બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / A young man molested a woman after entering a hotel room at Ahmedabad

અમદાવાદ / નરોડા : ઘરે ફર્નિચરનું કામ ચાલતું હોવાથી હોટલમાં રહેવા ગયું દંપતી, અચાનક રાત્રે 3 વાગ્યે થઈ ચીસાચીસ, મામલો સીધો પોલીસ સ્ટેશનમાં

Kishor

Last Updated: 09:49 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક હોટલના રુમમાં ઘૂસી આરોપીએ મહિલાની છેડતી કરી હોવાનો ખળભળાટ મચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે.

  • અમદાવાદમાં પરિણીતાની લાજ લેવાની કોશિષ
  • પતિ નાસ્તો લેવા માટે નીચે ગયો ત્યારે યુવક બારીમાંથી અંદર ઘુસ્યો
  • પોલીસે આરોપીને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી હોટલના રુમમાં એક અજાણ્યા યુવકે ઘુસીને પરિણીતાની લાજ લેવાની કોશિષ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિણીતાનો પતિ નાસ્તો લેવા માટે નીચે ગયો હતો ત્યારે યુવક બારીમાંથી અંદર આવ્યો હતો અને આ કૃત્યને અંજામ આપતા દેકારો બોલી ગયો હતો.

A young man molested a woman after entering a hotel room at Ahmedabad

 પરિણીતા ચોંકી ઉઠી હતી
સમગ્ર કેસની વાત કરવામાં આવે તો નરોડા વિસ્તારમાં રહેતા દંપતીને ઘરે ફર્નિચરનું કામ ચાલતું હોવાથી હોટલમાં રહેવું ભારે પડ્યું છે.છેલ્લા દોઢ મહિનાથી ઘરમાં ફર્નિચરનું કામ ચાલતુ હોવાથી તે નરોડા ટોલનાકા પાસે આવેલી પેરેડાઇઝ હોટલમાં રહે છે. તેવામાં મહિલા તેના પતિ સાથે હોટલના રુમમાં હાજર હતી ત્યારે રાતના સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેને ભુખ લાગી હતી. બાદમાં મહિલા ટીવી જોઇ રહી હતી ત્યારે તેનો પતિ નીચે નાસ્તો લેવા માટે ગયો હતો ત્યારે પાર્થ નામના શખ્સ બારીમાંથી રુમમાં ઘુસી આવ્યો હતો. જેને પરિણીતાનો હાથ પકડી લીધો હતો. આથી પરિણીતા ચોંકી ઉઠી હતી અને બુમાબુમ કરતા હોટલનો સ્ટાફ અને તેનો પતિ આવી ગયો હતો. 

A young man molested a woman after entering a hotel room at Ahmedabad

ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ
ફરિયાદી મહિલાએ આરોપ સાથે જણાવ્યું કે તે ટીવી જોતી હતી ત્યારે પતિ નીચે ગયા હતા તે સમયે રૂમની બારીમાં અવાજ આવી રહ્યો હતો. જેથી તેણે ઉભા થઇને બારી પાસે ગઇ ત્યારે તેની એક શખ્સ ત્યા ઉભો હતો. બારીની છાજલી પાસે શખ્સને જોતા તેને પુછ્યુ હતું કે તમે કોણ છો. જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો. અને બીભત્સ શબ્દો બોલી બીભત્સ માંગણીઓ કરવા લાગ્યો હતો. શખ્સ રુમમાં આવી ગયો હતો અને તેણે મહિલા નો હાથ પકડીને છેડતી કરવા લાગ્યો હતો જેથી તે ગભરાઇને રુમની બહાર નીકળી ગઇ હતી અને બુમાબુમ કરવા લાગી હતી. હોટલનો સ્ટાફ તેમજ પતિ આવી જતા શખ્સને ઝડપી લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ એ ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ