બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / A student from Junagadh, who had come to study in Ahmedabad, lost money in betting and became involved in theft

ધરપકડ / કૉલેજની ફીસ સટ્ટામાં ગુમાવી, નાપાસ થયો...: જૂનાગઢથી અમદાવાદ આવેલ ડેન્ટલનો વિદ્યાર્થી બન્યો શાતિર ચોર

Vishal Khamar

Last Updated: 11:08 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાના શહેરોના વિઘાર્થીઓ અમદાવાદ જેવા મેગા સિટીમાં આવીને વધુ અભ્યાસ કરે તે અર્થે માતાપિતા અમદાવાદ જેવા શહેરો માં પોતાના બાળકોને મોકલે છે. પણ સંગત એવી રંગત એ કેહવત પણ ખોટી નથી, હા જૂનાગઢ થી આવેલ સાયન્સ સ્ટ્રીમમાં અમદાવાદ ડેન્ટલનો અભ્યાસ કરતો વિદ્યાર્થી દાંત નહિ પણ જેલ ના સળિયા ગણતો થઈ ગયો છે.

  • જૂનાગઢથી આવેલ ડેન્ટલનો વિદ્યાર્થી જેલનાં સળિયા પાછળ ધકેલાયો
  • એસ.જી. હાઈવે પર બાઈક તેમજ કાર ચોરીની 14 જેટલી ઘટનાઓ સામે આવી
  • અમદાવાદ ઝોન 1 દ્વારા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ સહિત ના ક્રીમ અને કોમર્શિયલ વિસ્તાર એવા એસ.જી. હાઇવે પર સોલા, સેટેલાઇટ, સરખેજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ની હદ લાગે છે. છેલ્લા કેટલાય દિવસ થી એસ.જી હાઇવે પર બાઈક અને કારની ચોરીની ઘટનાઓ એક પછી એક 14 જેટલી ઘટનાઓ સામે આવી જેમાં અમદાવાદ ઝોન 1 દ્વારા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રણેય આરોપીઓ જૂનાગઢ ના છે અને અભ્યાસ તથા રોજગારી મેળવવા માટે અમદાવાદ આવ્યા હતા પણ આર્થિક રીતે ફસાઈ જતાં ચોરીના રવાડે છે. 

લવિનાસિંગ  (ઝોન-1 DCP)

ઓનલાઈન  ગેમિંગમાં પૈસા હારી જતા મેડિકલ કોલેજની ફી બાબતે ફાંફા પડ્યા
રાહુલ ચાંપેનેરી છે જે ફક્ત 23 વર્ષનો અને ડેન્ટલનો સ્ટુડન્ટ છે. પરંતુ અભ્યાસમાં ફેલ થયો અને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો. ત્યાર બાદ ઓનલાઇન ગેમિંગમાં પૈસા હારી જતા મેડિકલ કોલેજની ફી બાબતે ફાંફાં પડ્યા અને અંતે આર્થિક સંકળામણને કારણે બાઇક ચોરી કરવા માટે લાગ્યો, બીજા સહ આરોપીઓની વાત કરવામાં આવે તો યોગેશ કે જે અમદાવાદ આવીને લોકડાઉન પહેલા પાનનો ગલ્લો શરૂ કર્યો હતો. પરંતુ લોકડાઉનમાં ગલ્લો સંપુર્ણ લોક વાગી ગયો જ્યારે દિલીપ અગાઉ પણ ચોરીના કિસ્સામાં ઝડપાયો છે. 

વધુ વાંચોઃ આખરે કેટલે પહોંચ્યું અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનું કામ, જાણો સંપૂર્ણ વિગત

એસ.જી. હાઇવે પર બાઇકની રેકી કરતા હતા
આરોપીઓની ચોરીના વાત કરવામાં આવે તો આરોપી રાહુલ ચાંપાનેરી, યોગેશ બોરખતરીયા અને દિલીપ બોરખતરીયા ત્રણેય અમદાવાદના એસ.જી. હાઇવે પર બાઇકની રેકી કરતા હતા અને આસાનીથી જુની ચાવીથી બાઇક ચાલુ થઇ જાય તેવી બાઇકોને ટાર્ગેટ બનાવતા હતા. જ્યારે પોલીસ તો I20 ગાડીની ચોરીના કેસ બાબતે તપાસ કરતી હતી પરંતુ 9 પોલીસ સ્ટેશન વિસ્તારના બાઇક ચોરીના ભેદ ઉકાલાયા છે. જ્યારે ચોરીના બાઇક રેપીડો સર્વિસમાં ચાલતા પોલીસે રેપીડો કંપનીને પણ નોટીસ પાઠવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ