બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / A woman who was about to jump into the Tapi river in Surat was saved by the TRB

હતાશ / સુરતમાં તાપી નદીમાં કૂદવા જઈ રહેલી મહિલાને TRB જવાને બચાવી, પ્રશંસનીય કાર્ય જોઈને તમે પણ કરશો સેલ્યુટ

Vishal Khamar

Last Updated: 03:32 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં અમરોલી બ્રિજ પરથી નદીમાં કૂદવા જતી મહિલાને ટીઆરબી જવાન દ્વારા બચાવી લેવામાં આવી છે. આપઘાત કરવા બાબતે યુવતીએ જણાવ્યું હતું કે, પ્રેમી પરણીત હોવાની જાણ થતા તે હતાશ થઈ આપઘાત કરવા નીકળી હતી.

સુરત ખાતે રહેતી યુવતીને પ્રેમીએ દગો આપતા યુવતી હતાશ થઈ જતા તે અમરોલી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હતી. તે દરમ્યાન ટ્રાફિક બ્રિગ્રેડનાં જવાને યુવતીને બચાવી આ બાબતે તેનાં પિતાને જાણ કરી યુવતીને તેના પિતાને સોંપી હતી.  યુવતીને પ્રેમી પરણીત હોવાની જાણ થતા તે હતાશ થઈ આપઘાત કરવા નીકળી હતી. 

ટીઆરબી જવાનની કામગીરીને લોકોએ બિરદાવી
મહિલા નદીમાં કૂદે તે પહેલા જ ટ્રાફિક પોલીસ જવાન તેમજ રાહદારીની નજર તાપી બ્રિજની લોખંડની ગ્રીલ પર ચડીને નદીમાં કૂદવાનો પ્રયત્ન કરતી યુવતી પર પડતા આ બાબતે લોકોએ ટીઆરબી જવાનને જાણ કરી હતી. જે બાદ ટીઆરબી જવાન રાહુલ કૈલાશભાઈ દાયમાને રાહદારીઓ દ્વારા બુમો પાડી બોલાવ્યો હતો. 

પ્રેમી પરણીત હોવાનું જાણવા મળતા યુવતી હતાશ થઈ ગઈ હતી
આ બાબતે યુવતીની પ્રાથમિક પૂછપરછ કરતા યુવતી છેલ્લા ચાર વર્ષથી એક યુવક સાથે પ્રેમ સબંધ હોવાનું જણાવ્યું હતું. ત્યારે યુવક દ્વારા યુવતીને પોતે અપરણીત હોવાનું કીધું હતું. જે બાદ યુવતીને માલુમ પડ્યું કે યુવક પરણીત છે તેમજ એક સંતાનનો પિતા છે. જેથી યુવક દ્વારા યુવતીને દગો આપવા તે હતાશ થઈ જવા પામી હતી અને નદીમાં કૂદી આપઘાત કરવા જતી હતી.  ત્યારે યુવતીને બચાવી લેવામાં આવતા લોકોએ ટીઆરબી જવાનનો આભાર માન્યો હતો. 

જલ્પા સોનાણી (મહિલા સલાહકાર સમિતિ)

વધુ વાંચોઃ ફ્લેટમાં આગ લાગી જતાં 15 દિવસની બાળકીનું નિધન: અમદાવાદમાં મોડી રાત્રે અફરાતફરી, 17 લોકો ઘાયલ

કતારગામ પોલીસની મદદ લઈ છોકરીને તેના પિતાને સોંપવામાં આવીઃ જલ્પા સોનાણી (મહિલા સલાહકાર સમિતિ)
આ બાબતે મહિલા સલાહકાર સમિતિનાં જલ્પા સોનાણીએ જણાવ્યું હતું કે,  હું અને મારી મિત્ર અમરોલી જઈ રહ્યા હતા. અને ત્યાર બાદ અમરોલી જતા અમને એવું લાગ્યું કે કોઈ છોકરી તાપીમાં કૂદવા જઈ રહી હતી. જે બાદ અમે તાત્કાલીક ગાડી ઉભી રાખી છોકરીનાં કપડા તેમજ પગ પકડી થોભી રાખી હતી. જે બાદ બુમાબુમ કરી રાહદારીઓને તેમજ ફાયર બ્રિગ્રેડને બોલાવતા યુવતીને બચાવી લેવામાં આવી હતી.  જે બાદ યુવતીનાં પિતાને બોલાવી પોલીસનાં માધ્યમથી યુવતીને તેનાં પિતાને સોંપી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ