બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / aadhaar card update 1947 toll free helpline number in multiple languages UIDAI started this facility
Bhushita
Last Updated: 09:47 AM, 5 February 2021
ADVERTISEMENT
આજના સમયમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યૂમેન્ટ બન્યું છે. જો તમને તમારા આધારમાં કોઈ પણ અપડેટ કરવામાં મુશ્કેલી આવી રહી છે તો તમારા માટે આ પ્રક્રિયા હવે સરળ બની છે. આઘાર સાથેની સમસ્યાના સમાધાન માટે UIDAIએ 1947 હેલ્પ લાઈન નંબરની શરૂઆત કરી છે. જે 12 ભાષાઓમાં સેવા આપે છે. અહીં ફોન કરતાં આધાર સાથેની કોઈ પણ સમસ્યાનું સમાધાન મળશે. આ વાતની માહિતી ટ્વિટની મદદથી આપવામાં આવી છે.
#Dial1947AadhaarHelpline
— Aadhaar (@UIDAI) January 28, 2021
To get answers to all your Aadhaar related queries, place a call on our toll-free helpline 1947. pic.twitter.com/jRKVhWw5mi
ADVERTISEMENT
UIDAIએ ટ્વિટમાં લખી છે આ વાત
ટ્વિટમાં કહેવાયું છે કે આધાર હેલ્પલાઈન 1947ને 12 ભાષાઓ હિંદી, અંગ્રેજી, તેલૂગૂ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, અસામી અને ઉર્દૂમાં ચલાવાશે. અહીં તમે આધાર સાથેની સમસ્યાનું સમાધાન તમારી ભાષામાં મેળવી શકો છો.
The Aadhaar helpline 1947 provides support in 12 languages – Hindi, English, Telugu, Kannada, Tamil, Malayalam, Punjabi, Gujarati, Marathi, Oriya, Bengali, Assamese, and Urdu. #Dial1947AadhaarHelpline for conversation in the language of your choice. pic.twitter.com/IzVQsS3R2d
— Aadhaar (@UIDAI) January 29, 2021
ફક્ત 50 રૂપિયામાં બનાવડાવી લો એટીએમ જેવું નવું આધાર કાર્ડ
ડેબિટ ક્રેડિટ કાર્ડના જેવું દખાતું નવું આધાર કાર્ડ બનાવવાનું હવે સરળ બન્યું છે. UIDAIએ સામાન્ય લોકોની સુવિધા માટે ફક્ત 50 રૂપિયાનો ચાર્જ નક્કી કર્યો છે. અનેક સુરક્ષિત ફીચર્સની સાથે લેસ પીવીસી આધાર કાર્ડ વધુ સુરક્ષિત છે. આ સાથે ચાર્જ પણ નોમિનલ રખાયો છે.
શું છે ખાસિયત
આધાર પીવીસી કાર્ડની ખાસિયત છે કે લાંબા સમય સુધી ચાલે છે અને સાથે દેખાવમાં આકર્ષક છે. આ સિવાય તેમાં લેટેસ્ટ સિક્યોરિટી ફીચર્સ છે. સિક્યોરિટી ફીચર્સમાં હોલોગ્રામ, ઘોસ્ટ ઈમેજ અને માઈક્રોટેક્સ્ટ છે.પીવીસી છે જે પ્લાસ્ટિકનું બનેલું હોય છે. તેની પર તમામ ડિટેલ્સ રહે છે.
ઘરે બેઠા બનાવડાવી શકાય છે પીવીસી કાર્ડ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.