બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગર / Abortion allowed for 28-week-old fetus, Gujarat High Court verdict on 16-year-old orphan minor
Priyakant
Last Updated: 01:56 PM, 25 November 2023
ADVERTISEMENT
Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટે એક 16 વર્ષની સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી છે. વિગતો મુજબ પાલીતાણાની એક 16 વર્ષીય અનાથ સગીરાને 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે, સામાન્ય સંજોગોમાં 20 સપ્તાહ સુધીના ગર્ભનો ગર્ભપાત શક્ય હોય છે. જોકે આ કેસમાં મેડિકોલિગલ કેસ બનતા હાઇકોર્ટની મંજૂરી લેવી ફરજિયાત બને છે. જેથી હાઇકોર્ટના જસ્ટિસ વિમલ કે.વ્યાસે ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
પાલિતાણા ગ્રામ્ય પોલીસમાં એક સંસ્થાના અધિકારીએ 16 નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાવી હતી. 16 વર્ષીય દુષ્કર્મ પીડિતા અનાથ સગીરાને 28 સપ્તાહનો ગર્ભ હોઇ હાઇકોર્ટથી ગર્ભપાતની મંજૂરી લેવી ફરજિયાત હોઇ કવાયત કરાઇ હતી. જે બાદમાં હાઇકોર્ટના જસ્ટિસ વિમલ કે.વ્યાસે ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી. મહત્વનું છે કે, અનાથ સગીરાને 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી અપાઈ છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, ગર્ભપાત બાદ બાળક જીવિત હોય તો તેની સારવાર સહિતની જવાબદારી સરકારની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.