બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / A person named Anil Mangekia used foul language against the police

સુરત / અનિલ નામની બકરી ડબ્બે પુરાઈ: 'ખાખીથી ડરતો નથી' કહીને ફેંકી હતી ચેલેન્જ, પોલીસે કર્યું એવું કે હવા નીકળી ગઈ

Vishal Khamar

Last Updated: 03:41 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાનો ઉપયો કરનાર અને પોલીસને પડકાર ફેકનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો.

  • સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારને પોલીસે ઝડપી પાડ્યો
  • અનિલ માંગુકિયા નામના ઈસમે પોલીસ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો
  • પોલીસની નોટિસ મળતા આરોપીએ ફરિયાદને ધમકાવ્યો

 સુરત જિલ્લાના કામરેજ તાલુકામા ખોલવડ ગામે રહેતા અને હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મુળ જૂનાગઢ જીલ્લાના માળિયા હાટીના તાલુકાના ગીર બોડી ગામના રોહિત ભાઈ રમેશ ભાઈ રૂપાપરા નામના યુવકને ગત તારીખ ૩૧ માર્ચ ના રોજ તેમના મિત્રનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું હતું કે કોઈ અનિલ માંગુકિયા નામના ઇસમએ તમારા અને તમારા પરિવાર વિશે અભદ્ર લખાણ લખ્યું છે,મિત્રએ કરેલી વાતને લઈને રમેશ ભાઈએ ફેસબુક ખોલી ચેક કરતા અનિલ માંગુકિયા નામની ફેસબુક આઇડી પર અભદ્ર લખાણ સાથે તેમના અને તેમના આખા પરિવારના ફોટા અપલોડ કર્યા હતા. જેથી રોહિત ભાઈએ કામરેજ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
અનિલ માંગુકિયા નામના ઈસમે પોલીસ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. કામરેજ પોલીસ મથકે આવેલી ફરિયાદને લઈને પોલીસે આ ગુનાના આરોપીને નોટિસ મોકલી હતી. જે નોટિસ આરોપીએ ધ્યાન પર ન લેતા પોલીસે વોટસએપ મારફતે નોટિસ મોકલી હતી,પોલીસે મોકલેલી નોટિસની અનિલ માંગુકિયાએ રિપ્લાયમાં જણાવ્યું હતું કે મારા પર ૩૦૨ની કલમ પણ ઠોકી દેજે અને આર્મ્સ એક્ટનો ગુનો પણ ઠોકી દેજે, મારા પર ૩૭ ગુના છે એક બીજો આવી રોજ નોટિસ આવે છે.

આરોપી અનિલ માંગુકિયા

પોલીસની નોટિસ મળતા આરોપીએ ફરિયાદને ધમકાવ્યો
કામરેજ પોલીસનું તેડું આવતા જ આરોપી અનિલ માંગુકિયાએ ફરિયાદ રમેશ રૂપાપરાને ધમકાવાનું શરુ કર્યું હતું,અને ફરિયાદને જાનથી મારી નાખવાની ધમકી મળી આપી હતી,પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવું છું અને મારી પર ૪૯ જેટલા ગુના નોંધાયેલા હોવાનું કહી તેના માણસોથી હુમલો કરાવીશ તેવી ધમકી આપી હતી,અને ફેસબુક પર પોલીસ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કામરેજ પોલીસ મથકના પીસઆઈને પડકાર ફેંકયો હતો.

સોશિયલ મીડિયા પર પોલીસને પડકાર ફેંક્યો

પોલીસ સ્ટેશનમાં પહોચતા જ આરોપીની હવા નીકળી ગઈ
વાત પોલીસની આબરૂ પર આવી જતા પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી અને ઇસમની ફેસબુક આઇડી ચેક કરતા આરોપી અનિલ માંગુકિયા લોકો વચ્ચે અને સમાજ વચ્ચે ઘર્ષણ થાય તેવી પોસ્ટ મુકવા સાથે ભૂતકાળમાં ખોટું કરતો આવેલું તેવું ધ્યાને આવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો અને કોર્ટે રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને સોશિયલ મીડિયામાં પોલીસને પડકાર ફેંકનાર અનિલ માંગુકિયાએ પોલીસ સ્ટેશનમાં હવા નીકળી ગઈ હતી અને બે કાન પકડી પોલીસની માફી માંગવા લાગ્યો હતો,પોલીસે પણ આરોપી અનિલ માંગુકિયાની વ્યવસ્થિત સરભરા કરી હતી. આરોપી પર ૨૦ જેટલા ગુનાઓ નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું.

બી.કે.વનારે (DYSP, તપાસ અધિકારી)

આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છેઃDYSP
સમગ્ર મામલે સુરત ગ્રામ્યના DYSP બી.કે વનારે  કેસમાં તપાસ કરતા આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હતો,સુરત શહેરના કાપોદ્રા,અમરોલી,સરથાણા,પુના, ખટોદરા,વરાછા,કતારગામ સહિતના પોલીસ મથકોમાં દારૂની ખેપ મારવી,નકલી પોલીસ બની રૂપિયા પડાવવા જેવા અલગ અલગ ૨૦ જેટલા ગુના નોંધાયેલા છે,આટલું જ નહિ ભૂતકાળમાં સરકાર સામે પણ અભદ્ર ટિપ્પણીઓ કરતો આવેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ