બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / A student of Boti Kari village of Jalalpore taluka of Navsari district was found dead in a car parked in the garage of his house in Canada.

ઘટના / કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીનું દર્દનાક મોત, ગેરેજમાં મુકેલ કાર ચાલુ રહી જતાં બની ઘટના, 6 લોકો સારવાર હેઠળ

Dinesh

Last Updated: 05:01 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનું કેનેડામાં એમના ઘરનાં ગેરેજમાં મુકેલી કારમાં મત્યું થયું છે

  • વિદેશમાં વધુ એક ગુજરાતીનું મોત
  • નવસારીના વિદ્યાર્થીનું વિદેશમાં કમકમાટી ભર્યું મોત
  • ઘટનામાં કુલ છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા


વિદેશમાં વધુ એક ગુજરાતીનુ મૃત્યુ થયું છે. નવસારીના વિદ્યાર્થીનું વિદેશમાં કમકમાટી ભર્યું મોત થયાના સમાચાર સામે આવ્યા છે, કેનેડાના ટોરેન્ટો વિસ્તારમાં આવેલા ટાઉનહાઉસમાં ઓન એકટીવા એવેન્યુ વિસ્તારમાં દુર્ઘટના ઘટી હતી. જેમાં એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયું છે.

કેનેડામાં ગુજરાતીનું મોત
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનું કેનેડામાં એમના ઘરનાં ગેરેજમાં મુકેલી કારમાં મત્યું થયું છે. કાર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જતા આ દુર્ઘટના ઘટી હતી. વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું કારણ સામે આવ્યું છે. ઘટનામાં કુલ છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં નવસારીના એક વિદ્યાર્થીનું મોત થયું છે.

અગાઉ ત્રણ ગુજરાતીઓના કેનેડામાં મત્યુ થયા હતા
માત્ર વિદેશમાં જવાનો મોહ એકબાજુ મુકીએ અને વાસ્તવિક સ્થિતિ ઉપર પણ જો નજર કરીએ તો કેનેડામાં એપ્રિલથી જૂન મહિનાની અંદર 3 ગુજરાતી વિદ્યાર્થીના મૃત્યુ થયા. વિચિત્ર કહી શકાય એવો યોગાનુયોગ એ છે કે ત્રણેયના મૃત્યુ ડૂબી જવાથી થયા અને રહસ્યમય સંજોગોમાં જ ત્રણેયના મૃતદેહ હાથ લાગ્યા. કેનેડાની સ્થાનિક પોલીસ ભલે આ અપમૃત્યુ પાછળ કોઈ ગુનાહિત એંગલનો ઈન્કાર કરતી હોય પરંતુ જે સંજોગોમાં વિદ્યાર્થી મૃત્યુ પામ્યા તે સામાન્ય તો નહતું જ તેમા બે મત નથી. વિદેશમાં જતા ગુજરાતીઓ આખરે ફસાઈ કેમ જાય છે.. આ પાછળ ગેરકાયદે વિદેશ પ્રવેશનો ખતરનાક ટ્રેન્ડ જવાબદાર બન્યો કે પછી વિદેશમાં અસ્તિત્વનો સંઘર્ષ વધુ ઘેરો બન્યો છે.. ગુજરાતીઓ વિદેશમાં ન ફસાય અને ગેરકાયદે વિદેશ પ્રવેશનો ટ્રેન્ડ બંધ થાય તે માટે દરેક સ્તરે કયા પ્રકારના પ્રયત્નો હાથ ધરવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ