બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A place in Gujarat where Lord Shriram spent 11 years of exile

અયોધ્યા રામ મંદિર / ગુજરાતની એક એવી જગ્યા જ્યાં ભગવાન શ્રીરામે વિતાવ્યા વનવાસના 11 વર્ષ, શું તમે જાણો છો?

Priyakant

Last Updated: 03:40 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: ગુજરાતમાં સહ્યાદ્રી પર્વતમાળાની સુંદર ખીણોમાંઆવેલ સાપુતારામાં ભગવાન રામે વનવાસના 11 વર્ષ  વિતાવ્યા હોવાની માન્યતા

  • ભગવાન રામે વનવાસના 11 વર્ષ ગુજરાતના સાપુતારામાં વિતાવ્યા હોવાની માન્યતા 
  • સાપુતારાના જંગલોમાં જોવા મળે છે વિવિધ પ્રકારના સાપ 
  • સહ્યાદ્રી પર્વતમાળાની સુંદર ખીણોમાં આવેલું છે સાપુતારા 

Ayodhya Ram Mandir : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. એક એવી માન્યતા છે કે, ભગવાન રામે પોતાના વનવાસના 11 વર્ષ ગુજરાતના સાપુતારામાં વિતાવ્યા છે. આજે આપણે એ સ્થળ વિશે જ વાત કરીશું. એવા ઘણા લોકો છે જે કોઈપણ ધાર્મિક અથવા ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવાના શોખીન હોય છે. તો કેટલાક લોકો એવા હોય છે જે હિલ સ્ટેશન અથવા બીચ જેવા સ્થળોની મુલાકાત લેવા ઈચ્છે છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં ધાર્મિક લોકો જવાનું પસંદ કરે છે અને સાથે જ એવા લોકોને પણ ગૃપ સાથે મસ્તી કરવી ગમે છે. ગુજરાતમાં સાપુતારા એક એવું સ્થાન છે જ્યાં શ્રી રામે 11 વર્ષનો વનવાસ વિતાવ્યો હોવાનું કહેવાય છે. 

ગુજરાતનું સુંદર હિલ સ્ટેશન
સાપુતારા એટલે સાપનું ઘર. અહીં બગીચાઓમાં સિમેન્ટના મોટા સાપ બનાવવામાં આવ્યા છે. અહીંના જંગલોમાં વિવિધ પ્રકારના સાપ પણ જોવા મળે છે. સાપુતારા ગુજરાતમાં સહ્યાદ્રી પર્વતમાળાની સુંદર ખીણોમાં આવેલું છે. ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન છે કે અન્ય પહાડોની જેમ અહીં બહુ વળાંકવાળા રસ્તાઓ છે. એટલે કે પ્રવાસીઓ પહાડોમાં ઉલ્ટીની ફરિયાદ કરે છે, તેમના માટે સાપુતારા ફરવા માટે સારો વિકલ્પ બની શકે છે.

સાપુતારાનું હવામાન કેવું હોય છે ? 
ઉનાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન 32 °C થી લઘુત્તમ 27 °C હોય છે જ્યારે શિયાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 16 °C અને 10 °C હોય છે. ચોમાસા દરમિયાન (જુલાઈથી સપ્ટેમ્બર) વાર્ષિક 255 સેમી વરસાદ નોંધાય છે. દર વર્ષે અહીં સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં પ્રદર્શનો, સાહસિક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૂડ ફેસ્ટિવલ, રમતગમત, સ્પર્ધાઓ, ફ્લેશ મોબ પ્રવાસીઓને આકર્ષે છે એટલું જ નહીં, ઝરમર વરસાદ વચ્ચે બોટ રાઇડિંગ અને રોપ-વેનો પણ આનંદ માણી શકાય છે.

વધુ વાંચો: મોરારી બાપુ અને આ ગુજરાતી બિઝનેસમેને અયોધ્યા રામ મંદિર માટે આપ્યું છે સૌથી મોટું દાન, આંકડો કરોડોમાં

સાપુતારાનું ધાર્મિક મહત્વ શું છે અને કઈ રીતે જવાય ? 
સાપુતારા ધાર્મિક દૃષ્ટિકોણથી પણ ઉત્તમ સ્થળ ગણાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામે તેમના વનવાસના 11 વર્ષ અહીં વિતાવ્યા હતા. સાપુતારાનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન વઘઈ છે, જે સાપુતારાથી લગભગ 50 કિમીના અંતરે આવેલું છે. અહીં પહોંચવા માટે સૌથી નજીકનું  સ્ટેશન વડોદરા છે. સાપુતારા અહીંથી 280 કિમી દૂર આવેલું છે. તમે સુરતથી રોડ માર્ગે અહીં આવી શકો છો. સુરત અહીંથી માત્ર 164 કિમીના અંતરે આવેલું છે. સાપુતારામાં સૂર્યાસ્ત અને સૂર્યોદય જોવાનો એક અલગ જ આનંદ છે. આ જોવા માટે તમારે બંને બિંદુઓ પર જવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ