બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / અમદાવાદ / Accused of molesting 8-year-old girl caught in Ahmedabad

સુરક્ષિત ક્યાં ? / જુહાપુરામાં દુકાને બિસ્કિટ લેવા ગયેલી 8 વર્ષની બાળકીની વિકૃત વ્યક્તિએ કરી છેડતી,આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો

Khyati

Last Updated: 06:22 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના જુહાપુરામાં 8 વર્ષની બાળકીની સાથે છેડતી, વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપી ઝડપાયો

  • જુહાપુરામાં 8 વર્ષની બાળકીની છેડતી
  • વેજલપુર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
  • બાળકીએ માતાને ફરિયાદ કરતા મામલો આવ્યો સામે 

ગુજરાતમાં દિકરીઓ સુરક્ષિત ક્યાં છે ? દિકરીઓ અને મહિલાની સલામતીને લઇને અવારનવાર સવાલો ઉભા થાય છે. ક્યારેક નાની બાળકી તો ક્યારેય મહિલાઓ હવસનો શિકાર બને છે. તો ક્યારેક શાળાએ જતી દિકરીઓે અસામાજિક તત્વોના ત્રાસથી પરેશાન થવાનો વારો આવે છે. ત્યારે અમદાવાદમાં સેટેલાઇટ બાદ વધુ એક કિશોરી છેડતીનો ભોગ બની. 

જુહાપુરામાં કિશોરીની છેડતી કરનાર ઝડપાયો

પોલીસ કસ્ટડીમા જોવા મળતો આ આરોપી અજર આલમ છે.. આરોપી બિહારનો રહેવાસી છે. શહેરની અલગ અલગ હોટલમાં ફરીને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે..આરોપીએ જુહાપુરામાં રહેતી 8 વર્ષીની બાળકીની છેડતી કરતા હવે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. જુહાપુરામાં  રહેતી 8 વર્ષની બાળકી જ્યારે તેના ઘરેથી સાંજના સમયે તેના ઘરની સામે આવેલ કરીયાનાની દુકાને બિસ્કિટ લેવા જતી હતી ત્યારે ત્યાં  બેઠેલા અજર આલમ નામના આરોપીએ શરીર એ હાથ ફેરવીને છેડતી કરી હતી. આ મામલે બાળકીને માતાને જાણ કરતા માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો. 

કિશોરી બિસ્કીટ લેવા ગઇ હતી ત્યારે બની ઘટના

મહત્વનું છે કે સેટેલાઇટમાં ટ્યુશન જતી સગીરાની જાહેરમાં છેડતી અને હવે જુહાપુરામાં 8 વર્ષની બાળકીની છેડતી થતા બાળકીઓની સલામતી પર સવાલ ઉઠી રહ્યા  છે.. આ બન્ને કેસમાં આરોપીઓ તો ઝડપાઇ ગયા અને જેલ હવાલે થયા છે પરંતુ દીકરીઓની અંદર એક ડર ઉભો થઇ ગયો છે.. વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સેન્ટ્રલ જેલ મોકલી દીધો છે. વેજલપુર પોલીસે આરોપીએ છેડતી કરી ત્યારે નશામાં હતો કે કેમ તેને લઈને  મેડિકલ રિપોર્ટ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ