અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 3 વખત દુષ્કર્મ ગુજાર્યુ
વેજલપુર પોલીસે આરોપીની કરી ધરપકડ
વીડિયો વાઈરલ ધમકી આપી 3 વખત દુષ્કર્મ આચાર્યુ
અમદાવાદમાં એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતી પર પાડોશમાં રહેતાં યુવકે દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવકે કેફી પીણું પીવડાવી યુવતી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, યુવતીનો અશ્લીલ વીડિયો અને ફોટા પાડી લીધા હતા.અને તેને વાયરલ કરવાની ધમકી આપી યુવતીને સાથે ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું. જે અંગે યુવતીએ યુવક સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમમાં તો આ બધુ કરવું પડે તેમ કહી શારીરિક સંબંધ બાંધ્યા
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, અનુસાર સગીરા પરિવાર સાથે હાથીજણમાં રહેતી હતી. ત્યારે પાડોશી યુવકના પ્રેમમાં પડી હતી.દરમિયાન યુવક સગીરાને ખેતરમાં લઈ ગયો હતો અને અહીં તેને શરીરસુખ માણવા કહ્યું હતું. સગીરાએ ઇનકાર કરતાં પ્રેમમાં તો આ બધું કરવું પડે તેમ કહી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
પ્રેમસંબંધની જાણ સગીરાનો પરિવાર વાસણા રહેવા આવી ગયાં
બીજી તરફ સગીર દીકરીના પ્રેમસંબંધ અંગે ખબર પડતાં તેમણે યુવકને બોલાવી માર માર્યો હતો અને દીકરીને પરેશાન ન કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં, પરિવાર હાથીજણથી વાસણામાં રહેવા આવી ગયો હતો.
પેટમાં દુખાવો ઉપડતાં સમગ્ર ઘટના સામે આવી
દરમિયાન સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મહિલા હેલ્પલાઇને કાઉન્સેલિંગ કરતાં સગીરાએ ઉપરની સંપૂર્ણ વિગત જણાવી હતી અને યુવકે બેથી ત્રણવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ચોકાવનારી કબુલાત કરી હતી. પરિવારે સમગ્ર હકિકત સામે આવતાં પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
થોડા સમય પહેલા આવી જ ઘટના વાસણામાં બની હતી.
અન્ય એક ઘટનામાં શહેરના વાસણા વિસ્તારમાં 16 વર્ષીય સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી દેતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીં ડોક્ટરે સોનોગ્રાફી કરી દીકરી 6 મહિના ગર્ભવતી હોવાનું જણાવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.