બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / A vicious criminal was caught selling loose marijuana on parole

અમદાવાદ / જેલમાં બેસીને ‘ગાંજા કિંગ’ બનવાનો પ્લાન બનાવ્યો, પેરોલ પર છૂટયો, 17.98 કિલોના ગાંજા સાથે રીઢો ગુનેગાર ઝડપાયો

Dinesh

Last Updated: 05:50 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેલમાં બેસીને ‘ગાંજા કિંગ’ બનવાનો પ્લાન બનાવ્યોઃ એસઓજીએ જશોદાનગર પાસેથી શખ્સને 19.97 કિલો ગાંજા સાથે ઝડપી લીધો

  • પેરોલ પર છૂટી ગાંજો વેચતો શાતિર ગુનેગાર ઝડપાયો
  • જેને ડ્રગ્સ લેવાનો નશો નથી પરંતુ ડ્રગ્સને વેચવાનો નશો
  • પેરોલમાં જમ્પ કરીને આ શખ્સે ગાંજાની તસ્કરી શરૂ કરી


જે વ્યકિતને ગુનાખોરીની લત લાગી જાય છે તે ક્યારેય પાછું વળીને જોતી નથી, જેના કારણે તેને જેલના સળિયા પાછળ જવાના દિવસો આવે છે. ગુનેગાર જેલમાં ગયા પછી પણ સુધરવાની જગ્યાએ વધુને વધુ ગુનાખોરીને અંજામ આપવાના કાવતરાં ઘડે છે અને જેલની બહાર આવીને પોતાના ઇરાદા પાર પાડે છે. આવા જ એક કિસ્સામાં એક શખ્સ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ના સંકજામાં આવી ગયો છે. જેને ડ્રગ્સ લેવાનો નશો નથી પરંતુ ડ્રગ્સને વેચવાનો નશો છે. જેલમાં બેઠા બેઠા આ શખ્સે ગાંજાના ધંધામાં કિંગ બનવાનું સપનું જોયું હતું. જેને પાર પાડવા તે પેરોલ લઇને બહાર આવી ગયો. પેરોલમાં જમ્પ કરીને આ શખ્સે ગાંજાની તસ્કરી શરૂ કરી પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે તેના ઇરાદા પર પાણી ફેરવી દીધું.
 
સુરતના લાલા નામના શખ્સ પાસેથી ગાંજો લાવ્યો હતો
સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમને બાતમી મળી હતી કે સલીમ ઉર્ફે ચા વાલા યાકુબ પટેલ (રહે. મારવાડીની ચાલી, શાહઆલમ)  પાસે ગાંજાનો જથ્થો છે અને તે ટાટા નેનો કાર લઇને જશોદાનગરથી ગોરના કૂવા તરફ જઇ રહ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સલીમની અટકાયત કરી લીધી હતી. સલીમની કાર ચેક કરતાં તેમાંથી કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સલીમ સુરતના લાલા નામના શખ્સ પાસેથી ગાંજો લાવ્યો હતો. ટ્રેનમાં ગાંજો લઇને સલીમ અમદાવાદ આવ્યો હતો અને બાદમાં તેને વેચવાનો હતો. સલીમ એક રીઢો ગુનેગાર છે જેને નશો કરવાનો શોખ નથી પરંતુ ડ્રગ્સ વેચવાનો શોખ છે. માદક પદાર્થ વેચીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. 

પ્રસાદમાં મળે છે ગાંજો! ભારતના આ અનોખા મંદિરના પ્રસાદનું મહત્વ જાણીને ચોંકી  જશો | Marijuana is found in Prasad! You will be shocked to know the  importance of Prasad of this unique

ગાંજાનો ધંધો શરૂ કરી દીધો હતો
સલીમ પટેલ જેલમાં બંધ હતો અને પેરોલ લઇને બહાર આવ્યો હતો. સમયસર જેલમાં પરત ફરવાની જગ્યાએ તે પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો અને ગાંજાનો ધંધો શરૂ કરી દીધો હતો. પોલીસ ઘણા દિવસોથી સલીમ પટેલને શોધી રહી હતી પરંતુ ગઇ કાલે તેને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. જેલમાં હતો ત્યારે સલીમે ગાંજાનો ધંધો ફરીથી શરૂ કરીને કિંગ બનવાનાં સપનાં જોયાં હતાં. જેથી તેણે કોઇ પણ બહાને પેરોલ લઇ લીધી હતી. પેરોલ પરથી છુટ્યા બાદ તેના સાગરીતોને તેણે   એક્ટિવ કરી દીધા હતા અને બાદમાં ગાંજાનો ધંધો શરૂ કરી દીધો હતો. સલીમ પટેલ વિરુદ્ધ બે નાર્કોટિક્સના કેસ નોંધાયા છે. જેમાંથી એક ક્રાઇમ બ્રાંચમાં છે અને બીજો કેસ રાજકોટમાં નોંધાયો છે. વર્ષ ૨૦૨૦માં સલીમ ગાંજાના કેસમાં ફસાયો હતો અને ત્યારથી તે જેલમાં બંધ હતો. આ સિવાય સલીમ પટેલ દારૂનો ધંધો પણ કરતો હતો જ્યારે હથિયારની તસ્કરીના કેસમાં પણ ઝડપાઇ ચુક્યો છે. સલીમ પટેલ વિરુદ્ધ બે વખત હથિયાર તસ્કરીનો ગુનો નોંધાયો છે જ્યારે બે વખત તેને પાસા પણ કરવામાં આવ્યા છે. 

સલીમે જેલમાં રહીને પોતાની ગેંગ બનાવી લીધી
દુનિયાની નજરે સલીમ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે પરંતુ ખરેખર તે ડ્રગ્સ વેચવાના ધંધામાં માહિર છે. શાતિર સલીમે જેલમાં બેઠા બેઠા પોતાની ગેંગ બનાવી હતી અને પેરોલ પર છૂટીને બહાર આવી ગયો હતો. પેરોલ જમ્પ કરીને ગાંજાનો ધંધો કરતા લોકોને તેણે   એક્ટિવ કર્યા હતા અને બાદમાં તસ્કરી શરૂ કરી દીધી હતી. સલીમ ગાંજાના ધંધામાં કિંગ બનવા માગતો હતો પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. સલીમ રીઢો ગુનેગાર છે જેથી દરેક કાળાં કામ તે કરી ચુક્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ