બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Accidental car accident in Thaltej underpass of Ahmedabad, traffic jam

એક્સિડન્ટ / અમદાવાદમાં અકસ્માતની વણઝાર: પહેલાં માણેકબાગ, હવે થલતેજ, કારની આગળના ભાગના ભુક્કેભુક્કા

Malay

Last Updated: 11:57 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Accident News: અમદાવાદના થલતેજ અંડરપાસમાં કાર અકસ્માત સર્જાતા ઝાયડસ ચાર રસ્તાથી પકવાન તરફ આવતા રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો છે.

  • અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો
  • થલતેજ અંડરપાસમાં કાર અકસ્માત 
  • કારની આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થયો

અમદાવાદ શહેરમાં અકસ્માતો થવાનો સિલસિલો બંધ થવાનું નામ જ ન લેતો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે રાત્રે માણેકબાગ પાસે BMW કાચના ચાલકે અકસ્માત સર્જ્યા બાદ હવે થલતેજ અંડરપાસમાં કાર અકસ્માત સર્જાયો છે. શહેરના વાહનોથી ધમધમતા રસ્તા એસ.જી હાઈવે પર સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે સ્વીફ્ટ કારનો આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. થલતેજ અંડરપાસની અંદર સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. 

અકસ્માતના કારણે વાહનોની લાગી લાઈનો
એસ.જી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. ઝાયડસ ચાર રસ્તાથી પકવાન તરફ આવતા રસ્તા પર ટ્રાફિકજામ સર્જાઈ છે. હાલ ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને કારને હટાવીને ટ્રાફિક ક્લિયર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.  

માણેકબાગ અકસ્માતઃ કાર ચાલક સામે નોંધાયો ગુનો
તો બીજી બાજુ ગઈકાલે રાત્રે માણેકબાગ પાસે સર્જાયેલા અકસ્માતને લઈને કાર ચાલક કમલેશ બિશ્નોઈ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. પોલીસે કમલેશ બિશ્નોઈ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે.  આરોપી વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઓવર સ્પિડ કાર અને બેરિકેડને નુકસાન પહોચાડવાનો પણ ગુનો નોંધાયો છે.

શું બની હતી ઘટના?
શહેરના માણેકબાગ નજીક ગઈકાલે રાત્રે નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. ગત રાત્રે 1 વાગ્યાની આસપાસ BMW કારના ચાલકે કારને માણેકબાગ નજીક અથડાવી હતી. ચાલકે ગઈકાલે રાત્રે GJ 01 KA 6566 નંબરની કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સાથે અથડાવી હતી. અકસ્માત સર્જીને કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી હતી.

માણેકબાગ પાસે અકસ્માત

કાર ચાલક હતો નશામાં ધૂત
જે બાદ સેટેલાઈટ પોલીસે ફિલ્મોની જેમ તેનો પીછો કરી માણેકબાગથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા ચાલક કમલેશ બિશ્નોઈ દારૂ પીધેલો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ BMW કારના ચાલકની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હતી.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ