બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધોધ પર રમણીય નજારો જોઇ સેલ્ફી લેવા ગયો યુવક, પગ લપસતા ઉંચાઇ પરથી પટકાતા મળ્યું મોત
Last Updated: 06:07 PM, 6 July 2025
અરવલ્લી જિલ્લાના ભિલોડા-વિજયનગર વચ્ચે આવેલા ધોધ સ્થળે પગ લપસતા એક યુવકનું મોત થયું.. યુવક મોબાઇલ પર સેલ્ફી લેવા જઇ રહ્યો હતો તે દરમ્યાન તેનો પગ લપસ્યો હતો અને ઉંચાઇ પરથી પટકાતા તેનું મોત થયું.. યુવકની ઓળખ અલ્પેશ મેણાંત તરીકે થઇ છે..તેની ઉંમર 18 વર્ષની હતી..
ADVERTISEMENT
વોટરફોલની મુલાકાત લો તો આટલું અવશ્ય ધ્યાન રાખજો
ADVERTISEMENT
-ધોધ સ્થળ પર ચેતવણીનું જે બોર્ડ માર્યું હોય તેને અવગણવી ન જોઇએ, ચોક્કસ જગ્યાએથી આગળ ન જવા માટે કે ચોક્કસ પ્રવૃતિ ન કરવા માટે ચેતવણી મારેલી હોય ત્યારે તેને અનુસરવી જોઇએ, તેને ન અનુસરવાનું પરિણામ જિંદગી ગુમાવીને ચૂકવવું પડી શકે છે.
-ધોધ સ્થળ પર સ્વભાવિક રીતે જ પથ્થરો પર પાણી હોવાથી લપસવાની શક્યતા વધારે રહે છે આવા સંજોગોમાં અહીં સેલ્ફી લેવાનું ટાળવું જોઇએ
ADVERTISEMENT
-ધોધ સ્થળ પર મોબાઇલમાં વ્યસ્ત રહેવાનું પણ ભારે પડી શકે છે, મોબાઇલમાં તલ્લીન થઇ જવાથી ક્યારેક પરિસ્થિતિનો ખ્યાલ નથી આવતો અને દુર્ઘટના ઘટી શકે છે
-ધોધ સ્થળ પર પાણીનો પ્રવાહ જયાં એકદમ વધારે હોય તે જગ્યાએથી દુર રહેવું જોઇએ
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Gujarat માં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ, જ્યાં જુઓ ત્યા ખાડા અને ખાડામાં પાણી
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.