બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Administration of Kutch in action mode to deal with cyclone situation

કુદરતી આફત / ધીમે ધીમે ખરાબ થઈ રહી છે કચ્છની પરિસ્થિતિ: ભારે પવન સાથે સતત વરસાદ, અનેક જગ્યાએ વીજળી ગુલ, 46 હજાર લોકોનું સ્થળાંતર

Malay

Last Updated: 02:14 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy Update: વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા કચ્છનું તંત્ર એક્શન મોડમાં, અત્યાર સુધીમાં 46 હજાર લોકોનું કરાયું સ્થળાંતર, જિલ્લામાં NDRFની 6 ટીમ અને SDRFની 2 ટીમ તૈનાત કરાઈ.

  • ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપોરજોયનું સંકટ
  • આજે કચ્છના દરિયાકિનારે ટકરાશે વાવાઝોડું
  • કચ્છમાંથી 46 હજાર લોકોનું સ્થળાંતર કરાયું
  • કચ્છમાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રહેશે

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી રહી છે. કુદરતી સંકટને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.  સેનાની ત્રણેય પાંખોની મદદ લેવામાં આવી છે. બે દિવસથી આર્મી, એરફોર્સ અને નેવી દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લામાં વિવિધ જગ્યાએ તૈનાત છે. બિપોરજોયના સંકટ સામે લડવા માટે તંત્ર સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેને પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. આજે રાત્રે કચ્છના જખૌ બંદર પર વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે.

કચ્છના દરિયાકાંઠાના ગામો સજ્જડ બંધ
વાવાઝોડાના કારણે કચ્છના દરિયાકાંઠા વિસ્તારના ગામો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે. પશ્ચિમ કચ્છનું નખત્રાણા ગામ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. ગામના રોડ-રસ્તા દુકાનો બંધ જોવા મળી છે. લોકો પણ ઘરમાં જ રહીને વહીવટી તંત્રને સાથ અને સહકાર આપી રહ્યા છે. 

નલિયામાં PGVCLની સરાહનીય કામગીરી
કચ્છ પર વાવાઝોડાનો અતિશય ભારે ખતરો મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાની નલિયામાં અસર શરૂ થઈ ગઈ છે. નલિયામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નલિયામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નલિયામાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. ત્યારે  દરિયાકાંઠા વિસ્તારમાં PGVCLની ટીમે સરાહનીય કામગીરી કરી છે. ચાલુ વરસાદ વચ્ચે લાઈટના તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે પવનના કારણે ધરાશાયી થયેલા વીજ પોલ ઉભા કરીને લાઈટના તાર બાંધવાનું કામ ચાલું કરાયું છે. વાવાઝોડામાં લોકોને હાલાકી ન થાય તે માટે PGVCLની કામગીરી કરી રહી છે. 

માંડવીમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ
કચ્છમાં  પ્રિ-સાયક્લોનિક અસર દેખાવાની શરૂ થઈ ચૂકી છે. વહેલી સવારથી કચ્છના તમામ વિસ્તારોમાં ભારે ફૂંકાઈ રહ્યા છે. વાવાઝોડાના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થાય તેવી શક્યતા છે. માંડવીમાં પણ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કચ્છના પિંગલેશ્વર પાસે દરિયો ગાંડોતૂર બન્યો છે. પિંગલેશ્વર પાસે દરિયોમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો ગાંડોતૂર થતા વિન્ડ મિલની દીવાલ ધરાશાયી થઈ છે. દીવાલ ધરાશાયી થતા મિલની અંદર પાણી ઘૂસ્યા છે.

જખૌ અને નલિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો બંધ
કચ્છના જખૌમાં વાવાઝોડાની અતિસય ભારે અસર વર્તાઈ રહી છે. જખૌમાં વહેલી સવારથી ફૂલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનથી પોર્ટ વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે જખૌ અને નલિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાયો છે. મીઠું પકવતા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. બિપરજોય વાવાઝોડાને લઈને ટ્રકોના પૈડા થંભી ગયા છે.  મુંન્દ્રા, કંડલા પોર્ટ અને લિગ્નાઇટ ઉદ્યોગ બંધ હોવાથી ટ્રકોના પૈડા થંભ્યા છે. 16 તારીખ સુધી ટ્રકો નહીં દોડાવવાનો ટ્રક માલિકોએ નિર્ણય લીધો છે.

વધુ બે દિવસ કચ્છમાં શાળાઓ રહેશે બંધ
કચ્છમાં વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અગાઉ 13, 14 અને 15 જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે આજે શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેતાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે. 

વાવાઝોડાને લઈ તમામ તૈયારી પૂર્ણઃ કલેક્ટર
બિપરજોય વાવાઝોડાને લઈ કચ્છના કલેક્ટરે જણાવ્યું છે કે, વાવાઝોડું આજે સાંજે જખૌ બંદર પર લેન્ડફોલ થશે. વાવાઝોડાને લઈ તંત્રએ તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. કચ્છમાંથી 46 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. 5 હજાર અગરિયાનું પણ સ્થળાંતર કરાયું છે. કચ્છમાં NDRFની 6 ટીમ, RPFની 3 ટીમ અને SDRFની 2 ટીમ તૈનાત કરાઈ છે. કચ્છ જિલ્લાના 7 તાલુકાના પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. 7 તાલુકાના 51 હજાર 448 પશુને સલામત સ્થળે ખસેડ્યા છે. 10 રેપિડ રિસ્પોન્સ ટીમને એક્ટિવેટ કરાઈ છે. 

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત, આ જિલ્લામાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે  NDRFની ટીમ કરાઈ તૈનાત | The NDRF team reached Valasad due to heavy rains



કચ્છ પર વાવાઝોડાનો ખતરો

  • કચ્છના 7 અસરગ્રસ્ત તાલુકાના 120 ગામો અસરગ્રસ્ત
  • અબડાસા 19, ભચાઉ 17, અંજારના 8 ગામો અસરગ્રસ્ત
  • ગાંધીધામ 7, માંડવી 19, મુન્દ્રા 15, લખપત 35 ગામ અસરગ્રસ્ત
  • કચ્છમાં દરિયાકાંઠાથી 0 થી 5 કિમી વિસ્તારના 72 ગામો
  • કચ્છમાં દરિયાકાંઠાથી 5 થી 10 કિમી વિસ્તારમાં 48 ગામો
  • કચ્ચછમાં કુલ 35,822 લોકોનુ સ્થળાંતર કરાયુ
  • મીઠા અગરોમાં કામ કરતા 4509 અગરીયાઓનું સ્થળાંતર કરાયુ
  • આશ્રયસ્થાનોમાં લાઈટ, પાણી, ફુડ પેકેટની વ્યવસ્થા કરાઈ
  • આશ્રયસ્થાનોમાં જનરેટર, 1070 ઈન્વર્ટર બલ્બ, 400 હેન્ડ ટોર્ય, 50 જનરેટર સેટની વ્યવસ્થા
  • અબડાસા, લખપતના 17,887  પશુઓને સલામત સ્થળે ખસેડાયા
  • કચ્છમાં 32000 વીજપોલ રિઝર્વ રખાયા
  • PGVCL દ્વારા 43 વિહિકલ તૈયાર રખાયા છે
  • 125 રીસ્ટોરેશન ટીમ બનાવાઈ
  • 12,600 વીજપોલ તાલુકાઓમાં પહોંચાડી દેવાયા
  • કચ્છમાં 4 સેટેલાઈટ ફોનની વ્યવસ્થા કરાઈ
  • ભુજ, નલીયા અને નખત્રાણામાં ૩ હેમ રેડીયો ઉપલબ્ધ 
  • કોટેશ્વર મંદિર તેમજ તેની બજારો બંધ રાખાયા
  • 1,25,000 ફૂડપેકેટ તૈયાર કરવામાં આવ્યા
  • 86,000 ફૂડપેકેટનું વિતરણ કરાયુ 
  • દુધ સાગર ડેરી મારફતે 5000 લીટર દુધની વ્યવસ્થા
  • 2000 કિલો દૂધ પાવડરની વિવિધ શેલ્ટર હોમ ખાતે વ્યવસ્થા
  • 175 એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરાઈ
  • 87 પીવાના પાણીના ટેંકર અને 9 ડીવોટરીંગ પંપ ની વ્યવસ્થા
  • 56 ટેન્કર આશ્રયસ્થાન પર અને તેમજ 35 ટેંકર અસરગ્રસ્ત ગામોમાં મોકલાયા
  • NDRFની 4 ટીમ ગાંધીધામ, માંડવી, લખપત, અબડાસા, નખત્રાણા, ભુજમાં
  • SDRFની 2 ટીમ નારાયણ સરોવર, નલીયામાં તૈનાત
  • RPFની 4 ટીમ ગાંધીધામ, મુંદ્રા, નલીયામાં તૈનાત
  • ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ, બોર્ડર સીક્યોરીટી ફોર્સ તથા એર ફોર્સની ટીમો તૈનાત
  • 4 ફાયર ટીમ લખપત, અબડાસા, માંડવી, ભુજમાં તૈનાત
  • 87 ડમ્પર, 300 ટ્રેક્ટર તથા 29 JCB, 61 ટ્રક સ્ટેન્ડબાય રખાયા
  • માર્ગો પરથી વૃક્ષો હટાવવા તથા રોડ ક્લીયરન્સ માટે 50 ટીમ બનાવાઈ. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ