઠકને લઈને આપી તમામ માહિતી

વિપક્ષી એકતા માટે બનાવવામાં આવેલ ગઠબંધન I.N.D.I.A. ની ત્રીજી અને મહત્વની બેઠક હવે મુંબઈમાં થવાની છે. શિવસેના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે એક નિવેદનમાં સ્પષ્ટતા કરી કે વિપક્ષી એકતાનાં લોકો આ મહિનાનાં અંતમાં મુંબઈમાં ભેગા થશે. તેના માટે 31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. 

સંજય રાઉતે બેઠકને લઈને આપી માહિતી
રાઉતે કહ્યું કે મુંબઈમાં થનારી બેઠક પટના અને બેંગલુરુની જેમ જ સફળ રહેશે. અમે ચર્ચા-વિચારણા કરી છે. મુંબઈમાં આવી બેઠક આયોજિત કરવું એક મોટું કામ છે કારણકે અમે સત્તામાં નથી. રાહુલ ગાંધી સહિત આશરે 5 CM અને પૂર્વ CM આવશે. તેવામાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે.

ઉદ્ધવ ઠાકરે કરશે મેજબાની
તેમણે જણાવ્યું કે વિપક્ષી એકતાની આ બેઠકનાં મેજબાન ઉદ્ધવ ઠાકરે હશે અને અમને NCP અને કોંગ્રેસનું સમર્થન મળશે.  શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ આ બેઠકમાં હાજર રહેશે. તેમણે કહ્યું કે મુંબઈનાં ગ્રેંડ હયાતને બેઠકની જવાબદારી આપવામાં આવી છે અને સ્વાગતમાં પણ તમામ દળ જોડાશે. અમે સુરક્ષા વ્યવસ્થા પર હાલની સરકાર સાથે વાતચીત કરી રહ્યાં છીએ.

રાહુલ ગાંધીને રાહત મળ્યાં બાદ આ પહેલી બેઠક
મુંબઈમાં થનારી વિપક્ષી એકતાની બેઠકને હવે વધુ મજબૂતી મળી શકે છે કારણકે રાહુલ ગાંધીને સુપ્રીમથી રાહત મળ્યાં બાદ આ એવો પહેલો મોકો હશે જ્યારે તમામ વિપક્ષી દળ એકસાથે બેઠક કરશે. આ એક સેલિબ્રેશનનો પણ મોકો બની શકે છે. ત્રીજી બેઠકનો એજન્ડા કૉમન મિનિમમ પ્રોગ્રામને નક્કી કરવાનો થઈ શકે છે. વિપક્ષનાં નેતાઓએ છેલ્લી બેઠકમાં આ અંગે સંકેતો આપ્યાં હતાં.

શું હોઈ શકે છે બેઠકનો એજન્ડા?
બેંગલોરમાં થયેલી બેઠકમાં વિપક્ષી એકતાનાં ગઠબંધનને નામ આપવામાં આવ્યું હતું જેને 'ઈંડિયન નેશનલ ડેવલોપમેંટલ ઈન્ક્લ્યુસિવ એલાયંસ' એટલે કે  I.N.D.I.A. કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન 6 અલગ-અલગ એજન્ડા નક્કી કરવામાં આવ્યાં હતાં જેના પર ચર્ચા થવાની હતી. તેમાં 2024નાં સામાન્ય ઈલેક્શન માટે કૉમન મિનિમમ પ્રોગ્રામની ડ્રાફ્ટિંગ માટે એક સબકમિટી બનાવવાની વાત પણ કરવામાં આવી હતી. આ કમિટીમાં કોણ-કોણ હશે અને અન્ય ક્યા મુદાઓ મહત્વનાં હશે તે અંગેની વિસ્તૃત ચર્ચા આવનારી બેઠકમાં થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ