બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AAP leader vashram Sagathiya in Shaktisinh Gohil's inauguration! Speculations are ramping up as the VIDEO goes viral

રાજકારણ / શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં AAP નેતા વશરામ સાગઠિયા! VIDEO વાયરલ થતા અટકળો તેજ

Malay

Last Updated: 09:42 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા જોવા મળતા રાજકારણ ગરમાયું છે. વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થતાં સાગઠીયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ થઈ છે.

 

  • AAP નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસના કાર્યક્રમમાં દેખાયા
  • કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા છે વશરામ સાગઠિયા
  • વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસના કાર્યક્રમમાં જોવા મળતા અનેક અટકળો તેજ બની ગઈ છે. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ગાંધી આશ્રમથી પાલડી સુધીની યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા હાજર રહેતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે.

વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થયો
આપને જણાવી દઈએ કે, AAP નેતા વશરામ સાગઠિયા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાતા તેઓ પણ તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે, થોડા મહિનાઓ બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા અને વશરામ સાગઠિયા હજુ પણ આમ આદમી પાર્ટીમાં જ છે. ત્યારે ગઈકાલે શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરોની સાથેનો વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થતાં સાગઠીયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ થઈ છે. જોકે, VTV ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

કોંગ્રેસના કાર્યક્રમમાં જોવા મળતા ગરમાયું રાજકારણ
વીડિયોમાં જોઈ શકાય છે કે, AAP નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણી સાથે જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સાગઠિયા પોતાનું મોં છુપાવતા જોવા મળી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ તરીકે આવતા સાગઠીયા કોંગ્રેસ નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે. 
 

વશરામ સાગઠિયા (રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા)


કોણ છે વશરામ સાગઠિયા?
- વશરામ સાગઠિયા મૂળ બોટાદના પાળીયાદ ગામના રહેવાસી છે
- તેઓ ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ AAPમાં જોડાયા હતા
- રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી AAPએ વશરામ સાગઠિયાને આપી હતી ટિકિટ
- આ જ બેઠક પરથી પાતળી સરસાઇથી તેઓ ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા.
- હાલમાં વશરામ સાગઠિયા રાજકોટના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે.
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ