બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / A total of 4 stations will be built in the Ahmedabad-Mumbai high speed rail corridor, the image of these areas of Gujarat will change, benefits will be obtained.

પ્રોજેક્ટ SMART / અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોરમાં બનશે કુલ 4 સ્ટેશન, ગુજરાતનાં આ વિસ્તારોની બદલાઈ જશે તસવીર, મળશે ફાયદા

Pravin Joshi

Last Updated: 02:42 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરમતી, સુરત, વિરાર અને થાણેમાં ચાર સ્ટેશન વિસ્તારો જાપાન, ભારત અને અન્ય દેશોમાં અપનાવવામાં આવેલી પદ્ધતિ અને અનુભવનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવશે. જાણો શું થશે ફાયદા.

  • મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનું કામ ઝડપી ગતિએ ચાલુ
  • સાબરમતી, સુરત, વિરાર અને થાણેમાં સ્ટેશન બનાવવામાં આવશે
  • કેન્દ્રીય ગૃહ અને રેલવેએ JICA સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા 

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (પ્રોજેક્ટ-સ્માર્ટ) કોરિડોરનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ કોરિડોરમાં ચાર સ્ટેશન બનાવવાના છે. આ માટે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયો અને રેલવેએ જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચાર સ્ટેશન સાબરમતી, સુરત, વિરાર અને થાણેમાં આવશે.

 

સ્ટેશનોની આસપાસના વિસ્તારોનો વિકાસ

મંત્રાલયના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટ-સ્માર્ટ મુસાફરો અને અન્ય હિસ્સેદારો માટે સુલભતા અને સગવડતા વધારવા અને તેમની આસપાસની આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા સ્ટેશનોની આસપાસના વિસ્તારોની કલ્પના કરે છે. આ પ્રોજેક્ટ રાજ્ય સરકારો, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને શહેરી વિકાસ સત્તાધિકારીઓની સંસ્થાકીય ક્ષમતાને વધારશે જે હાઇ-સ્પીડ રેલ્વે સ્ટેશનોની આસપાસના વિસ્તારોનું આયોજન, વિકાસ અને સંચાલન કરશે.

Topic | VTV Gujarati

સ્ટેશન વિસ્તારનો વિકાસ પ્લાન તૈયાર થશે

MoHUA, ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારો અને JICA દિલ્હી, અમદાવાદ અને મુંબઈમાં પ્રોજેક્ટ-SMART માટે શ્રેણીબદ્ધ સેમિનાર અને ફિલ્ડ વિઝિટનું આયોજન કરે છે. સાબરમતી, સુરત, વિરાર અને થાણે HSR સ્ટેશનો માટે એક 'સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ પ્લાન' બેઠકોમાં ચર્ચા વિચારણા બાદ તૈયાર કરવામાં આવશે. આ માટે જાપાન, ભારત અને અન્ય દેશોમાં અપનાવવામાં આવેલી પદ્ધતિ અને અનુભવનો ઉપયોગ કરીને સ્ટેશન વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.

અર્થવ્યવસ્થામાં તેજી આવશે, રોજગારી મળશે

એકંદરે પ્રોજેક્ટ-સ્માર્ટ હેઠળ આ રેલ કોરિડોરમાં આવા ચાર સ્ટેશનો વિકસાવવામાં આવશે જે અત્યાધુનિક તો હશે જ પરંતુ મુસાફરોને નવો અનુભવ પણ આપશે. આ અંતર્ગત રાજ્ય સરકારો, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને શહેરી વિકાસ સત્તાવાળાઓ આ ચાર સ્ટેશનો અને તેની આસપાસના વિસ્તારો માટે વિકાસ યોજનાઓ તૈયાર કરશે. આ સ્ટેશનોના નિર્માણથી મુસાફરોને તો ઘણી સુવિધા મળશે, પરંતુ પ્રદેશ અને રાજ્યના અર્થતંત્રને પણ વેગ મળશે. રોજગારની તકો વધશે અને આસપાસના લોકોને પણ ફાયદો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ