બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / After hanging three innocent daughters, the mother was also hanged, the reason is shocking.

આપઘાત / ત્રણ માસૂમ દીકરીઓને ફાંસીએ લટકાવીને માતાએ પણ ખાધો ગળેફાંસો, કારણ કંપાવનારુ

Vishal Dave

Last Updated: 06:17 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રારંભિક તપાસમાં  જાણવા મળ્યું છે કે મહિલા તેના સાસરિયાઓથી નારાજ હતી. તેનો પતિ દારૂ પીને તેને મારતો હતો.  દહેજ અને ત્રણ દીકરીઓ હોવાના કારણે હેરાનગતિનો મામલો પણ સામે આવ્યો છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી . અહીં એક મહિલાએ પોતાની ત્રણ માસૂમ દીકરીઓ સાથે ગળેફાંસો ખાઈ લીધો. આ ઘટનામાં મહિલા સહિત ત્રણના મોત થયા છે જ્યારે એક છોકરી હોસ્પિટલમાં દાખલ છે. તેની હાલત પણ નાજુક છે.

એક દિકરી હાલ સારવાર હેઠળ 

આ ઘટના મંગળવારે સવારે મધ્યપ્રદેશની રાજધાનીના ગુંગા પોલીસ સ્ટેશન વિસ્તારના રોંદિયા ગામમાં બની હતી. મૃતકોની ઓળખ સંજીતા (28), તેની પુત્રીઓ આરાધ્યા (5), સૃષ્ટિ (1.5 વર્ષ) તરીકે થઈ છે. 2.5 વર્ષની છોકરી મનુ (2.5 વર્ષ) હોસ્પિટલમાં દાખલ છે. તેની સારવાર ચાલી રહી છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરી હતી.

 7:30 વાગ્યે પોલીસને  માહિતી મળી કે રોંદિયા ગામમાં એક મહિલાએ તેના બાળકો સાથે ફાંસી લગાવી લીધી છે. આ અંગે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ કર્મીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં  મહિલા અને બે દિકરીઓના  મોત થયા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે. એક દિકરી  હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

આ પણ વાંચોઃ LIVE વીડિયો કોલિંગમાં ભૂલથી મહિલા પહોંચી ગઇ બાથરૂમમાં, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

અધિકારીએ કહ્યું, 'અત્યાર સુધીની પ્રારંભિક તપાસમાં અમને જાણવા મળ્યું છે કે મહિલા તેના સાસરિયાઓથી નારાજ હતી. તેનો પતિ દારૂ પીને તેને મારતો હતો. દહેજ અને ત્રણ દીકરીઓ હોવાના કારણે હેરાનગતિનો મામલો પણ સામે આવ્યો છે. અમે દરેક પાસાઓથી મામલાની તપાસ કરી રહ્યા છીએ અને જે પણ તથ્યો બહાર આવશે, કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ