બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / After making a law for stray cattle in the state, that law will be followed

મહામંથન / અનેકો જિંદગી છીનવનાર રખડતા પશુ પર અંકુશનો વિરોધ કેમ? પશુઓને છોડાવતી ટોળકી ઉપર અંકુશ કઈ રીતે આવશે?

Vishal Khamar

Last Updated: 09:18 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રખડતા ઢોરનાં કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. જે બાદ રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો અમલમાં મૂક્યો છે. ઢોર નિયંત્રણ કાયદાનું પાલન કેટલું થાય છે જોવાનું રહ્યું?

રખડતા પશુનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકી પરંતુ શહેરી વિસ્તારોમાં મોટેભાગે એકાંતરે એવુ બને છે કે રખડતા પશુનો ભોગ કોઈને કોઈ વ્યક્તિ બન્યું હોય. નાગરિકોના રોષ અને હાઈકોર્ટની ફટકાર બાદ ફરી એકવાર સરકાર જાગી છે અને નવી સૂચિત માર્ગદર્શિકા બહાર પાડી. નવી માર્ગદર્શિકામાં નિયમાવલી તો કડક છે પણ સવાલ એ છે કે તેનો અમલ કઈ રીતે થશે. રખડતા પશુના ત્રાસથી શહેરી વિસ્તાર પરેશાન છે. 

  • શહેરી વિસ્તારમાં રખડતા પશુના ત્રાસનો મુદ્દો ફરી ચર્ચામાં
  • રાજ્ય સરકારે રખડતા પશુનો ત્રાસ નિવારવા નવી સૂચિત માર્ગદર્શિકા જાહેર કરી
  • રખડતા પશુથી નાગરિકોનું નુકસાન વધી રહ્યું છે

 જ્યારે બીજી તરફ માલધારી સમાજ સંગઠનના નામે સરકારને અને વ્યવસ્થાતંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કરે છે તે પણ હકીક છે. પશુધનને લઈને માલધારી સમાજના પોતાના તર્ક હોય શકે છે પરંતુ જ્યારે રખડતા પશુની અડફેટે કોઈ વ્યક્તિનો જીવ જાય તે કોઈ સંજોગોમાં સાંખી ન લેવાય. પાયાનો સવાલ એટલો જ છે કે નિયમ ગમે એટલા બને પરંતુ તેનાથી રખડતા પશુના ત્રાસ ઉપર નિયંત્રણ આવશે કે કેમ.. હવે નવી માર્ગદર્શિકામાં જાહેરમાં એક પણ રખડતુ પશુ જોવા ન મળે તેની જવાબદારી મહાપાલિકા અને નગરપાલિકાના શિરે છે તો આ જવાબદારી નિભાવવા તેમની પાસે શું રોડમેપ છે. પાયાના સવાલો છે અને જવાબ કદાચ ઘણાં ઉંડા હોય શકે છે.

  • રખડતા પશુની ટક્કરથી ગંભીર ઈજા અને મૃત્યુના બનાવ વધ્યા
  • સરકારની ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં પરંતુ યોગ્ય કામગીરી ન હોવાનો આરોપ
  • નાગરિકોની પરેશાનીના અનેક બનાવ બન્યા

શહેરી વિસ્તારમાં રખડતા પશુનાં ત્રાસનો મુદ્દો ફરી ચર્ચામાં છે. રાજ્ય સરકારે રખડતા પશુનો ત્રાસ નિવારવા નવી સૂચિત માર્ગદર્શિકા જાહેર કરી છે. રખડતા પશુથી નાગરિકોનું નુકસાન વધી રહ્યું છે. રખડતા પશુની ટક્કરથી ગંભીર ઈજા અને મૃત્યુના બનાવ વધ્યા. સરકારની ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં પરંતુ યોગ્ય કામગીરી ન હોવાનો આરોપ છે. નાગરિકોની પરેશાનીના અનેક બનાવ બન્યા છે. 

  • શહેરી વિસ્તારમાં કોઈ સંજોગોમાં જાહેરમાં રખડતા પશુ ન હોવા જોઈએ
  • જાહેરમાં રખડતા પશુ ન જોવા મળે તેની જવાબદારી મહાપાલિકા-નગરપાલિકાની
  • રખડતા પશુને કારણે નાગરિકના જાનમાલને નુકસાન થશે તો ફરિયાદ થશે
  • પશુમાલિક સામે નાણાકીય વળતર અને વસૂલાતનો દાવો કરી શકાશે

નવી સૂચિત માર્ગદર્શિકાના કેન્દ્રમાં શું?
શહેરી વિસ્તારમાં કોઈ સંજોગોમાં જાહેરમાં રખડતા પશુ ન હોવા જોઈએ. જાહેરમાં રખડતા પશુ ન જોવા મળે તેની જવાબદારી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાની છે. રખડતા પશુને કારણે નાગરિકના જાનમાલને નુકસાન થશે તો ફરિયાદ થશે. તેમજ  પશુમાલિક સામે નાણાકીય વળતર અને વસૂલાતનો દાવો કરી શકાશે.

  • જો પશુઓને ટેગ અને ચીપ નહીં હોય તો છોડાશે નહીં
  • RFD ચીપ અને ટેગ બાકી છે તેણે 2 મહિનામાં કામગીરી પૂરી કરવી પડશે
  • આ માટે પશુદીઠ કિંમત ચુકવવી પડશે

મહાપાલિકા-નગરપાલિકાની જવાબદારી

  • શહેરી હદમાં જાહેરમાં કોઈ સંજોગોમાં રખડતા પશુની હાજરી નહીં

ચીપ અને ટેગ ફરજિયાત
જો પશુઓને ટેગ અને ચીપ નહીં હોય તો છોડાશે નહીં.  RFD ચીપ અને ટેગ બાકી છે તેણે 2 મહિનામાં કામગીરી પૂરી કરવી પડશે. આ માટે પશુદીઠ કિંમત ચુકવવી પડશે. માર્ગદર્શિકા અમલમાં આવ્યાના 4 મહિનામાં ટેગિંગ અને ચીપની કાર્યવાહી પૂર્ણ કરવી. માર્ગદર્શિકાના અમલ બાદ ચીપ અને ટેગ બાકી હશે તો પશુને ઢોર ડબ્બામાં પુરાશે. માલિક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થશે.

  • માર્ગદર્શિકા અમલમાં આવ્યાના 4 મહિનામાં ટેગિંગ અને ચીપની કાર્યવાહી પૂર્ણ કરવી
  • માર્ગદર્શિકાના અમલ બાદ ચીપ અને ટેગ બાકી હશે તો પશુને ઢોર ડબ્બામાં પુરાશે
  • માલિક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થશે

ઘાસચારો ખવડાવવા શરતો લાગુ
પશુમાલિક કે ઘાસ વેચનાર જાહેર સ્થળ ઉપર ઘાસનું વેચાણ નહીં કરી શકે. તેમજ જો ઘાસ ખવડાવવું હોય તો સિટી સિવિક સેન્ટરમાં રૂપિયા આપવા પડશે. રૂપિયા આપીને પશુને ઘાસ ખવડાવી શકાશે.

  • પશુમાલિક કે ઘાસ વેચનાર જાહેર સ્થળ ઉપર ઘાસનું વેચાણ નહીં કરી શકે
  • જો ઘાસ ખવડાવવું હોય તો સિટી સિવિક સેન્ટરમાં રૂપિયા આપવા પડશે
  • રૂપિયા આપીને પશુને ઘાસ ખવડાવી શકાશે

પરમીટ અંગે શું છે જોગવાઈ?
પશુ રાખવા પોતાની જગ્યા હોય તો પરમીટ ફરજિયાત છે.  પાંજરાપોળ-ગૌશાળાએ પણ પરમીટ લેવી પડશે. પોતાની જગ્યા ન હોય તો બે મહિનામાં શહેરની હદથી દૂર પશુને લઈ જવા પડશે.

  • પશુ રાખવા પોતાની જગ્યા હોય તો પરમીટ ફરજિયાત
  • પાંજરાપોળ-ગૌશાળાએ પણ પરમીટ લેવી પડશે
  • પોતાની જગ્યા ન હોય તો બે મહિનામાં શહેરની હદથી દૂર પશુને લઈ જવા પડશે

પોલીસની કામગીરી શું રહેશે?
ઢોર પાર્ટીને પોલીસની ટીમ દ્વારા માર્ગદર્શન આપવું. જેમાં  મહાપાલિકામાં CP જ્યારે ગ્રામ્ય કક્ષાએ DySP તરફથી માર્ગદર્શન આપવું. તેમજ  પોલીસ સ્ટેશનની હદ પૂરી થાય તો સ્થાનિક પોલીસ મદદ કરશે.  ઘર્ષણની સ્થિતિમાં સ્થાનિક પોલીસનો સ્ટાફ હાજર રહેશે.

  • ઢોર પાર્ટીને પોલીસની ટીમ દ્વારા માર્ગદર્શન
  • મહાપાલિકામાં CP જ્યારે ગ્રામ્ય કક્ષાએ DySP તરફથી માર્ગદર્શન
  • પોલીસ સ્ટેશનની હદ પૂરી થાય તો સ્થાનિક પોલીસ મદદ કરશે
  • ઘર્ષણની સ્થિતિમાં સ્થાનિક પોલીસનો સ્ટાફ હાજર રહેશે

બાઈકર્સ ગેંગ સામે કાર્યવાહી
ઢોર પકડવાની કામગીરીમાં અનેકવાર ખલેલ પહોંચાડાય છે. પશુમાલિકો કે અન્ય લોકો બાઈક લઈને ટીમની આગળ ફરે છે. રસ્તા ઉપરથી પશુને ભગાડી મુકતી બાઈકર્સ ગેંગ સામે કેસ થશે. ટ્રાફિક નિયમના ભંગની વસૂલાત સહિતની કાયદાકીય કાર્યવાહી થશે.

  • ઢોર પકડવાની કામગીરીમાં અનેકવાર ખલેલ પહોંચાડાય છે
  • પશુમાલિકો કે અન્ય લોકો બાઈક લઈને ટીમની આગળ ફરે છે
  • રસ્તા ઉપરથી પશુને ભગાડી મુકતી બાઈકર્સ ગેંગ સામે કેસ થશે
  • ટ્રાફિક નિયમના ભંગની વસૂલાત સહિતની કાયદાકીય કાર્યવાહી થશે

દંડ વસૂલાત અને લાયસન્સ રદની કાર્યવાહી
ત્રણ કે તેથી વધુ વાર એક જ માલિકના પશુ પકડાશે તો કાર્યવાહી થશે.  એક જ માલિકના જુદા-જુદા પશુ પકડાશે તો કાયમી ધોરણે લાયસન્સ જપ્ત. તેમજ  લાયસન્સ જપ્ત થયા બાદ પશુમાલિક પશુધન રાખી શકશે નહીં. પશુને છોડાવવા માટે ચાર્જ ચુકવવો પડશે.

  • ત્રણ કે તેથી વધુ વાર એક જ માલિકના પશુ પકડાશે તો કાર્યવાહી
  • એક જ માલિકના જુદા-જુદા પશુ પકડાશે તો કાયમી ધોરણે લાયસન્સ જપ્ત
  • લાયસન્સ જપ્ત થયા બાદ પશુમાલિક પશુધન રાખી શકશે નહીં
  • પશુને છોડાવવા માટે ચાર્જ ચુકવવો પડશે

ત્રાસ યથાવત, નિયમથી નિયંત્રણ?
મહાનગરોમાં રખડતા પશુનો ત્રાસ સતત વધ્યો છે.  રખડતા પશુની અડફેટે અનેક નાગરિકો આવ્યા છે. તો કેટલાક કિસ્સામા ગંભીર ઈજા તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થયા છે. અમદાવાદમાં જ ચાર મહિનામાં રખડતા પશુ અંગે 5700 જેટલી ફરિયાદ મળી છે.  CCTV ઈમેજના આધારે એક વર્ષમાં અમદાવાદમાં 2582 રખડતા પશુ પકડાયા અને  ચાર મહિનામાં ઘાસચારો રાખવા અને તેના વેચાણ અંગે પણ 445 FIR થઈ છે. 

  • મહાનગરોમાં રખડતા પશુનો ત્રાસ સતત વધ્યો
  • રખડતા પશુની અડફેટે અનેક નાગરિકો આવ્યા
  • કેટલાક કિસ્સામા ગંભીર ઈજા તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થયા
  • અમદાવાદમાં જ ચાર મહિનામાં રખડતા પશુ અંગે 5700 જેટલી ફરિયાદ મળી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ